બાળ વિકાસને પ્રાધાન્ય સ્કૂલ બોર્ડ અમદાવાદ સતત કરે છે. બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ શ્રેષ્ઠ રીતે થઇ રહી છે. સતત કરેલ પ્રયત્નોના પરિણામે શાળાઓમાં સતત વિવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ પોતાનો સારો દેખવ કરી રહ્યા છે. આજે અમારી શાળામાં માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત શહેર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાઓનું આયોજન તમામ શાળાઓમાં શાળા કક્ષાએ કરવામાં આવેલ હતું. તેમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ કરીને ઝોન કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. ઝોન કક્ષાના વિજેતા કુલ 12 વિદ્યાર્થીઓની શહેર કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શહેર કક્ષાની સ્પર્ધા અમારી શાળામાં સ્કૂલ બોર્ડના સન્માનનીય ચેરમેન શ્રી ડૉ. સુજયભાઇ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. સ્કૂલ બોર્ડના સન્માનીય વાઇસ ચેરમેન સર શ્રી વિપુલભાઇ સેવક સર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં લાંભા વોર્ડના કાઉન્સિલર શ્રી ચાંદનીબેન તથા ઇસનપુર વોર્ડના કાઉન્સિલર શ્રી મૌલિકભાઇ પટેલે હાજર રહીને જરૂરી માર્ગદર્શન તથા કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી. જેમના આયોજન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેવા નિવૃત્ત IGP સિદ્ધાર્થ ખત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા. મધ્યાહનભોજન નાયબ કલેક્ટરશ્રી તથા સ્કૂલ બોર્ડના મદદનીશ શાસનાધિકારીશ્રી ચંદ્રકાન્તભાઇ ગામેતી સાહેબ, નૂતન તાલીમના સંચાલક શ્રી દિપ્તીબેન પંડ્યા, મદદનીશ શાસનાધિકારીશ્રી પ્રજ્ઞાબેન પંડ્યા, મદદનીશ શાસનાધિકારીશ્રી નિમિષાબેન ચૌહાણ હાજર રહ્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન નૂતન તાલીમના સંચાલક શ્રી દિપ્તીબેન પંડ્યાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું. આજ રોજ સવારથી શાળામાં કાર્યક્રમની તૈયારી કરવામાં આવી. બાળકો માર્ગ અને ટ્રાફિક નિયમન સમજે તે માટે બાળકોમાં બાળપણથી જ શિક્ષણ મેળવે તે માટે જરૂરી સમજ કેળવે તે માટે માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. તમામ શાળાઓમાં આ બાબતે કાર્યક્મ કરવામાં આવેલ. તમામ શાળામાં ચિત્રકામ અને વક્તૃત્વ સ્પર્ધા કરવામાં આવેલ છે. બાળકોની વાક છટાને સતત મહત્વ મળે તેવું આયોજન કરવામાં આવેલ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના કુલ 12 ઝોનના કુલ 12 વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેવા શાળામાં આવેલ. તમામ બાળકોએ ખુબ સુંદર રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા. બાળકોની વાકછટા ખરેખર પ્રશંસાને પાત્ર હતા. બાળકોને તૈયાર કરાવનાર શિક્ષકોને પણ અભિનંદનને પાત્ર છે. શિક્ષકોએ બાળકો સાથે કરેલ તૈયારી બાળકોના વક્તવ્યમાં જોઇ શકાતી હતી.
બાળ વિકાસ માટે ચિંતન કરીને તેમની શૈક્ષણિક સ્થિતિ સુધારવા માટે થઇ રહેલા પ્રયત્નોથી ચોક્કસ તેમના જીવનમાં પ્રગતિ કરશે જ. આજે સમગ્ર કાર્યક્રમમાં વિજેતા બાળકોને રોડ સેફ્ટી ઓથોરેટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવાનું કાર્ય કરવામાં આવ્યું. પ્રથમ ક્રમે આવેલ બાળકોને 3000, બીજા ક્રમે આવેલ બાળકને 2000 અને તૃતિય ક્રમે આવેલ બાળકોને 1000 રોકડ રકમ સાથે સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ઇનામ આપવામાં આવ્યા.
સ્કૂલ બોર્ડના સન્માનનીય ચેરમેન સર દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા. તમામ બાળકોને પધારેલ મહાનુભાવોએ ઇનામ આપી સન્માનીત કર્યા. કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના તમામ અધિકારીશ્રીઓએ શાળાને સમગ્ર કાર્યક્રમ માટે ખુબ માર્ગદર્શન આપ્યું જેથી કાર્યક્રમ યોગ્ય રીતે સંપન્ન થઇ શક્યો.
