નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત અમારી શાળામાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આમ તો આજનો દિવસ સમગ્ર સમાજ માટે ગૌરવનો દિવસ છે. જેને સમાજને દિશા બતાવી તેવા શિક્ષક ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને આપ્યા છે. કૃષ્ણં વંદે જગદગુરૂ થી શરૂ કરી કૃણવંતો વિશ્વંઆર્યમ કહીને વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રત્યેક જનમાં લઇ જવાનું કાર્ય શિક્ષકોએ કર્યું છે.
શિક્ષણ સમિતિ, અમદાવાદના માર્ગદર્શનમાં અમે 30 ઓગસ્ટથી જ તૈયારી કરેલ કે શિક્ષક દિવસને યાદગાર ક્ષણોમાં પરિવર્તિત કરવો. શાળામાં જાહેર કર્યું કે શિક્ષક કોને બનવું છે તો અમારે તો મોટી ફોજ તૈયાર પણ બધાને બનાવાય નહિ તો તેમાંથી પસંદગી કરીને 72 શિક્ષક બનાવવામાં આવ્યા. તમામને કયા ધોરણમાં ભણાવવા મોકલવા તેનું અલગ આયોજન કરવામાં આવ્યું. વિષય નક્કી કરવામાં આવ્યા. આમ તો શાળામાં ધોરણ 1 થી 5 પણ વિદ્યાર્થીની સંખ્યા 1584 તો દરેક વર્ગમાં 2 શિક્ષક મળે તેમ કરવા જઇએ એટલે આચાર્ય સહિત કુલ 72 તો જઇએ. તમામ ની યાદી સામેલ કરી છે.
આમ તો આજે અમદાવાદ કોર્પોરેશન રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભનું યજમાન. તો તમામ અધિકારી તથા મુખ્ય શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા ટાગોર હોલ હતા. વિવિધ જવાબદારી અંતર્ગત શાળાના મારી સાથે કુલ 3 શિક્ષકો કામગીરીમાં જોડાયેલ હતા. બીજી તરફ સ્કૂલ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવનાર સ્માર્ટ શાળાનું કાર્ય પણ શાળામા પ્રગતિ પર છે તો થોડી અવ્યવસ્થા થશે તેવો અંદાજ મને હતો, પરંતું કાર્ય બિલકુલ અલગ રહ્યું . 1331 બાળકો હાજર તેમાંથી 72 શિક્ષકોએ સમગ્ર સંચાલન સંભાળ્યું. પ્રાર્થના આજે અમારા શિક્ષકોએ વિદ્યાર્થી બનીને કરાવી. વર્ગમાં હાજરી ભરવી, મધ્યાહનભોજન વ્યવસ્થા, રિરેસ વ્યવસ્થા, શાળા છૂટવાનો સમયની વ્યવસ્થા તમામ બાબતે મોરચો આજે નવા શિક્ષકોએ સંભાળ્યો. બાળકોએ ખુબ સરસ રીતે કાર્ય કર્યું. ભણાવવાની સાથે મજા પણ કરાવી. નાના નાના ભૂલકાઓ આજે શિક્ષક બનીને ખુશ હતા.
સમગ્ર આયોજન ખરેખર સુંદર રીતે કરવામાં આવ્યું. બાળકો સુંદર તૈયાર થઇને આવ્યા હતા. અને સવારથી માહોલ હતો કે શાળામાં આજે ખુબ શિક્ષકો છે. હા આટલા શિક્ષકો હોવા છતાં પણ શિક્ષકોને રાહત નથી. આજે અમારા શિક્ષકો બાળક બનીને ભણ્યાં છે. પાછળ બેસીને અવલોકન કર્યું છે. આનંદ તો ત્યારે આવે જ્યારે આ ભૂલકોઓ નોટમાં સહી કરે, લખાવેલું ચકાસે, હોમવર્ક આપે, હળવી કસરત વર્ગમાં કરાવે ખરેખર ખુબ આનંદ થયો. બાળકોને શિક્ષક બનવાનો આનંદ હતો અને હંમેશા રહેશે. પણ મિત્રો તેમને ખબર નથી કે તેઓ ભારતની મહાન શિક્ષક પરંપરામાં આગળ વધેલ છે.
