ભારતમાતા પૂજન_આઝાદી કા અમૃત મહોત્સવ

સમગ્ર રાષ્ટ્ર આજે આધાદી મળ્યાના 75 વર્ષની હર્ષભેર, કૃતજ્ઞતા પૂર્વક, ,સંકલ્પબદ્ધ થઇને ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણી કરવી જ જોઇએ કારણ કે આપણે આઝારી માટેની કોઇ લડાઇ લડ્યા તો નથી પણ આ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લેવાનું સૌભાગ્ય આપણને અનેક શહીદોએ આપ્યું છે. તો આપણે તેમના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સતત એવા કાર્યો કરવા તૈયાર રહે છે કે જેનાથી બાળકોમાં સર્જનશીલતા, નવીનતા, શીખવાની તકો, રાષ્ટ્રભાવના, દેશદાઝ, સેવા, સહકાર જેવા કાર્યો માટે સતત અગ્રેસર રહીને કાર્ય કરે છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની તમામ શાળામાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કોઇ કાર્યક્રમ ન હતો આ એક ભાવના છે, એક વંદન છે. તે અંતર્ગત તમામ શાળાઓમાં આજે ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું. સૈનિક પરિવારનું સન્માન કરવામાં આવ્યું. આવનારી પેઢીને રાષ્ટ્રપ્રેમ જાગૃત થાયતેવી પ્રેરણાદાયી સમજ આપવામાં આવી. આનંદની વાત એ રહી કે સ્કૂલ બોર્ડ ટીમ પણ અનેક શાળાઓમાં આ કાર્યક્રમમાં જોડાઇ.

ભારતમાતા પૂજન કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા તમામ શાળાઓને એક ભારતમાતાની પ્રતિકૃતિ આપવામાં આવેલ જે ખરેખર પ્રશંસાપાત્ર કહી શકાય તેવું પગલું છે. અમારી શાળામાં પણ તેમના દ્વારા એક પ્રતિકૃતિ શાળાને મળેલ જેનો સહારો લઇને અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. દક્ષિણ ઝોન અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ અશોકભાઇ પંચાલ અમારી જ શાળામાં છે તેઓ પણ એક્ટીવ રહી કાર્યક્રમાં યોગ્ય ભાગીદીરી નિભાવી.

આમ તો શાળામાં ધોરણ 1 થી 5 માં કુલ 1549 વિદ્યાર્થી ભણે છે તે પૈકી આજે 1296 હાજર રહ્યા તો તમામને કાર્યક્રમાં જોડી શકાય તેમ હતા નહિ તેથી ધોરણ 5 ના 294 બાળકોને લઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાળકોને સમગ્ર કાર્યક્રમની માહિતી આપવાની હતી. અમારા દક્ષિણ ઝોનની સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્પેશભાઇ ઉપાધ્યાય હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી વિક્રમસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું. શરૂઆતે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. જેમાં સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્પેશભાઇ, મુખ્ય શિક્ષક તરીકે હું અને શૈક્ષિક સંઘના દક્ષિણ ઝોન પ્રમુખ અશોકભાઇ પંચાલ તથા સ્ટાફ હાજર રહ્યો. ત્યાર બાદ ભારતમાતાને ફુલ અર્પણ કરીને પૂજન કરવમાં આવ્યું. બાળકીઓએ સુંદર પ્રાર્થનાની રજૂઆત કરી. ત્યાર બાદ વિક્રમસિંહ દ્વારા દેશભક્તિ ગીત બાળકોને કરાવવામાં આવ્યું. પુસ્તક અર્પણ કરીને સીઆરસી નું સ્વાગત કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં શાળાના મુખ્ય શિક્ષક શ્રી હેમંતભાઇ પંચાલે ( એટલે કે મે ) સમગ્ર કાર્યક્રમ માટે બાળકોને સમજ આપી. આમ તો હુ ક્યારેય ભાષણ આપતો નથી પણ આજે મારો પ્રિય વિષય હતો ભારતીય સંસ્કૃતિ અને ભારતમાતા બનવા અંગેની સમજ બાળકોને આપવી. તો વિગતે આજે ચર્ચા કરી. ઋષિ સંસ્કૃતિ થી શરૂ કરીને અવતાર વાદ મુદ્દે બાળકો સાથે ચર્ચા કરી. વર્ષો પહેલાના અખંડ ભારતની ચર્ચા કરી. સાથે આજે ભારત ક્યાં છે તેની પણ સમજ આપવા પ્રયત્ન કર્યો. ભારતને સ્વતંત્ર બનાવવા કરવામાં આવેલ સંઘર્ષની ચર્ચા કરી. સાથે આજે બાળકો શું કરીને રાષ્ટ્ર સેવા કરી શકે તેની ચર્ચા કરી. કચરો ન કરીને દેશ સેવા કરી શકાય, અભ્યાસ કરીને દેશસેવા કરી શકાય. તેવી અનેક બાબતોની ચર્ચા કરી.

સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્પેશભાઇએ પણ પ્રસંગ પ્રમાણે બાળકોને માર્ગદર્શિત કર્યાં. નકામી વીજળી ન ઉપયોગ કરીને દેશ સેવા કરી શકાય તેમ સમજાવીને તેમને બાળકોને અપીલ કરી કે ઘરે જઇ પોતાના પરિવારને જણાવે કે આ વર્ષે ભારતની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા. ત્રિરંગા યાત્રા વિશે સમજ આપી. હરઘર ત્રિરંગાની વાત કરી.

સૌનો આભાર માની બાળકો તથા શિક્ષકોએ ભારત માતાને વંદન કર્યા. દરેકે એક એક સંકલ્પ કર્યો. આ પરંપરા આગળ વધારીશું અને તમામ બાળકો સંકલ્પિત થઇ કોઇ એક સારુ કાર્ય કરે તેવા પ્રયત્નો કરીશું,. આમ સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યો. બાળકોને પણ નવું જાણવા મળ્યું. ચોક્કસ તેનો લાભ આવનાર પેઢીને થશે જ.

આવો સુંદર કાર્યક્રમ આપવા માટે સ્કૂલ બોર્ડના આભારી છીએ. તથા ધોરણ 5 ના તમામ શિક્ષકો શ્રી કામિનીબેન, વિક્રમસિંહ, ખ્યાતિબેન, સ્મિતાબેન, સરોજબેન, જ્યોતિબેન સાથે સમગ્ર કાર્યક્રમમાં યોગ્ય ભૂમિકા રાખનાર સમીરભાઇ સૌનો શાળા પરિવાર તરફથી હું આભારી રહીશ.

Contact Us...
Mo - 7567853006, Email Id - vaishwika@gmai.com, 
Facebook - #IsanpurPublicSchool2, twitter - @AmcIps2 
























Comments

Post a Comment

Thanks A lots...