માનવના જીવનમાં સ્વતંત્રતાનું અનેરૂ મહત્વ છે. સ્વતંત્રતા જીવનને નવી દિશ, ગતિ અને સામર્થ્ય આપે છે. ભારતીય સંસ્કૃતિએ સદૈવ મા, માતૃભૂમિને મહત્વ આપ્યું છે. અતીતના પાના ઉથલાવી તો સમજમાં આવશે કે શિવાજીએ મરાઠાવાડની માટીની સ્વતંત્રતા ટકાવવા, રાણા પ્રતાપે મારવાડની ભૂમિને અખંડ રાખવા, ઝાંસીની રાણીએ ઝાંસીની માટીને મુક્તિ અપાવવા માટે ગજબ સામર્થ્ય સાથે સંધર્ષ કરેલો જણાય છે. તેઓ સફળ રહ્યા છે.
હું એટલે કે આપણે બધા સ્વતંત્ર ભારતમાં જન્મ લઇને સ્વતંત્ર જીવન જીવી રહ્યા છીએ. આપણા શ્વાસ ક્યારેય ગુલામામાં રહ્યા નથી. આપણનને એ સમયનો અંદાજ નથી ના તો તેની કલ્પના છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે સતત સંધર્ષ કરવો પડ્યો છે. અનેક નરબંકા અને વિરાંગનાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જો કે ગુમાવ્યા છે તે શબ્દ ખૂબ નાનો છે તમામે જીવન રાષ્ટ્રની માટીની રક્ષા કાજે પોતાના જીવન અને પોતાને મળેલ પ્રત્યેક શ્વાસનું બલિદાન કર્યું છે. આજે આ શબ્દો સામાન્ય લાગે છે પણ પોતાની સામે પોતાનું લૂંટાતાં જેને જોયું છે તેને આ વાત આજે પણ એ દિવસોની યાદ અપાવશે.
જવા દઇએ આ ચર્ચા આજે મિત્રો...
ઓગસ્ટ મહિનો જ એવો છે કે કોઇપણ ભારતીયને દેશભક્તિનો રંગ લાગ્યા વગર રહે તેમ નથી. વ્યક્તિગત 15 ઓગસ્ટ મને સૌથિ વધારે પ્રિય તહેવાર છે.
1942 માં હિંદ છોડા આંદોલન થયું અને અંગ્રેજોને સમજમાં આવી ગયું હતું કે અહીં હવે શાસન કરવું મુશ્કેલ છે. કારણ કે તેનો પાયો 1921 થી શરૂ થયો હતો. અસહકાર આંદોલને રાષ્ટ્રભાવના જગાડીને નવું ચૈતન્ય ભરવાનું કાર્ય કરેલું. બીજી તરણ ઇંકલાબ જિન્દાબાદ ના જયઘોષ સાથે ભગતસિંહ અને તેમના સાથીઓએ પોતાના જીવનને રાષ્ટ્ર માટે સમર્પિત કરેલું હતું. સારે જહાં સે અચ્છા સાથે બિસ્મિલ, મૈં આઝાદ હું સાથે આઝાદ, મૈ તુમ્હે આઝાદી દૂંગા સાથે બોઝ જેવા રત્નોએ દેશદાઝનું વાવેતર કરી દીધું હતું. આ બધું જોઇને બ્રિટીશ સરકાર ભારત છોડી જવા તૈયાર જ હતી.
મિત્રો, તે સમયે
અનેક શહીદોએ પોતાના શ્વાસ અપર્ણ કર્યા છે ભારતની માટીના રક્ષણ માટે
બહેનોએ પોતાના સોભાગ્યવતી રહેવાના સપના તોડ્યા છે કર્યા છે ભારતની માટીના રક્ષણ માટે
અનેક બાળકોએ પોતાના મા બાપ ગુમાવ્યા છે કર્યા છે ભારતની માટીના રક્ષણ માટે
અનેક માતા પિતાએ જ્યાં સંતાનની જરૂર હતી તેવા સમયે સંતાનોને કુર્બાન કર્યા છેે કર્યા છે ભારતની માટીના રક્ષણ માટે
કોઇએ અભ્યાસ છોડ્યો છે કર્યા છે ભારતની માટીના રક્ષણ માટે
કોઇએ શ્વાસ છોડયા છે કર્યા છે ભારતની માટીના રક્ષણ માટે
આ માટીની તાકાતની કલ્પના કરવી મારા જેવા સામાન્ય માણસ માટે શક્ય નથી.
