અમૃત મહોત્સવ ઉજવણી 15 ઓગસ્ટ 2022

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ ખાતે આજ રો સ્વતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ કોઇ પરિપત્રના અનુસંધાને ઉજવણી કરવામાં આવે તેવું કોઇ શાળામાં કે સંસ્થામાં હોતુ નથી. આજે તમામ સરકારી, ખાનગી સંસ્થાઓમાં તમામ દેશવાસી આજના દિવસની ઉજવણી કરે જ કરે છે. આ ઉજવણી માટે તમામ હૈયા આજે પ્રફુલ્લિત જોવા મળે છે. તમામ હૈયામાં અનેરો ઉત્સાહ જણાય છે. સમગ્ર ભારતવર્ષ ની ભૂમિમાં રહેનાર પ્રત્યેક આબાલવૃદ્ધ સૌ પોતાની રીતે આજે ઉત્સવ મનાવે છે.

વ્યક્તિગત મને આજનો દિવસ ખૂબ પ્રિય છે. આજે શહીદોએ પોતાના લોહી રેડીને જે સ્વતંત્રતા અપાવી છે તેમને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવાનો દિવસ છે. આ વર્ષ તો ખાસ છે કારણ કે આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા. આપણે સૌ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ખરેખર આ સામાન્ય બાબત નથી. આપણે આજે વિચાર કરવાનો સમય છે કે આ 75 વર્ષમાં આપણે શું મેળવ્યું. આગળ આપણે ક્યાં જવાના છીએ તેનો રોડમેપ તૈયાર કરવાનો આ સમય છે. 

છેલ્લા ઘણા સમયથી શાળામાં અમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરીને ઉજવણી કરી રહ્યા છીએ. આપ સૌ સતત પરિચિત રહ્યા છો કે અમે શાળામાં આજના દિવસની ઉજવણી ખાલી આજે જ કરી નથી. બાળકોને રાષ્ટ્રધ્વજ દોરીને તેની સમજ આપવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ તિરંગા .યાત્રા દ્વારા સમાજ સુધી પહોંચવાનો કાર્યક્રમ કર્યો. તમામ બાળકો અને શિક્ષકો એક એક સંકલ્પ કરીને આગળ વધે તે માટે સૌને પ્રોત્સાહિત કર્યા જેના પરીણામ મળી રહ્યા છે. વાલી મિટીંગ કરીને તેમને પણ આ કાર્યમાં સહભાગી થવા માટે આમંત્રિત કર્યા. આમ સતત વિવિધ કાર્યક્રમ કરતા કરતા અમે આજના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તમામ શિક્ષકોએ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાખ્યા. તેનું સન્માન સાચવ્યું.

આજ રોજ નક્કી કર્યા મુજબ સવારે 9.00 વાગે ધ્વજવંદન વિધીનો કાર્યક્રમ કરવાનો હતો.  સતત શાળાને મદદ કરતા એવા સમાજના શ્રેષ્ઠ નાગરિકોને આમંત્રિત કરેલા. અમારી શાળાની SMC તથા વાલીને બાળકો દ્વારા જાણ કરવામાં આવેલ. સફાઇ શ્રેષ્ઠ કાર્ય છે તેમ અમને સમજ છે. આજે શાળાને સતત મદદરૂપ થતી સંસ્થાના વડા શ્રી રાણા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવાનું આયોજન કરવામાંં આવેલ. તેમને અગાઉ જાણ કરવામાં આવેલ. અમારા લાંભા વોર્ડમાં તેઓની રાહબરી હેઠળ સતત સારા કાર્યો થઇ રહ્યા છે. શાળામાં કોઇ પણ પ્રસંગ હોય અને સફાઇ કે અન્ય મદદ માટે હાક ભરીએ કે તરત તેમની ટીમ તૈયાર. સતત તેમનું સન્માન કરવાની ઇચ્છાઓ મનમાં રહેતી. તો આજે તેમની સાથે તેમની સમગ્ર ટીમ જોડાઇ તે આનંદની વાત રહી.

