શાળા પ્રવેશોત્સવ 2023

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આજે તારીખ 13/06/2023 ને મંગળવારના રોજ કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નાના બાળકોના જીવનને નવી દિશા આપવા, તેમના જીવનમાં શિક્ષણ લઇ જવા માટેનો આ ઉત્સવ છેલ્લા 20 વર્ષથી ગુજરાતની શાળાઓમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

આજ રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ મેડમશ્રી શબાના એમ. કુરેશીના અધ્યક્ષ સ્થાને શાળામાં આજે પ્રવેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમની સાથે સ્કૂલ બોર્ડના માનનીય સદસ્યશ્રી ધર્મેન્દ્ર મિશ્રા સાહેબ,  સ્પોર્ટ વિભાગના એકાઉન્ટન્ટ શ્રી આકાશભાઇ શાહ, શાળાને સતત મદદરૂપ બનતા આકાશ મેટ્રોસીટીના શ્રી લાલાભાઇ, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બ્લોક આરપી શ્રી લાલજીભાઇ રબારી, SMC અધ્યક્ષશ્રી વહિદાબેન, જૈનુલભાઇ, રાજુભાઇ તથા મોટી સંખ્યામાં વાલી હાજર રહ્યા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. શાળાને સ્કૂલબોર્ડ દ્વારા નિયત કરેલ સમયે મેડમ સર તથા અન્ય મહેમાનો શાળામાં હાજર રહ્યા. શાળામાં પ્રવેશતા જ તેમને આનંદ હતો. તેમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાની મુલાકાત દરમ્યાન સ્માર્ટ શાળા અંતર્ગત મળેલ સુવિધાની સમજ મેળવવાનો સંપૂર્ણ અભ્યાસપૂર્વક પ્રયત્ન કર્યો. શાળામાં સ્માર્ટ શાળા અંતર્ગત બનેલ વિવિધ પ્રયોગશાળાઓની મુલાકાત કરી.

સાયન્સ લેબ, મેથ્સ લેબ, રોબોટિક ક્લાસ ફ્યુચર ક્લાસ ની મુલાકાત કરી બાળકોને ભવિષ્યમાં થનાર શૈક્ષણિક ફાયદા અંગે માહિતી મેળવી તેઓ ખુબ ખુશ થયા. સાથે સરકારી શાળામાં આટલી સારી વ્યવસ્થા તથા સાધનો જોઇ આનંદ વ્યક્ત કર્યો. ત્યાર બાદ તેમને શાળાના મકાનની મુલાકાત કરી. તેમને જાતે શાળાના વિવિધ ક્ષેત્રોના વીડીયો લીધા અને ફોટો પણ લીધી. શાળામાં જતન કરવામાં આવેલ વિવિધ ફુલ છોડ જોઇને તેમને આનંદ થયો. ઔષધિય વનસ્પતિ તથા વિવિધ નવા નવા છોડ જોઇ તેમેને ખુશી વ્યક્ત કરી. ત્યાર બાદ શાળામાં મળેલ સ્માર્ટ ટીવી, પ્રોજેક્ટર તથા અન્ય બાબતો જોઇ તેમને તેના વિશે ચર્ચા કરી. કાર્યક્રમ પૂર્વે શાળાના તમામ બાબતો તેમને ઝીણવટપૂર્વક અવલોકન કરી અને સ્ટાફ સાથે ચર્ચા કરી. સ્કૂલ બોર્ડ, રાજ્ય સરકાર તથા સ્ટાફ અને વાલીઓના એક સાથે સહયોગના કારણે શાળામાં થયેલ પ્રવૃત્તિથી આનંદ વ્યક્ત કર્યો. બાળકની સંખ્યા તથા તેમને ભવિષ્યમાં તૈયાર કરવાના શાળાના આયોજનની પણ તેમને ચર્ચા કરી.