હું આપ સાથે શિક્ષક દિવસે થોડા મારા વિચાર પણ મુકી રહ્યો છું. ભરતીય પરંપરામાં આચાર્યોપાસના શ્રેષ્ઠ રહી છે. શિક્ષક કોઇ વ્યવસાય નથી. તે તો પવિત્ર વૃત્તિ છે. ઉપનિષદો કહે કે વાનપ્રસ્થાશ્રમમાં જનાર વ્યક્તિ ઋષિ આશ્રમમાં જઇને પોતાને આવડે તે ત્યાં ભણાવે. બાળકોને વ્યવસાય અંગેનું આયોજન આપે. તે માટે કોઇ પગાર નહિ. બસ મને આવડે છે તે આગળની પેઢીમાં આપવું એ શ્રેષ્ઠ છે. આવા વિચાર તપોવન શિક્ષણમાં હતા. વ્યવસાયની ચિંતા હતી નહિ તેથી જીવન શિક્ષણ તપોવનમાંથી તમામ ને મળતું. ખરેખર આ જ રાષ્ટ્ર છેે કે જ્યાં શિક્ષક નિવૃત્ત થાય એટલે તેમના વિદ્યાર્થીઓ રથ ખેંચીને લઇ જાય.
હું એક શિક્ષક છું
હા હું જ આ સમાજને દિશા આપવામાં સમર્થ છું. એક શિક્ષક સતત સમાજમાં
શિક્ષણ
સંસ્કાર
રિત રિવાજ
જ્ઞાન પ્રસરાવવાનું કાર્ય કરતો આવ્યો છે. સતત અને અવિરત વાલ્મીકીથી શરૂ કરી સાંદિપની, યાજ્ઞવલ્કય, ચાણક્ય, સોક્રેટીસ, લેલીન, રસેલ, માર્કસ અનેક શિક્ષકોએ સમાજમાં સતત નવા વિચારો આપ્યા જ નહિ પરંતુ તે વિચાર પર સમાજને ચાલતો કર્યો છે.
રામ અને કૃષ્ણ જેવા શિક્ષકો તો આજે પણ માર્ગદર્શન કરી રહ્યા છે.
આ એ જ સમાજ છે કે જે આજે શિક્ષક દિવસ મનાવે છે. આ તો આજના જમાનામાં સામાન્ય છે જે તહેવાર આવે તેના ગીતો વગાડવાના અને જાય એટલે એ સરંજામ લઇને બીજાની તૈયારી કરવાની.
મિત્રો શિક્ષક એ ખાલી ભણાવતો નથી તે ભણતા કરે છે. ખાલી હોમવર્ક આપે એ શિક્ષકનું કામ નથી. પણ જીવન સમજાવી જાય એ કામ છે. આજે આ દેશમાં સૌથી વધુ જરૂર મારી.... એટલો કે એક શિક્ષકની છે. હવે કંઇ કરવાનો દિવસ અને અવસર છે.
સમાજમાંથી ગંદકી દૂર કરવાનું શિક્ષણ હોય કે
સમાજને સ્વચ્છતાની ટેવ પાડવાનું શિક્ષણ હોય
ભ્રષ્ટાચાર રોકવાનું શિક્ષણ હોય કે તેની સામે લડવાનું
કુરિવાજો સામે અવાજ ઉઠાવનાર શિક્ષકની આજે જરૂર છે
એક સામાન્ય માણસ અંધશ્રદ્ધા ફેલાવે અને આપણે તે રોકી પણ ન શકીએ...!!!
જવા દો
સવાલ એ નથી કે શું કરવું પણ મિત્રો
ચાણક્ય પર મને આજે પણ એટલો જ વિશ્વાસ છે તેથી માનું છું કે તેની વાત સત્ય પણ હશે જ. સમાજને કોઇ બદલી શકશે તો આપણે જ...!!!
હિંમત અને જ્ઞાનયુક્ત શક્તિની જરૂર છે બાકી શિક્ષણ તો હવે વેચાવા લાગ્યું છે અને ૧૦૦૦ ₹ કલાક ના ભાવે શિક્ષક પણ બજારના ટ્યુંશન શોરૂમ મા અવેલેબલ છે.
પણ આજે જો આ દિવસ મારો હોય
હેમંત પંચાલનો હોય તો હું હિંમત અને વિશ્વાસથી કહું છું કે આપણે લડીશું
મહેનત કરીશું
વિશ્વાસ કરીશું
પ્રયાસો કરીશું
પણ આ દિવસ માટે સમાજ દ્વારા આપણને જે માન મળ્યું છે તેની કિંમત ચૂકવીશું
સમય જરૂર બદલાયો છે
વિચારધારા પરિવર્તિત થઇ છે
તપોનવનથી આશ્રમશાળા અને ત્યાંથી ટ્યુંશન ક્લાસિસ એમ બદલાવ આવ્યો છે
પણ તમામ બદલવા શિક્ષણ અથવા શિક્ષણ માટે જ થાય છે
તે પરિવર્તિત કરવાનું માધ્યમ તો કોઇ ને કોઇ રૂપે શિક્ષક જ રહેતો આવ્યો છે.