શ્રી રાણા સાહેબ સતત શાળામાં આવતા બાળકો માટે તૈયાર રહે છે. બાળકોને અગવડ ન પડે તે માટે શાળા દ્વારા કોઇ રજૂઆત કરવામાં આવે તો સતત ઉત્સાહપૂર્વક મદદરૂપ બને છે, આજ રોજ તેમના અધ્યક્ષપણા હેઠળ સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તેઓ વ્યસ્તતા વચ્ચે હાજર રહ્યા તે સૌભાગ્ય કહી શકાય. ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 ના શિક્ષક સંજય ભગોરાનું પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 ના NMMS માં સફળ વિદ્યાર્થીઓ કે જ ેપરીક્ષામાં પાસ થયા તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી.

શાળામાં ત્યાર બાદ SMC તથા વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. વેક્સીનેશન, બાળકોની નિયમિતતા, સતત અભ્યાસ, એમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્ર વિકાસમાં પોતે શું યોગદાન આપી શકે તે, સમગ્ર શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓના લાભ મેળવવાની જેવી ચર્ચા ઓ કરવામાં આવી. આમ સમગ્ર કાર્યક્રમ ખુબ સુંદ રીતે યોજાયો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિક્રમસિંહ ઝાલા એ કર્યું. આગળના 3 દિવસથી તેઓ તૈયારી કરે ત્યારે સમગ્ર કાર્યક્રમ સાર્થક રીતે પૂર્ણ કરી શકાય. રાષ્ટ્ર ધ્વજ નો ધોવાનો, સ્તંભ તૈયાર કરવાનો, બાળકોને રાષ્ટ્રગાન તૈયાર કરાવવાના કાર્ય તેઓ સતત ઉત્સાહ પૂર્વક કરે. તો શાળા પરિવાર તરફથી તેમનો આભાર જેટલો માનવામાં આવે એટલો ઓછો છે. સમગ્ર કાર્યક્મમાં બન્ને શાળાના શિક્ષકો તથા સારી સંખ્યામાં વાલી હાજર રહ્યા તથા બાળકોને રોકડ ઇનામ આપીને બિરદાવ્યા તે માટે સૌનો આભાર...

શિક્ષણ જ સ્વતંત્રતાને સંભાળી, સાચવી અને સમજી શકશે તેવો મારો સ્પષ્ટ મત છે. આઝાદીના અમૃત મહોત્સવે આપ સૌ પરિવારજનો ( ભારતીયો - કે જે ધર્મ, જાતિના ભેદથી અલગ છે ) ને સ્વતંત્રતા દિવસની શુભકામના

ગુલામ માનવીની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. સામાન્ય વિચાર કરવો હોય તો આપણાથી એક પગલું પાછળ કાર્ય કરનાર કર્મચારીની જગ્યાએ પોતાને એક વાર મૂકી જોજો...!!!


પરાધીનતાથી સ્વાધીનતા 

ઉદાસીમાંથી આશાના કિરણ

કેદમાંથી મુક્તિનીએ કલ્પના

ગુલામીમાંથી આઝાદી

પરતંત્રતાથી સ્વતંત્રતા સુધીની આ સફર આ દેશ માટે કેટલી મોંઘી છે તેની કલ્પના કરી શકવાની હાલતમાં હું નથી. આ સફરમાં મારી ભૂમિ એ

ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદી જેવા સાચા અર્થમાં પુત્ર કહી શકાય એવા શહીદોના લોહીથી પોતાની માટીનો એક એક કણ રંગ્યો છે. સમર્થ ભારત માટે તેમને જોયેલા સપના અધૂરા રાખ્યા છે.

ખરેખર આજની આ સ્વતંત્ર લોકશાહી માટે વ્યક્તિગત મે આ શહીદોના બલિદાન લીધા છે. બસ હું કહેવા માંગુ છું કે ઘણી મોટી કિંમત ચૂકવી છે. પણ આટલું ગુમાવ્યા પછી પણ જ્યારે એ આઝાદ ભારતના નાગરિકને જોતા હશે ત્યારે તેમને વ્યથા થતી હશે કે શું બાકી રહી ગયું હતું...???