ત્યાર બાદ કાર્યક્રમ અંતર્ગત સૌ હાજર થયા. સર્વ પ્રથમ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પછી પ્રાર્થના બાદ શાળાની બાળાઓએ સ્વાગત ગીત અભિનય સાથે રજૂ કર્યું. સ્વાગત પ્રવચન શ્રી વિરાભાઇ પટેલિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ત્યાર બાદ શાળામાં ગત શૈક્ષણિક વર્ષે સિદ્ધી મેળવેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું. CET, NMMS તથા અન્ય બાબતોમાં શાળાને ગૌરવ અપાવનાર વિવિધ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાને સતત મદદરૂપ બનતા દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. હવે બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર બાળકો પૈકી પ્રતિનિધિ સ્વરૂપ 10 બાળકોને સ્કલ બેગ, પુસ્તકો તથા સ્કૂલ ડ્રેસ આપીને સ્વાગત કરવામાં આવ્યું.

કાર્યક્ર અંતર્ગત મેડમ સર સાથે આવેલ શ્રી આકાશભાઇ શાહ સાહેબે શાળા તથા સરકારી યોજનાઓની માહિતી આપી અને આ મહોત્સવમાં પોતે સામેલ થયેલ તે બાબતે હર્ષ વ્યક્ત કર્યો. સ્પોર્ટ બાબતે શાળાને મદદરૂપ થવાનો વિશ્વાસ આપ્યો.

કાર્યક્રમના અંત ભાગમાં સ્કૂલ બોર્ડના સદસ્ય શ્રી ધર્મેન્દ્રભાઇ મિશ્રા સાહેબ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું. ખાસ તો સર મોટા કાર્યક્રમને છોડીને આવ્યા તે જ શાળા માટે આનંદની વાત છે. સાહેબે પોતાના પ્રવચન દરમ્યાન સ્કૂલ બોર્ડની વિવિધ યોજનાઓ, શાળાને મદદરૂપ થવાની તૈયારી વિશે વાત કરી. સ્કૂલ બોર્ડ સતત બાળકોના શૈક્ષણિક, શારીરિક તથા માનસિક વિકાસ માટે વિવિધ યોજનાઓ, સ્પર્ધાઓ અને કાર્યક્રમો કરે છે તેની સમજ આપી. સાહેબે ભવિષ્યમાં પણ સ્કૂલ બોર્ડ સતત મદદરૂપ બનશે તેવો વિશ્વાસ આપ્યો.

ત્યાર બાદ તમામ મહાનુભાવોએ શાળામાં વૃક્ષારોપણ કર્યું ખાસ આંનંદની વાત એ છે કે ગત વર્ષે રોપવામાં આવેલ છોડ હજુ સલામત છે. ત્યાર બાદ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મળતી પરિવહન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. કુલ 666 બાળકો ને લાભ મળશે. ત્યાર બાદ મેડમ દ્વારા બન્ને શાળાની SMC સાથે વાત કરી. શાળા બાબતે કોઇ સમસ્યા હોય તો તેની માહિતી મળવવા પ્રયત્નો કર્યા. પણ વાલીના આનંદ અને શાળાના શિક્ષકોના કાર્યથી સંતોષ જોઇ ખુશ થયા.

આમ ખુબ આનંદ સાથે સમગ્ર દિવસની ઉજવણી થઇ.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરેશભાઇ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકો કાર્યક્રમમાં ભાગીદાર રહ્યા પણ દિપ્તિબેન, હીનાબેન દ્વારા બાળકોને તૈયાર કરવાનું, વિક્રમસિંહ દ્વારા શાળાની સફાઇ તથા અન્ય કાર્યો, રોશન, સંજય, વિજય વગેરેનું યોગદાન ખુબ નોંધપાત્ર રહ્યું. 

શાળાના તમામ શિક્ષકો, બાળકો અને વાલીઓના આભાર સાથે.....

Hemant Panchal

Isanpur Public School

Contact - 7567853006, vaishwika@gmail.com














































Comments

  1. 👌🏻👍🏻

    ReplyDelete
  2. ખૂબ સરસ..👍👍👍
    તમામને ખૂબ ખૂબ અભિનંદન..

    ReplyDelete

Post a Comment

Thanks A lots...