કાર્યક્રમમાં ઇસનપુર પબ્લિક સ્કૂલ ૧ ના શ્રી દિપ્તીબેન અને શ્રી હીનાબેન બન્ને બહેનોએ પ્રાર્થના તથા સ્વાગત વિધિની તમામ જવાબદારી ઉપાડી. શ્રી વિજયભાઇ વાલાણી અને શ્રી સંજયભાઇ ભગોરાએ સમગ્ર કાર્યક્રમમાં અસરકારક ભૂમિકા ભજવી. ખોખરા શાળા નંબર ૪ ના મુખ્ય શિક્ષક શ્રી વિજયભાઇ તથા ખોખરા શાળા નંબર ૧૨ ના મુખ્ય શિક્ષક શ્રી શેમીનાબેનનો સહયોગ અવિરત ખુબ સરસ રીતે મળે છે. તેમનો આભાર માનવાની શક્તિ નથી. વિરાભાઇ સાથે તેમને નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી. આજે વંદન કરવાનું મન થાય છે મારા સ્ટાફને કે જેમને પોતે કાર્યક્રમને પોતાનો સમજીને ખંતથી કાર્ય કર્યું. કાર્યક્રમ સવારે કરવાનો અને સાંજે વાત થઇ કે તમારી શાળામાં સવારે કરવાનો છે. તૈયારી કરવી જ પડે. સવારના મુખ્ય શિક્ષક વિરાભાઇ સાથે સાહેબની સૂચના મુજબ ચર્ચા કરી. મારી શાળાના ગૃપમાં પણ મેસેજ મુક્યો કે કાલે શાળામાં સ્પર્ધા છે તો વિક્રમસિંહ, ધરમેન્દ્રભાઇ, રમેશભાઇ, કેતનભાઇ, રજનીભાઇ, શૈલેષભાઇ સૌ તૈયાર કે અમે આવી જઇશું. સૌ સવારે વહેલા નીકળ્યા. રાતે જ ફાલ્ગુનીબેનનો કોલ આવ્યો હું સવારે કેટલા વાગે આવું ? આવા શબ્દો સાંભળી મન ખુબ આનંદિત થાય છે. તમામ સવારે વહેલા આવી ગયા. કામે લાગી ગયા. પાથરણાથી લઇ તમામ વ્યવસ્થા થઇ ગઇ. સમગ્ર કાર્યક્રમ એકંદરે સારો રહ્યો.
અમારા ઝોનના સુપરવાઇઝર બેન શ્રી નિશાબેનનો આભાર વ્યક્ત કરવાનું ચુકી શકાય તેમ નથી. ગઇ કાલ રાતથી તેમને અમારી સાથે રહીને સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડ્યું છે. સવારે અમારી સાથે તેઓ હાજર રહ્યા. નાની નાની બાબતોમાં તેમને વ્યક્તિગત સાથ આપ્યો છે તે અમારા માટે આનંદની વાત છે.
દક્ષિણ ઝોન ૧ ના માનનીય મદદનીશ શાસનાધિકારી શ્રી જયદેશ દુબે સર બિમાર છે પરંતુ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ સતત ગઇ કાલથી ફોન પર સતત ચિંતા વ્યક્ત કરી છે. એક એક બાબતે શું કરવું કઇ રીતે કરવું તેની સંપૂર્ણ સમજ આપી છે. સાહેબ પોતે ફોનમાં પણ બોલી શકે તેમ પણ ન હતા. તેમના અવાજમાં બિમારી હું અનુભવી શકતો હતો પરંતુ તેમને ગઇ કાલ રાતથી કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી સતત સંપર્ક રાખીને માર્ગદર્શન કર્યુ છે તે ઋણ કઇ રીતે ચૂકવીશું ? સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું.
મારા શિક્ષકો સહિત દિપ્તીબેન, હિનાબેન, વિજયભાઇ વાલાણી, સંજય ભગોરા, વિરાભાઇ પટેલિયાનો આભાર વ્યક્ત કરી શકવા શબ્દો ઓછા પડે એમ છે.
આ અચાનક નક્કી થયેલ કાર્યક્રમમાં સાથ આપનાર તમામને આભાર પ્રગટ કરું છું.















































ખૂબ સરસ..👍👍👍
ReplyDeleteતમામને ખૂબ ખૂબ અભિનંદન