છેલ્લો દિવસ

કહે છે વેદ કાલો પિબતિ તદ્રસમ્

સમય પ્રત્યેક બની ગયેલ ઘટનામાંથી રસ ખેંચી લે છે. સમયની આજ તો શક્તિ છે કે સામાન્યથી ગહન બાબતો બાબતોને મનમાંથી દૂર કરીને જીવનને નવજીનની તક આપે છે. કોરોનાનો એ સમય હવે ક્યાંક આપણા સંસ્મણોમાં વસે છે. આ એવો ખરાબ સમય હતો કે તે યાદ કરીએ તો જ યાદ અપાવે છે. મને બરાબર યાદ છે કે શિક્ષણ માટે આ સમય ખુબ કપરો સાબિત થઇ રહ્યો હતો. અનેક શિક્ષકોએ પ્રયત્નો કર્યા ઓનલાઇન શિક્ષણ માટે... ગુજરાત તો એવું પ્રથમ રાજ્ય હશે કે જેને અનેક સુવિધાઓ નિર્માણ કરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ બાળકોને અભ્યાસ કરાવવા માટે પૂરતા યથાર્થ પ્રયત્નો કરવામાં આવેલ.

નવાઇ લાગતી હશે કે આજે આ વાત કરવાનું તાત્પર્ય શું ? મિત્રો ઘણા સમયથી લખવું હતું પરંતુ સમયનો અભાવ, વિચારોની અછતથી લખી શકાયું નથી. તારીખ 09-04-2024 અમારી શાળાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્ણ થયાનો દિવસ હતો. આયોજન પ્રમાણે અમારા નાના અને ધોરણ 5 ના ભૂલકાઓનો શાળામાં છેલ્લો દિવસ.... આ જ કારણથી આજે કોરોનાની યાદ તાજી થઇ. એ સંસ્મરણો મનમાં ફરી ઉભા થયા. જે બાળકો શાળામાં 2 વર્ષ સુધી ભણવા જ આવ્યા નથી તેની વિદાય કરવાનો આ પ્રસંગ હતો. મિત્રો શાળા બદલાઇ ગઇ. શાળાનો પરિવાર બદલાઇ ગયો. વાલીઓની અપેક્ષાઓ વધી ગઇ. આપ સૌ પરિચિત છો કે અમારા વાલીને તો બાળક શાળાએ આવે એ જ આનંદ છે, પરંતુ અમારા શિક્ષકોને હું ધન્યવાદ આપીશ કે તેમને સતત પ્રયત્નો કરીને આ બાળકો અને વાલીમાં શિક્ષણની ભૂખ જગાડી. કેટલાય વિદ્યાર્થીઓ તો રાજ્ય બહાર હતા. તેેમને સતત ફોન કરીને શાળાએ બોલાવા. એવો પણ સમય હતો કે આજે અડધા બોલાવો અડધા કાલે આવા સમયે આ બાળકો સાથે કાર્ય કરનાર શિક્ષકોને, આ શાળામાં વિશ્વાસ રાખીને શાળાએ મોકલનાર એ વાલીને તથા આ વિદ્યાર્થીઓને નવી સુવિધાઓ આપવા માટે સતત મદદરૂપ થનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના આભાર સાથે હું મારા પરિવાર તરફથી આ છેલ્લા દિવસના અનુભવો આપ સમક્ષ મુકવા બાલ્યાવશ પ્રયત્ન કરવા જઇ રહ્યો છું.

ધોરણ 5 માં આ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણ્યા અને હવે નવી શાળામાં જશે. આમ તો જિહાસા એમ જ કહે છે કે એક છોડીને બીજુ પકડતાં આવડી જાય તો જીવન પ્રવાહિત રહે  છે અને પ્રવાહિત જીવનમાં ક્યારેય સમસ્યા કે સડો આવતા નથી. ભણ્યા કે ભણાવ્યા તેનો અંદાજ લગાવી શકુ તેમ નથી હા પ્રયત્નો ચોક્કસ કર્યા છે. 270 વિદ્યાર્થીઓની આ બેચ હવે ધોરણ 6 માં જવાની હતી. તેમના વિદાનું આયોજન શાળા કક્ષાએ કરવાનું નક્કી કરવામાં આવેલ. શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી ફાલ્ગુનીબેન પુજારાએ જવાબદારી ઉપાડી કે તૈયારી કરાવીશું અને સુંદર રીતે વિદ્યાર્થીઓને વિદાય આપીએ. કાર્યક્રમ નક્કી કરાયો અને બાળકોને શાળામાંથી વિદાય કરવા માટે શું કરવું તેનો વિચાર કરવામાં આવ્યો. સહયોગ સંસ્થાના શૈલેષભાઇ સાથે વાત થિ તો તેમને કહ્યું કે વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે હું 11 બેગ અને 15 વોટર બોટલ આપીશ. અમે નક્કી કર્યું કે તમામ 7 વર્ગોમાંથી ત્રણ પ્રકારે વિદ્યાર્થી નક્કી કર્યા.