રક્તનું અંતિમ ટીપું આપી દીધું

બાળપણ જ નહિ યુવાની આપી દીધી

જીવનની તમામ રાતોની ઉંઘ આપી દિધી

સુખ ચેનની તમામ ક્ષણો આપી દીધી

આટલું આપ્યા પછી પણ આ દેશનો નાગરિક ( નાગરિક કહી શકાય કે કેમ તે વિચારવું પડે ) દેશહિતની પ્રવૃત્તિઓમાં પણ સામે પડશે. અમારા નામે કંઇ નહિ એ ચોક્કસ શ્રેષ્ઠ વાત છે કારણ કોઇ સ્મારક, રસ્તો, એવોર્ડ જોઇને યાદ આવે અમારી તો કોઇ અર્થ નથી.

મિત્રો

આજનો દિવસ મારો પ્રિય તહેવાર છે

હું મારા નિર્ણય જાતે કરી શંકુ છું તો ચાલો કરીએ કંઇ સંકલ્પ શહીદો માટે

સફાઇ કરતા પહેલા ગંદકી ન થાય તે જોઇશ

ટેક્ષ ભરીશ

રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન કરીશ. 

મારું કૌશલ્ય દેશહિતાર્થ ઉપયોગ કરીશ.

ખુલ્લી હવામાં શ્વાસ લઈએ છીએ આજે અમે કારણ આપે અમારા શ્વાસ માટે તમારા શ્વાસની ચિંતા નથી કરી.....

ડનલોપના ગાદલામાં શાંતિથી સુઈ શકીએ છીએ અમે કારણ આપે આખી આખી અનેક રાતો આઝાદી મેળવવાના વિચારોમાં વિતાવી દીધી છે...... 

વાતાનુકુલીન વાતાવરણ માં અમે ભવિષ્યના સ્વપ્નો જોઈએ છીએ કારણ આપે ટાઢ, તડકો અને વરસાદની કલપના પણ ન કરી.....

બની શકે કે આજે અમને જોઇને આપનું હૃદય કલ્પાંત કરતુ હશે......

આકરણ કરતુ હશે.....

રડતું હશે.....

પણ આઝાદીના આ પાવન પર્વ ની ઉજવણી ના નાદમાં આપની એક પણ કુરબાની ભૂલ્યા નથી.....

હા બની શકે અમે રસ્તો ભૂલ્યા છીએ પણ બદલીશું અમે આ ભારત ને.....

બનાવીશું એને આપના કલપના માં રહેલું ભારત......

ચાલો મિત્રો આજે સંકલ્પ કરીએ...

બાળકોના આદર્શ અમે આપણે બનાવીશું.....

યુવાનોમાં જોમ અમે આપનો ભરીશું.....

મહિલાઓમાં સબળા થવાનું સામર્થ્ય ભરીશું.....

વૃદ્ધોમાં ફરીથી દાંડી યાત્રા કરવાનું સાહસ આપીશું...

કોઇપણ ફરિયાદ વિના અંતિમ બાળકને શાળાએ લઇ આવીશું...

પ્રત્યેક સ્ત્રીને સન્માન આપીશું....

રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેક મનમાં વસાવવા પ્રયત્ન કરીશું...

આપના લોહીના એક એક ટીંપાની કિંમત અમને ખબર છે...

ખુશી આપની અમારી ખુશીમાં છે પરંતુ એ ખુશી સશક્ત, સમૃદ્ધ ભારત નિર્માણમાં છે તેની અમને સમજ છે...

આવા સંકલ્પ સાથે તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામના

હું હેમંત પંચાલ મારૂ યોગદાન નવસર્જનમાં આપી શંકુ તેવી શક્તિ મળે એવી પ્રાર્થના સાથે...

Hemant Panchal

#IsanpurPublicSchool2

7567853006, vaishwika@gmail.com







































Comments

  1. Nice Celebration
    શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન..

    ReplyDelete
  2. nice celebration jay ho..

    ReplyDelete

Post a Comment

Thanks A lots...