રાષ્ટ્રધ્વજ ચિત્રાંકણ... આઝાદી કાં અમૃત મહોત્સવ....

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 અંતર્ગત આજ રોજ રાષ્ટ્રધ્વજ દોરવા અંગેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા અતર્ગત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની તમામ શાળાઓમાં બાળકો દ્વારા 100000 એક લાખ બાળકોએ પોતાની શક્તિ પ્રમાણે રાષ્ટ્રધ્વજ બનાવ્યા. 
અત્રેની ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 અંતર્ગત કુલ 500 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સમજ મુજબ રાષ્ટ્રધ્વજ દોર્યા. ત્રિરંગો એ આપણા સૌના ગૌરવનું પ્રતિક છે, આપણા રાષ્ટ્રનું અભિમાન છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે ભારતની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થતા હોઇ તેની ઉજવણી કરવાનું શ્રેષ્ઠ આયોજન કરેલ છે. આવા  આયોજનો દ્વારા બાળકોમાં વિવિધ ગુણોનું સર્જન થાય છે.
બાળકોમાં રાષ્ટ્રધ્વજના સન્માનનો ભાવ કેળવાય છે.
તમામ બાળકો પોતાના રાષ્ટ્રધ્વજને ઓળખે છે.
રાષ્ટ્રધ્વજના રંગોથી પરીચિત થાય તથા તે પ્રત્યેક રંગનો ઉપયોગ સમજે છે.
રાષ્ટ્ર માટે બલિદાન આપનાર શહીદો વિશે સમજ કેળવે છે.
આઝાદી કઇ રીતે મળી તેની સમજ કેળવે છે.
પોતાનામાં રહેલી શક્તિ બહાર લાવી શકાય છે.
બાળકોમાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય છે તથા બાલ્યાવસ્થાથી તેઓ રાષ્ટ્ર માટે પોતાની ભૂમિકા સમજે છે.
અમારી શાળામાં છેલ્લા 3 દિવસથી આયોજન કરવામાં આવેલ કે તમામ બાળકો પોતે રાષ્ટ્રધ્વજ બનાવે. સાથે તેનું સન્માન જળવાય તે માટે પણ સમજ આપવાનું કાર્ય કરવામાં આવેલ. આયોજન પ્રમાણે આજ રોજ તમામ બાળકો એક સાથે એક સમયે પોતાના ચિત્રો દોરે અને તેમાં રંગ ભરે તેનું આયોજન કરવામાં આવેલ. તમામ બાળકોને જાણ કરવામાં આવેલ કે પોતે કલર લઇ આવે અને તમામ બાળકોને ચિત્ર દોરવા માટે ડ્રોઇંગ પેપર આપવામાં આવશે. શાળાએ પણ તૈયારી રાખેલ કે જે બાળક પાસે કલર ન હોય તેને આપી શકાય. 
નક્કી કર્યા મુજબ આજ રોજ ધોરણ 4 અને 5 ના કુલ 500 જેટલા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રિતે બેસાડવામાં આવ્યા. શિક્ષકોએ તેમને અગાઉ વર્ગમાં સમજ આપેલ જ હતી કે આપણે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રધ્વજ દોરવાના છે, ફક્ત દોરવાના એમ જ નહિ પણ તેનું સન્માન સમચવાય તેમ કરવાનું છે. સૌ બાળકોને વ્યવસ્થિત રીતે ડેસ્ક આપીને બેસાડવામાં આવ્યા અને નક્કી સમય પ્રમાણે તમામ બાળકોને કાગળ તથા જરૂરી રંગો આપવામાં આવ્યા. તમામ બાળકોએ પોતાની રીતે ધ્વજ દોરવાના શરૂ કર્યા. પોતાની રીતે રાષ્ટ્રધ્વજના રંગો પૂરવાનું શરૂ કર્યું. જોત જોતામાં તો 500 જેટલા ધ્વજ દોરાઇ ગયા. આટલું ઓછું હોય તેમ ધોરણ 1 થી 3 ના શિક્ષકો અને બાળકોએ પણ વિચાર કર્યો કે અમારા બાળકો પણ કેમ રહી જાય. તો તે નાના ધારણમાં પણ 100 જેટલા બાળકોએ રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કર્યું. 
આજે સૌના મુખ પર આનંદ હતો કે આપણે સ્વતંત્રતા મેળવવામાં ભાગીદાર ન હતા પરંતુ આજે તે અવસરને, શહીદોના બલિદાનને નમન કરવાનો એક અવસર મળ્યો તેને ઉજવવામાં કોઇ કચાશ રાખવી પોસાય તેમ નથી. 
આમ આજ રોજ કુલ 600 જેટલા બાળકો અને 25 શિક્ષકોએ ભાગ લીધો. અંતે તમામ બાળકોએ અમૃત મહોત્સવના 75 વર્ષની પ્રતિકૃતિ નિર્માણ કરી. 
તમામ બાળકોને જરૂરી તાલીમ અગાઉ આપવામાં આવેલ તે પ્રમાણે તમામ બાળકોએ હોંશ અને ઉલ્લાસ ભેર સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો. અલ્પાબેન દ્વારા ઘરેથી ત્રિરંગા દુપટ્ટા લાવવામાં આવેલ તેમાંથી ત્રિરંગો બનાવ્યો અને તેને સાથે રાખી આગળનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
બાળકોનો આનંદ એટલો હતો કે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. તમામ બાળકોએ હર્ષભેર આયોજનમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધવી. ત્યાર બાદ તમામ બાળકોને અમૃત મહોત્સવની પ્રતિકૃતિ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. તમામ બાળકોએ એક થઇ ૭૫ ની સરસ પ્રતિકૃતિ નિર્માણ કરી. બાળકો ગોઠવાઇ ગયા અને પોતે નિર્માણ કરેલ ઝંડાનું પ્રદર્શન કર્યું. તૈયાર થયેલ તમામ રાષ્ટ્રધ્વજ એકત્ર કરી સન્માનપૂર્વક મૂકવામાં આવ્યા. તમામ બાળકો વર્ગમાં ગયા અને ત્યાં પોતાના વર્ગ શિક્ષક સાથે પણ ફોટોગ્રાફી કરવામાં આવી. 
બાળકોને આવનાર સમયમાં ભારતની પ્રગતિનો આધાર આ ઝંડો બને તે માટેની પુરી સમજ આપવામાં આવી. બાળકોને આ સમયમાં તેમને કરવામાં કાર્યની સમજ આપવામાં આવી. ખરેખર આજે સૌ બાળકોને પ્રસન્ન જોયા તેનો આનંદ સદૈવ રહેશે. બાળકોને નવીન કાર્ય કરવાની પ્રેરણા મળી અને સાથે દેશની આઝાદીનો ઇતિહાસ જાણવાની સમજ મળી જે કાર્યક્રમની સફળતા કહી શકાય.
સોના આભાર સાથે.....
ખાસ તમામ શિક્ષકોનો આભાર.....
બાળકોને હેમંતભાઇ તથા અશોકભાઇ તથા અન્ય શિક્ષકો દ્વારા પ્રસંગને અનુરૂપ સમજ આપવામાં આવી. અંતે તમામ ચિત્રો ભેગા કરવામાં આવ્યા કે જેથી તેનું સન્માન સચવાય. તેમ આયોજન કરવામાં આવ્યું.











































Comments

  1. ખૂબ સરસ..👍👍👍
    તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન..

    ReplyDelete

Post a Comment

Thanks A lots...