1. અકમ કસોટીમાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ

2. સૌથી વધારે હાજર રહેનાર વિદ્યાર્થીઓ

3. વર્ગના આદર્શ વિદ્યાર્થી

આ ઉપરાંત સમગ્ર ધોરણ 5 માંથી 2 વિદ્યાર્થી Student Of The Year પસંદ કરવામાં આવ્યા. આ બાળકોને શાળા તરફથી 1000 ની કિંમતની Cello ની વોટર બોટલ આપવાનું નક્કી કરાયું. શાળાના એ 7 શિક્ષકોને પણ શાળા તરફથી પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવેલ. વિદ્યાર્થીઓને સમજ વિકસેલ જોવા મળી છે. આ તમામ પાછળ પ્રયત્નો શિક્ષકોની મહેનતનું પરિણામ છે. શરૂઆત કરેલી ત્યારે કોરોનાના સમયમાં આ બાળકોને ભણવાનું ખાસ મળેલ નહિ. શરૂઆત કરી ત્યારે ૨૭૦ માંથી ૮૫ થી ૯૦ વિદ્યાર્થી કક્ષા પ્રમાણે વાંચન લેખન ગણનની ક્ષમતા પ્રમાણે કાર્ય કરી શકતા. આજે જ્યારે વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે અનેક બાળકો બદલાયા તે છતાં પણ ૨૩૫ થી વધારે વિદ્યાર્થીઓ ક્ષમતા કરતાં સારી સ્થિતિમાં જોવા મળ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. CET અંતર્ગત પણ સમીરભાઇ દેસાઇ દ્વારા વર્ગ ચલાવવામાં આવ્યા. પરિણામ જે આવે તે પણ પ્રયત્નોમાં કોઇ કચાશ રાખી નથી. સમગ્ર વર્ષ આ વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભાનું સફળ સંચાલન કર્યું છે. પ્રાર્થના સભામાં એન્કરિક તથા યોગની તમામ વ્યવસ્થા સંભાળી છે. શાળામાં થઇ રહેલી અને પ્રવૃત્તિઓમાં ખુબ સારી પ્રગતિ થઇ રહી છે તેમાં આ વિદ્યાર્થીઓનો સિંહફાળો કહી શકાય. ચોક્કસ આ બેચ જવાથી શાળામાં નવી વ્યવસ્થા ઊભી કરવામાં થોડો સમય લાગશે. સાથે આ વિદ્યાર્થીઓએ આવનાર બાળકોને પોતાની સાથે સાથે રાખીને તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓને નવા અનુભવો પુરા પાડવાનું કાર્ય શાળા દ્વારા સતત કરવામાં આવ્યું છે. 

આજના દિવસે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા. જીકરા અને સના બન્ને Student Of The Year તરીકે ખુબ સુંદર કાર્ય કર્યું છે. આ સિવાય કુલ 21 વિદ્યાર્થીઓને શાળાએ સન્માન કર્યું. ધોરણ 5 ના તમામ સિક્ષકોનું પણ સન્માન શાળા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાને સતત મદદરૂપ બની રહેતા પૂર્વ સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી શ્યામસિંહ ઠાકુર, સહયોગ સંસ્થામાંથી શ્રી શૈલેષભાઇ ક્રિશ્ચયન, ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 ના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલિયા સાહેબ હાજર રહ્યા. તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો. શાળા પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ 4 ની વિદ્યાર્થીની અક્સા દ્વારા વિદાય થઇ રહેલ વિદ્યાર્થીઓને પોતાના શબ્દોથી વિદાય કર્યા. ધોરણ 5 ની જીકરા દ્વારા પોતાના અનુભાવો સૌ સાથે શેર કર્યા તેને પોતાના શબ્દોમાં દર્દ સાથે કૃતજ્ઞતાની લાગણીનો અનુભવ કરાવ્યો. શ્રી સમીરભાઇ દેસાઇ દ્વારા પોતાના અનુભવો અને આ બાળકો માટે સ્નેહની લાગણી પોતાની રીતે વર્ણવી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યીર્થીઓને આશિર્વચન આપ્યા. શાળા પરિવારે આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર લાગે ત્યારં મદદ માટે ખાતરી આપી. વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન બાળકોની તૈયારી કરાવવાનું ભગીરથ કાર્ય ફાલ્ગુનીબેેન દ્વારા કરવામાં આવ્યું. શ્રી શૈલેષભાઇ પટેલ દ્વારા તમામ કાર્.ક્રમનું સંચાલન કરવામાં આવ્યું. શ્રી ધર્મેન્દ્ર્ભાઇ દ્વારા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી.

આમ તો આ પ્રથમ અનુભવ છે કે શાળામાંથી બાળકોને વિદાય સન્માન આપવામાં આવ્યું. આ વિદ્યાર્થીઓએ શાળા બાગ, પ્રાર્થના વ્યવસ્થા, સંચાલન તથી તમામ ક્ષેત્રમાં પોતાનો પુરો સહયોગ આપ્યો છે. આમ તો તેમના જવાથી મનમાં વેદનાનો અનુભવ થઇ રહ્યો છે પરંતુ તેમની પ્રગતિ માટે આ કાર્ય આવશ્યક છે. આ વિદ્યાર્થીઓ જીવનમાં પ્રગતિ કરે તેવી શાળા પરિવાર લાગણી વ્યક્ત કરે છે. 










































 

Comments

Post a Comment

Thanks A lots...