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં 10-10 વાર ભગવાને અવતાર લીધો છે
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં ઋષિઓએ સંસ્કૃતિ સર્જન માટે પોતાના જીવવની આહુતિ આપી છે
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં રાજાઓએ પોતાના લોકો માટે સર્વસ્વ અર્પણ કરેલું દેખાય છે
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં સંતો એ લાખો જીવન બદલ્યા છે
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં લેખકોએ જીવનના રહસ્યો સમજાવ્યા છે
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં વૈજ્ઞીનિકોએ અનેક શોધ પછી પણ વિનમ્રતા ગુમાવી નથી
ભારતની આ એ જ પવિત્ર માટી છે જ્યાં સૈનિકો આજે પણ -40 ડિગ્રી તાપમાન ેઅડીખમ ઉભા છે
આ માટીની શક્તિ છે.
આજે સ્કૂલ બોર્ડ અમદાવાદે નવીન વિચાર આપી ફરી આ દેશની માટી માટેની ભાવના બાળકોમાં બાળપણથી થાય તે માટે મેરી મિટ્ટી મેરા દેશ નો કાર્યક્રમ આપ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદે આજે તમામ શહીદોને યાદ કરી તેઓ કોઇ શાળામાં ભણ્યા છે તેમ માનીને કળશમાં દરેક શાળાની માટી એક કળશમાં ભેગી કરવા શ્રેષ્ઠ વિચાર આપ્યો.
સ્કૂલ બોર્ડનો વિચાર અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માટે આદેશ જ બની રહે છે. આજે આયોજન પ્રમાણે પ્રાર્થના સભામાં શાળાની માટીની લીધી તેને વિવિધ 7 પાત્રોમાં લઇ બાળાઓ આવી. ભારતમાતાને પ્રાર્થનાસભામાં લાવીને તમામ બાળકોને આ માટીના ગૌરવની સમજ આપવા ચોક્કસ પ્રયત્ન કર્યો. કેતનભાઇએ બાળકોને માહિતી આપી. ત્યાર બાદ તમામ શિક્ષકોએ ગૌરવવંતી આ માટીને પોતાના હાથમાં લીધી અને ભારતમાતા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. પછી માટીને ભેગી કરી સ્કૂલ બોર્ડ ખાતે જમા કરાવી.
આ પ્રસંગે મને પણ મારા વિચારો બાળકો સાથે વ્યક્ત કરવાની તક આપી તે આનંદની વાત કહી શકાય. આજે આ માટી માટે આપણે કરવાના કાર્યોની ચર્ચા કરવાની તક મળી. આજે રાષ્ટને બલિદાનની નહિ પણ ભણવાની, ગંદકી નહિ કરવાની, સંપત્તિને નુકશાન ન કરવાની જરૂર છે તેની ચર્ચા કરવાની તક મળી. તે માટે શાળા પરિવારનો આભાર.
આમ તો છેલ્લા મહિનામાં અનેક ઘટનાક્રમ થયા છે પણ કહીં શકાય તેવા હાલ નહોતા, પણ શરૂઆત તો કરવી જ પડશે તો આજે કરી.
ઝડપથી શાળાની બાળ મેળાની સફળતા મોકલીશું.
અમારી શાળામાંથી પોતાના ઘરના નજીક ગયા એવા સપ્તર્ષિ વિશે વાત કરવી છે.
અને
જિલ્લા ફેરબદલીમાં આવેલ Special_26 ની પણ ચર્ચા કરવી છે.
ખાસ આજે ટૂંક સમયમાં ખૂબ સરસ કાર્યક્રમ માટે શિક્ષકો અને બાળકો અભિનંદનને પાત્ર છે.
સૌના આભાર સાથે...
આપના વિચારો અને માર્ગદર્શનનો અમલ કરવા ચોક્કસ પ્રયત્નો કરીશું.
હેમંત પંચાલ
ઇસનપુર પબ્લિક સ્કૂલ
7567853006
vaishwika@gmail.com
https://www.facebook.com/IshanpurPublicSchool
@Ips2Amc




























खूब सरस कार्यक्रम
ReplyDeleteતમામને ખૂબ ખૂબ અભિનંદન..👍👍👍