ફ્લાવર શો મુલાકાતે

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને નવીન અનુભવો આપવા માટે અલગ અલગ ઇવેન્ટ યોજવામાં આવે છે. જે અંતર્ગત હાલ કાકરિયા કાર્નિવલ, પતંગ મહોત્સવ, ફ્લાવર શો જેવા આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના હોવાના કારણે આવા આકર્ષક અને પ્રજા માટે આનંદ માટેના તથા મનોરંજનના કાર્યક્રમ કરી શકાતા નહતા. આ વર્ષે કોરોનાના કેસ નહિવત રહ્યા છે તેવા સમયે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,, અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમોમાં સતત ક્રિયાશીલ રહે છે. તે અંતર્ગત ફ્લાવર શો તથા અટલ બ્રિજની મુલાકાત માટે 30 - 30 રૂપીયા ટીકીટના દર છે. શિક્ષણ સમિતિ અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય પરિવારમાંથી આવે છે તો તેઓ આવા આકર્ષણોનો લાભ લઇ શકતા નથી. તેમ વિચારી આ બાળકોને આ તમામ આકર્ષણોનો લાભ મળે તેવું ચિતન સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી તથા શાસનાધિકારી સાહેબ દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત સ્કૂલ બોર્ડના બાળકોને વિનામૂલ્યે ફ્લાવર શો તથા અટલ બ્રિજની મુલાકાત કરાવવાનું આયોજન 5 ડિસેમ્બરથી કરવામાં આવી રહ્યું છે. શાળાઓના વિદ્યાર્થીઓને લેવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ બાળકોને શાળાના શિક્ષકો સાથે લઇ જઇને ફ્લાવર શોમાં લગાવવામાં આવેલ વિવિધ ફુલો તથા તેમાંથી બનાવવામાં આવેલ વિવિધ સુંદર સ્કલ્પચર દર્શાવવામાં આવી રહ્યા છે.  જે ખરેખર ખુબ આનંદની અને પ્રશંનીય કામગિરી કહી શકાય.

ઉપરોક્ત વિષય અનુસંધાને આજ રોજ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવેલ. શાળામાં સવારે 7.30 કલાકે બસોની વ્યવસ્થા કરવામાં આવેલ. શાળામાથી કુલ 102 વિદ્યાર્થી અને 6 શિક્ષકો તથા બન્ને મુખ્ય શિક્ષક દ્વારા આ અનિસ્મરણિય પ્રવાસનું એટલે કે શૈક્ષણિક મુલાકાતનું આયોજન શરૂ કરવામાં આવ્યું. શિયાળાનો સમય હતો તો તમામ બાળકોને ગરમ કપડા સાથે બસમાં બેસાડવામાં આવ્યા. અને સફરની શરૂઆત થઇ.

તમામ બાળકોને લઇ બન્ને બસ સવારે 8.45 કલાકે રિવર ફ્રન્ટ ખાતે પહોંચી. બાળકોનો ઉત્સાહ જોઇને જ સમજમાં આવતો હતો. બાળકોને હારબંધ રોડ ક્રોસ કરાવીને ઇવેન્ટ ગાર્ડન ખાતે લઇ જવામાં આવ્યા. કોર્પોરેશનની સૂચના પ્રમાણે બાળકો પાસે કોઇ ફી લેવામાં ન આવી. સર્વપ્રથમ ફ્લાવર શોમાં પ્રેવેશ કરતાં જ બાળકો આનંદથી ચીસ પાડવા લાગ્યા. તેમના મુખ પરનો આનંદ જોઇ શકાતો હતો પણ તે વર્ણવી શકાય તેમ નથી. આ આનંદ બાળકોને આપવા માટે સ્કૂલ બોર્ડ અને અમદાવાદ કોર્પોરેશનનો આભાર માનવા શબ્દો નથી.