આજે પરિવર્તનની જરૂર વાળા તમામ ક્ષેત્રમાં પરિવર્તન લાવીને તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરીને
એક શ્રેષ્ઠ સમાજની રચના કરીને.... આ સાથે આજે શિક્ષક દિવસે અમારા 3 વગરના તમામ શિક્ષકોએ ખુબ સરસ કામગીરી કરી જો કે અમે પણ કામગીરીમાં જ હતા. જોડાયેલ તમામ બાળકોને અભિનંદન...
સમગ્ર દિવસને સફળ બનાવવા માટે મદદરૂપ સૌનો આભાર.....
|
ક્રમ |
ધોરણ |
વર્ગ |
જાતિ |
શિક્ષક તરીકે આવનાર
વિદ્યાર્થીનું નામ |
|
1 |
3 |
અ |
કુમાર |
અંસારી અરકાન નસીમ ભાઈ |
|
2 |
3 |
અ |
કન્યા |
રંગરેજ સાનિયા શાહરુખ |
|
3 |
3 |
બ |
કુમાર |
શેખ ફેજલ નુરુદિન |
|
4 |
3 |
બ |
કન્યા |
પઠાણ ફાતમાબાનુ સરફરાજ |
|
5 |
3 |
ક |
કુમાર |
અન્સારી તરન્નુમ શેહઝાદ અલી |
|
6 |
3 |
ક |
કન્યા |
શાહ રશીદ મો. રાસીદ |
|
7 |
3 |
ડ |
કુમાર |
શેખ માહીર નાસીરભાઈ |
|
8 |
3 |
ડ |
કન્યા |
સૈયદ અલીઝાબાનુ
જાવેદહુસેન |
|
9 |
3 |
ઇ |
કુમાર |
શેખ સોહેબ મોસીનભાઈ |
|
10 |
3 |
ઇ |
કન્યા |
પઠાણ શફીના શાહ નવાજ |
|
11 |
3 |
એફ |
કુમાર |
પઠાણ મો.અસાદખાન મો.અનીશ |
|
12 |
3 |
એફ |
કન્યા |
બઘેલ ખુશી રામવીર |
|
13 |
4 |
અ |
કુમાર |
અંસારી અયાન ઇરશાદ |
|
14 |
4 |
અ |
કુમાર |
અંસારી સુફિયાન અબરાર |
|
15 |
4 |
અ |
કન્યા |
અંસારી ઇફરા જનુબદ્દિલ |
|
16 |
4 |
અ |
કન્યા |
અંસારી આના મો.નસીમ |
|
17 |
4 |
બ |
કુમાર |
કુરેશીઆસ્તા બખાન ફારક ખાન |
|
18 |
4 |
બ |
કુમાર |
અન્સારી બિલાલ ઉસ્માનગની |
|
19 |
4 |
બ |
કન્યા |
શેખ સાલેહાબાનો તબરે
જુઅલી |
|
20 |
4 |
બ |
કન્યા |
અલીશા અલી હુસેન શેખ |
|
21 |
4 |
ક |
કુમાર |
રંગરેજ આન્સુ આસીન |
|
22 |
4 |
ક |
કુમાર |
અન્સારી અફજલ અફરોજ |
|
23 |
4 |
ક |
કન્યા |
અન્સારી મુબસિરા અકબર અલી |
|
24 |
4 |
ક |
કન્યા |
કુરૈશી જોહા મો. હનીફ |
|
25 |
4 |
ડ |
કુમાર |
પઠાણ ઇરફાન ઇમરાન |
|
26 |
4 |
ડ |
કુમાર |
મન્સુરી સાહિલખાન સાહિદખાન |
|
27 |
4 |
ડ |
કન્યા |
અંસારી જીનતપરવીન નૂરમોહમ્મદ |
|
28 |
4 |
ડ |
કન્યા |
મનસુરી અમરીન મુકીમભાઇ |
|
29 |
4 |
ઇ |
કુમાર |
વાલીકર અમાન સાબીર |
|
30 |
4 |
ઇ |
કુમાર |
મલેક મો.ઉમર મો. વસીમ |
|
31 |
4 |
ઇ |
કન્યા |
શેખ ફિરદોસ ફતેમા
રુક્મુદ્દીન |
|
32 |
4 |
ઇ |
કન્યા |
અન્સારી ઝરીનબાનુ
અબ્દુલવરીસ |
|
33 |
4 |
એફ |
કુમાર |
અનસારી અલબકસ અસલ |
|
34 |
4 |
એફ |
કુમાર |
અનસારી અલનવાઝ અસલમ |
|
35 |
4 |
એફ |
કન્યા |
લુહાર શાફિયા સત્તારભાઇ |
|
