100% હાજરી વાળા બાળકોનું સન્માન માહે ડિસેમ્બર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત બાળકોને શૈક્ષણિક રીતે સજ્જ કરવા સતત નવીન પ્રકલ્પો કરવામાં આવી રહ્યા છે. કોરોના સમય દરમ્યાન બાળકોને થયેલ લર્નિમગ લોસ ઘટાડવા માટે  FLN પર ભાર મુકવામાં આવ્યો છે. બાળકો સતત પોતાના અભ્યાસમાં આગળ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય અભ્યાસના કૌશલ્યો બાળક ત્યારે શીખી શકે જ્યારે બાળક નિયમિત શાળાએ હાજર રહે.

શાળામાં બાળકો નિયમિત શાળામાં આવે તે માટે શાળાને સતત માનનીય શાસનાધિકારી શ્રી ડો. એલ.ડી. દેસાઇ સાહેબ તથા અમારા ઝોનના મદદનીશ શાસનાધિકારી સાહેબ શ્રિ ડો. દિલીપ સાહુ સર દ્વારા સતત પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહ્યું છે. જે અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થી હાજરીનું પ્રમાણ વધી રહ્યું છે. શિયાળાની ઋતુમાં ઠંડીની અસર છે તેવા સમયે શાળાઓના શૈક્ષણિક અને બાળકોને શાળાએ આવવાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે પણ શાળાઓમાં હાજરીનું પ્રમાણ વધી રહ્યું છે તે ખુબ સારી બાબત છે.

શિક્ષણ સમિતિ અંતર્ગત દક્ષિણ ઝોનની અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માં પણ વિદ્યાર્થીની હાજરીમાં સારો વધારો થઇ રહ્યો છે. શિક્ષકો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

- શિક્ષકો સતત ગેરહાજર રહેલ વિદ્યાર્થીને ટેલીપોનિક સંપર્ક કરે છે.

- જે બાળક 3 દિવસથી વધારે ગેરહાજર રહે તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

- શાળામાં નિયમિત આવતા બાળકો માટે વર્ગમાં તાળી પડાવી સન્માન કરવામાં આવે છે.

શાળામાં કુલ 1518 બાળકો ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરે છે. જે અંતર્ગત શિક્ષકોના પ્રયાસથી તથા સ્કૂલ બોર્ડના સતત પ્રોત્સાહન અને મોનીટરીંગ થી વિદ્યાર્થી હાજરીમાં વધારો જોવા મળેલ છે. તેવા બાળકોની હાજરી વધવાના કારણે FLN માં પણ સુધારો જોવા મળેલ છે. જુલાઇ માસની સમીક્ષા કરતામ 10% જેટલા બાળકો અધ્યયન ક્ષમતા સિદ્ધ કરેલ હતા જે આજે 54% થી વધારે બાળકો બાળકો ક્ષમતા સિદ્ધ કરેલ જણાયાં. આમ હાજરીના કારણે બાળકોમાં અલગ અલગ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરવામાં પણ સફળ થઇ રહ્યા છે.

આજે શાળામાં એવા બાળકો કે જે ડિસેમ્બર 2022 માં કુલ 100% હાજર રહ્યા તેવા કુલ 243 બાળકોને શાળા કક્ષાએ પેન્સિલ આપીને સન્માનિત કરવામાં આવ્યા.  આનંદની વાત એ છે કે માસને અંતે સમીક્ષા કરતાં 1518 માથી કુલ 811 બાળકો 90% થી વધારે દિવસ હાજર રહ્યા છે અને જો 60% થી વધારે દિવસ હાજર રહેલ બાળતો જાવા જઇએ તો એવા કુલ 1418 બાળકો છે કે જેમની હાજરી સરસ રહી છે. સાથે ફક્ત 21 બાળકો એવા રહ્યા કે જે 20% નીચે હાજરી ધરાવે છે.

આમ, હાજરીમાં વધારો જોવા મળી રહ્યો છે તો શાળા કક્ષાથી જે બાળકો પુરા દિવસ હાજર રહ્યા છે તેમને કુલ 1215 રૂપિયીના ખર્ચે તમામ બાળકોને 1-1 પેન્સિલ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સામાન્ય છે પણ જ્યારે 100 % હાજર બાળકોની સંખ્યા જોઇએ ત્યારે સમજ આવે કે આવા કાર્યથી ખુબ સારી બાબત કહી શકાય. આવતા મહિને પણ આવા બાળકોની સંખ્યામાં વધારો થાય તે માટે નવીન કાર્ય હાથ ધરવામાં આવશે. સારી હાજરી કરવા માટે બાળકો શિક્ષકોનો આભાર.





























Comments

  1. ખૂબ સરસ..👍👍👍
    તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન..

    ReplyDelete

Post a Comment

Thanks A lots...