સન્માન સમારંભ.... ચંદુદાદા પ્રજાપતિ

શિક્ષકત્વ સન્માન કરવું શક્ય નથી. જીવનમાં સદૈવ જેને બાળકોનો વિચાર કર્યો છે, શાળાનો વિચાર કર્યો છે, સમાજ અને રાષ્ટ્રનો વિચાર કર્યો છે તેવા શિક્ષકો સમાજની શાન છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. અમારી શાળાનો સૌથી સિનીયર શિક્ષક શ્રી ચંદુભાઇ રામજીભાઇ પ્રજાપતિ સરકારી દફ્તરે ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ નિવૃત થઇ રહ્યા છે. નિવૃત્તિ એના માટે નથી કે જે સતત પ્રવૃત્તિશીલ રહે. શિક્ષક સતત પ્રવૃત્તિમય જીવન જીવતો રહે છે. આજ રોજ કોરોના ગાઇડલાઇન મુજબ શાળા કક્ષાએ અમારા ચંદુદાદાનો સન્માન સંભારંભ યોજવામાં આવ્યો. આમ તો તેમના ભણાવેલ અનેક વિદ્યાર્થીઓ આજે સમાજમાં પ્રતિષ્ઠિત હોદ્દા પર છે અને તેમના સન્માન કાજે દોડતા આવે તેમાં કોઇ શંકા નથી. પણ કોરોના સમય હોવાથી મોટો સમારંભ કરવો શક્ય નથી. તેથી શાળા કક્ષાએ તેમનું સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના મદદનીશ શિક્ષક શ્રી અશોકભાઇ પંચાલ દ્વારા કરવામાં આવ્યું. સમારંભમાં અમારા વોર્ડના સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્પેશભાઇ ઉપાધ્યાય હાજર રહ્યા. રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક મહાસંધના અમદાવાદ કોર્પોરંશનના ઉપાધ્યક્ષ અક્ષિતા શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા. ઇસનપુર પબ્લિક સ્કૂલ ૧ ના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલિયાએ પણ મંચની શોભા વધારી. 
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી. સર્વધર્મ પ્રાર્થના કર્યા બાદ શ્રી વિરાભાઇ પટેલિયા દ્વારા સ્વાગત પ્રવચન તથા પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું. ચંદુદાદા સાથે તેમના સંસ્મરણો યાદ કરતા તેમને સતત પ્રવૃત્તિશીલ અને નિષ્ઠાવાન શિક્ષક તરીકેનું દર્શન કરાવ્યું. તેમને ચંદુદાદાના કાર્યને સાચા અર્થમાં સમજણ સાથે પરિચય આપ્યો. શાળા માટે તેમની તમામ નોંધ લીંધી હતી તેની ચર્ચા કરી. ત્યારબાદ શાળા પરિવાર દ્વારા શ્રીફળ, સાકર, શાલ તથા યથાશક્તિ ભેટ આપીને તેમનું સન્માન કર્યું. સીઆરસી શ્રી અલ્પેશભાઇ એ હાર પહેરાવી તેમનું સન્માન કરેલ. અક્ષિતાબેન દ્વારા શાલ ઓઢાડી દાદાનું સન્માન કરવામાં આવ્યું. 
દાદા મને ગમતા પ્રાથમિક શિક્ષક રહ્યા છે તેથી તેમના વિશે ચર્ચા કરવાની તક મને પણ મળી. શાળાએ આજે શિક્ષક જ નહિ પણ માર્ગદર્શક તથા ઉત્સાહી મદદગાર ખોયા છે. મને સતત મદદરૂપ થયા છે. સમગ્ર સ્ટાફને એક દોરમાં બાંધવાની શક્તિ તેમનામાં રહી છે. વધારે ચર્ચા કરી શકાય તેમ નથી. 
અક્ષિતાબેન તથા અલ્પેશભાઇ દ્વારા પણ પ્રસંગોચિત વાત કરવામાં આવી. 
પાર્વતીબેન પાંડવ. આશાબેન પટેલ, કામિનીબેન સુથાર, અમીબેન પાઠક, ભાનુબેન, અલ્પાબેનની સમગ્ર ટીમ સાથે  બહેનોએ તમામ શુશોભનની જવાબદારી ઉપાડી.
વિક્રમસિંહ ઝાલાએ પોતાના હાથે શાળા બગીચાના પુષ્પોથી જાતે ગુદસ્ત બનાવીને દાદાનું સન્માન કર્યું.
અલ્પાબેન દ્વારા સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું. 
તેમના પરિવાર તથા અમારા વડીલ જ્યોતિબેન પંડ્યા, જ્યોતિબેન ગજ્જર, મિનાબેન, દર્શનાબેન, આશાબેન, ઉર્મિલાબેન, હંસાબેન, પુષ્પાબેન, કુસુમબેન, રેખાબેન, ચંદ્રિકાબેન, વર્ષાબેન સૌએ દાદાનું સન્માન કર્યું. 
શ્રી રાજેન્દ્રભાઇ ખોખરીયા સાહેબ દ્વારા સૌનો આભાર પ્રગટ કરવામાં આવ્યું. શાળા પરિવાર દુ:ખી તો હતો જ પણ દાદાને વિદાય આપવી એ પણ ફરજમાં આવે છે. સૌએ હૃદયે ભાર હળવો કરી તેમને વિદાય આપી. 
દાદાએ શાળાના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યું જ છે. પણ સાથે તેમને આગળ પણ જરૂરી આર્થિક સહયોગ માટે શાળામાં ૧૧૦૦૦ રૂપિયાનું દાન આપી પોતાની જવાબદારી સમજી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઇ દ્વારા કરવામાં આવ્યું. 
દાદાએ પણ પોતાના સંસ્મરણો ભાવ સાથે યાદ કરતાં આંખો ભીની કરી. પણ તેમેને જે કાર્ય કર્યું છે તે જોતા ચોક્ક્સ ઇશ્વર તેમને દિર્ઘાયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય આપશે જ. તેમના પ્રસંગો તેમને શ્રેષ્ઠ શિક્ષક બનાવે છે. 
દાદા વિશે થોડી ચર્ચા કરવી મને યોગ્ય લાગે છે. 
શ્રી ચંદુભાઇ રામજીભાઇ પ્રજાપતિ