36 |
4 |
એફ |
કન્યા |
અન્સારી જુબેરયાનાજ
મોહંમદઅશરફ |
|
37 |
5 |
અ |
કુમાર |
પઠાણ રેહાનખાન અખતર ખાન |
|
38 |
5 |
અ |
કુમાર |
અન્સારી અલ્લારખાં અશરફઅલી |
|
39 |
5 |
અ |
કુમાર |
પઠાણ ફરહાન ખુરશીદઆલમ |
|
40 |
5 |
અ |
કન્યા |
અન્સારી મુન્નીખાતુન
મોહમ્મદ રહેમત |
|
41 |
5 |
અ |
કન્યા |
અન્સારી શહીદુનિશા ઈસરાર
અહેમદ |
|
42 |
5 |
અ |
કન્યા |
શેખ અશફીયા બાનુ
મોહમ્મદ ઇમરાન |
|
43 |
5 |
બ |
કુમાર |
અન્સારી જુનેદ રહેમત |
|
44 |
5 |
બ |
કુમાર |
શેખ જીસાન ગુલામમહમદ |
|
45 |
5 |
બ |
કુમાર |
અન્સારી શાહિદ શાહનવાજ |
|
46 |
5 |
બ |
કન્યા |
શેખ ઇલમા વેસઅલી |
|
47 |
5 |
બ |
કન્યા |
પઠાણ સુમેરા ઇમરાનખાન |
|
48 |
5 |
બ |
કન્યા |
રંગરેજ આલિયાબાનું
અબ્દુલમજર |
|
49 |
5 |
ક |
કુમાર |
રંગરેજ મહંમદરૌનક
સાજીદહસેન |
|
50 |
5 |
ક |
કુમાર |
ઘાંચી સફવાન નસરૂદ્દીન |
|
51 |
5 |
ક |
કુમાર |
શુક્લા ઉતકર્ષ દેવકુમાર |
|
52 |
5 |
ક |
કન્યા |
શેખ નાઝમીન આસીફ્ભાઈ |
|
53 |
5 |
ક |
કન્યા |
ઘાંચી આયતબાનુ
મુખ્તીયારભાઈ |
|
54 |
5 |
ક |
કન્યા |
શેખ સહેનુર
મોહમદઅયુબભાઈ |
|
55 |
5 |
ડ |
કુમાર |
પઠાણ મુદદ સિંર ઇજહાર
હુસેન |
|
56 |
5 |
ડ |
કુમાર |
તિવારી શાંતનુ સુનિલ કુમાર |
|
57 |
5 |
ડ |
કુમાર |
પઠાણ અતિક ખાન ફિરદોસ
ખાન |
|
58 |
5 |
ડ |
કન્યા |
પઠાણ નાઝિયાબાનુ સલીમભાઈ |
|
59 |
5 |
ડ |
કન્યા |
ખાન સના બાનું મોહમ્મદ
નસીમ |
|
60 |
5 |
ડ |
કન્યા |
પઠાણ નાઝીયાબાનું હદીસ
ખાન |
|
61 |
5 |
એફ |
કુમાર |
શેખ અસરફ મો.કલીમભાઈ |
|
62 |
5 |
એફ |
કુમાર |
શેખ આશીક મો.આદીલ |
|
63 |
5 |
એફ |
કુમાર |
પઠાન સોહેલખાન સરફરાજખાન |
|
64 |
5 |
એફ |
કન્યા |
શેખ ફલક સમસુદીન |
|
65 |
5 |
એફ |
કન્યા |
શેખ હીનાફાતિમા
રુકૂમુદીન |
|
66 |
5 |
એફ |
કન્યા |
અંશારી અલિસ્બાબાનુ
ઈબરારએહમદ |
|
67 |
5 |
જી |
કુમાર |
પઠાણ અરહાન અકબરખાન |
|
68 |
5 |
જી |
કુમાર |
પઠાણ મો.હુસેન નજીરખાન |
|
69 |
5 |
જી |
કુમાર |
અંસારી અબદુલવહામ મો.અબરાર |
|
70 |
5 |
જી |
કન્યા |
શેખ સુહાના તાજુદીન |
|
71 |
5 |
જી |
કન્યા |
બેલીમ સાનીયા સલીમ |
|
72 |
5 |
જી |
કન્યા |
પઠાણ માહેનૂર સરોજખાન |
7567853003, vaishwika@gmail.com #IsanpurPublicSchool2 , @AmcIps2












































Nice Celebration..👍👍👌
ReplyDeleteતમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન..
Great job done
ReplyDelete