બાળકોને ફ્લાવર શો માં પ્રવેશ આપતા પહેલા મુખ્ય શિક્ષક હેમંતભાઇ દ્વારા ફ્લાવર શો વિશે સામાન્ય માહિતી આપવામાં આવી. તમામ બાળકોને અંદર જઇને વિવિધ ફુલ તથા તે અંતર્ગત ફુલથી બનાવેલ વિવિધ સ્કલ્પચર જોઇને આનંદિત થયા. ખરેખર અદભૂત આયોજન કરવામાં આવેલ છે. ક્યાંક ઓલોમ્પિક તો ક્યાંક યોગા, કોઇ જગ્યાએ હનુમાન તો કોઇ જગ્યાએ પ્રાણીઓ એમ અલગ અલગ સ્કસ્પચર જોઇને તેઓ ખુશ થયા. બાળકોને હેમંતભાઇ દ્વારા વચ્ચે વચ્ચે વિવિધ ફુલોની સમજ આપવામાં આવતી હતી. બાળકો તો ખુશ થાય જ તેમાં કોઇ શંકા રહે જ નહિ પણ ફરતા થાક્યા અને ભૂખ્યા પણ થાય તે સહજ હતું. તેથી આ બાળકોને નાસ્તો કરાવવાનું આયોજન કરવામાં આવ્યું. તમામ બાળકોને કુલ 2000 રૂપીયાના ખર્ચે હેમંતભાઇ દ્વારા પફનો નાસ્તો કરાવવામાં આવ્યો. તમામ બાળકો ફ્રેશ થયા પછી તમામ બાળકોને અટલ બ્રિજની મુલાકાત માટે લઇ જવાયા.

વિદ્યાર્થીઓ તો આ બ્રિજને જોઇને આશ્ચર્ય પામી ગયા કારણ કે સમગ્ર ભારતમાં જે બ્રિજ શ્રેષ્ઠ ઇજનેરી માટે પ્રખ્યાત થયેલ છે તો ચોક્કસ આનંદ થાય તેમાં કોઇ નવાઇ નથી. તમામ બાળકો ખરેખર ખુબ ખુશ થયા. ફરી તેમને આ પુલ વિશે માહિતી આપવામાં આવી. ત્યાથી દેખાતા શહેરના વિવિધ ખ્યાતનામ મકાન વિશે તથા સરદાર પટેલ દ્વારા અમદાવાદને મળેલ વિવિધ યોજના કે જે આજે પણ કોર્પોરેશન દ્વારા કાર્યરત રાખવામાં આવી છે તેની સમજ અપાઇ. SVP હોસ્પિટલ બતાવી, SBI ના મકાન વિશે સમજ આપાઇ. આમ વિવિધ પુલ વિશે પણ સમજ આપવામાં આવી. પછી બાળકો સાથે ફોટોગ્રાફી કરવામાં આવી.

પરત ફરી અમે સૌ ફ્લાવર શોમાં આવ્યા ત્યાં આવીને તમામ બાળકોને ત્યાં નિર્માણ પામેલ વિવિધ નર્સરીની મુલાકાત કરાવવામા આવી. બાળકોને વિવિધ ફુલોના છોડ વિશે શાળાના મુખ્યશિક્ષક હેમંતભાઇ દ્વારા માહિતી આપવામાં આવી. બાળકોને 10 રૂપીયાથી લઇને 350000 સુધીના છોડ બતાવવામાં આવ્યા. એક નર્સરી દ્વારા તમામ બાળકોને એક એક કૂંડા આપવામાં આવ્યા. હેમંતભાઇએ ફરી બાળકોને બોનસાઇન છોડ વિશે લાંબી સમજ આપી. તે કઇ રીતે બને છે તે માટે શું કરવામાં આવે છે તેવી માહિતી આપવામાં આવી. નર્સરીના એક વ્યક્તિ દ્વારા પણ બાળકો ૃને વાર્તાલાપ કરાવવામાં આવ્યો.

છેલ્લે તમામ બાળકો બસમાં આવ્યા ત્યાં કોટન કેન્ડી લઇ 4 છોકરા આવી ગયા બાળકોને ખાવાની ઇચ્છા હતી તો ફરી હેમંતભાઇ એ 680 રૂપીયાના ખર્ચે તમામ બાળકોને બુદ્ધિના બાલ ખવાડાવવામા આવ્યા.

આમ સમગ્ર દિવસ ખુબ રોમાંચ સાથે પૂર્ણ કરવામાં આવ્યો. બાળકોને સલામત રીતે શાળામાં લાવવામાં આવ્યા. આવા સુંદર આયોજન માટે શાળા પરિવાર સ્કૂલ બોર્ડ અને અમદાવાદ કોર્પોરેશનનો આભાર માને છે..




































Comments

Post a Comment

Thanks A lots...