સન્માનનું સન્માન વધારવાનો અવસર આજ અમ સૌને સહર્ષ મળ્યો છે. નિરંતર બાળશિક્ષણ,શાળા વિકાસ, સમાજિક ઉત્થાનનો પ્રયત્ન કરવાનું સૌભાગ્ય એક શિક્ષકને મળે છે. સમસ્યા નિવારણનું કાર્ય જેને સતત જીવનપર્યન્તકર્યું છે એવા આપ શ્રી ચંદુભાઇ રામજીભાઇ પ્રજાપતિ એ પોતાના પરિવાર અને ગામનું સન્માન વધાર્યું છે. જેને બાળપણમાં દિવો નથી મળ્યો તેને સમાજમાં શિક્ષણનો પ્રકાશ લઇ જવાનું કાર્ય અથાક કર્યું છે. ઐતિહાસિક નગરી પાટણ અને મા બહુચર જ્યાં બિરાજે છે તેવા બહુચરાજી તથા શંખેશ્વર ધામની નજીક આવેલ પાડલા ગામે આપનો જન્મ થયો. પિતાના ત્રણ સંતાનો પૈકી આપે પ્રાથમિક શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો

બાળપણ એ ચંચળ હોય પ એ ચંચળતા ભાવિની દિશા નક્કી કરે છે. આપ બાળપણથી અભ્યાસમાં અગ્રેસર રહ્યા એવું પાડલા પ્રાથમિક શાળાના શિક્ષકો ગામને તથા પરિવારને જણાવતા રહ્યા. શિક્ષક બાળકનું સન્માન કરે તેવી વિશેષ પળો આપના જીવનમાં રહી છે. સંઘર્ષ વગર સફળતા શક્ય નથી. પ્રાથમિક શિક્ષણ તો ગામની શાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું પણ ઉચ્ચ શિક્ષણ માટે નજીકમાં કોઇ સંસ્થા નહિ. સંધર્ષોના આ સમયે આપે શિક્ષણને પ્રાધાન્ય આપીને પાડલા ગામથી 14 કિલોમીટર દૂર આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, શંખેશ્વરખાતે દરરોજ ચાલીને અપડાઉન કરીને માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો. આ સંઘર્ષ લેખે લાગ્યો ત્યાંથી જીવન વિકાસના નવા પથનું સર્જન થયું.

બુનિયાદી શિક્ષણન પાયા પર રચાયેલ ઇમારત પર નવા શિખરોનું નિર્માણ પ્રખર ગાંધીવાદી સંસ્થા લોકભરતી સણોસરા ખાતે થયું. લોકભારતી સણોસરાનાએ સંસ્કારો જીવનપર્યન્ત આપે સાચવ્યાસંભાળ્યા અને તેનું જન્નત કરી સમૃદ્ધ બનાવ્યા છે. પ્રત્યેક ક્ષણ શિક્ષણ કાજે ઉપયોગ કરવાની શક્તિ બુનિયાદી શિક્ષણ દ્વારા આપે મેળવી છે અને સફળ પણ થયા છો. કેળવાયેલ શિક્ષક સમાજને શ્રેષ્ઠ વિદ્યાર્થી આપે છે. તેમ આપે પરિવારના સંધર્ષને ધ્યાને રાખીને સર્વપ્રથમ 1982 માં અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી સી.એન. વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે વ્યવસાયની શરાત કરી. અનેક બાળકોને જીવનપથ માટે આગળ વધવાની પ્રેરણા આપી. ત્યાર બાદ આપે બાપુનગર ખાતે વર્ષોથી શિક્ષણ યજ્ઞ કરતી શ્રીજી વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે કાર્ય કર્યું. 

આવું વ્યક્તિત્વ ખાલી શ્રમંતોની સેવા કરે એ કુદરતને મંજૂર ન હોય ત્યાં આપને ભાવનગર જિલ્લાના સાવરકૂંડલા તાલુકાની બોરાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપવાનું સૌભાગ્ય આપ્યું. ખડકાળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે સફળ સેવાઓ આપી. 16 મી ડિસેમ્બર 1999 ના રોજ આપની જિલ્લાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની ઓઢવ ગુજરાતી શાળા 1 માં બદલી થઇ. આ સાથે આપે ઓઢવગુજરાતી શાળા 2, વિવેકાનંદનગર ગુજરાતી શાળા 1 માં શિક્ષક તરીકે કાર્ય કર્યું. આજે આપ ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 થી સેવા નિવૃત્ત થઇ રહ્યા છો. 

આપે તમામ શાળામાં બાળકો સાથે ખુબ સુંદર કાર્ય કર્યું છે. સમાજમાં આજે આપની પાસે ભણેલ ડોક્ટર, એન્જીનીયર, નેતા તથા ઉચ્ચ હોદ્દા પર અનેક વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય સુંદર રીતે કરી રહ્યા છે. અત્રેની શાળામાં પણ સૌથી સિનિયર શિક્ષક હોવા છતાં પણ આપે તમામ છોડને પાણી આપ્યું છે. સફાઇ કાર્ય કર્યું છે. શાળાના વિકાસ માટેની પ્રત્યેક પ્રવૃત્તિમાં પણ આપે પૂર્ણ સહયોગ આપ્યો છે. રજા કે વેકેશનના દિવસોમાં પણ શાળામાં આવીને આપે સુંદર કાર્ય કરેલ છે. 

આપે શ્રેષ્ઠ શિક્ષકની જેમ કાર્ય કર્યું છે જેના પરિણામે આપનો પરિવાર આજે શાંતિ અને સુખમય જીવન જીવી રહ્યો છે. ઈશ્વર આપને નિરામય સ્વાસ્થ્ય અને સુખમય દિર્ઘાયુષ્ય આપે એવી ઇશ્વરને પ્રાર્થના સહ શાળા પરિવાર આપનો ઋણ સ્વીકાર કરી આપને સન્માનપત્ર અર્પણ કરતાં હર્ષની લાગણી અનુભવે છે.



આપનો

Hemant Panchal

Contact - 7567853006

Email - vaishwika@gmail.com

#IsanpurPublicSchool

twitter - @AmcIps2














































Comments

  1. ખુબ સરસ વિદાય સન્માન સમારંભ
    સાહેબશ્રીને ખુબ ખુબ અભિનંદન.

    ReplyDelete

Post a Comment

Thanks A lots...