સમગ્ર રાષ્ટ્ર આજે વર્ષોની ગુલામીથી મુક્ત થયાના સમયને ઉત્સવ તરીકે મનાવી રહ્યું છે. આ વર્ષે મા ભરતીની સ્વતંત્રતાના 75 વર્ષે... અમૃત મહોત્સવનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા આ શબ્દ જ સૌને પ્રિય છે. મારે ક્યાં જવું, શું ખાવું, શું બોલવું તમામ બાબતોમાં સ્વતંત્રતા મળવી એ ખરેખર શ્રેષ્ઠ છે. સ્વતંત્રતા મળ્યા પછી પણ લોકશાહીમાં જીવવા મળવું એ તો ચોક્કસ કલ્પના બહાર છે. ( જો કે આપણે આ સ્વતંત્રતા અને લોકશાહીને લાયક છીએ કે નથી તેથી ચર્ચા કરવાનો વિષય નથી. )
સ્વતંત્રતા એક નશો છે પણ તેનો કેફ ન થવો જોઇએ એવું મારું માનવું છે આ બાબતે ક્યારેક વિચાર કરીશું. શહીદેઆઝમ ભગતસિંહ કહેતા કે પહેલા માનવ તૈયાર કરો, તેને સ્વતંત્રતાને લાયક બનાવો, તેને લોકશાહી દેેશમાં જીવન જીવવાની સમજ આપો, બાકી તો ગોરાને ગાદીથી ઉતારીને ભોળાને ગાદી પર બેસડવાથી કોઇ લાભ થવાનો નથી. જવા દો આ વર્ષમાં આપણે જીવીએ છીએ તેનું ગૌરવ, ખુશી અને આનંદ મનાવવાનો સમય છે અને હતાશા લાવવાનો વિચાર નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા આજ રોજ આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી કરવાના આદેશાનુંસાર અમારી શાળામાં આ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.
મિત્રો, હાલ પ્રવેશ કાર્ય માટે ખુબ વ્યસ્તતા છે ધોરણ 1 માં આજે કુલ 390 થી વધારે પ્રવેશ પૂર્ણ થયા છે. જે કદાચ સરકારી શાળાના ઇતિહાસમાં સૌથી વધારે હોય તો નવાઇ નહિ. એટલું ઓછું હોય તેમ ધોરણ 2 થી 5 માં ખાનગી શાળામાંથી 53 થી વધારે પ્રવેશ પૂર્ણ થયા જ છે. તેમ આજ રોજ શાળામાં ધોરણ 1 થી 5 માં કુલ 1546 તો અભ્યાસ કરે છે. કામનું ભારણ છે જ પણ બાળકો તો ભણવા જ આવે છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સતત નવીન પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં વિવિધ ગુણો ખિલે તેવા આશયથી નવી નવી પ્રવૃત્તિઓ કરાવીને બાળકને શાળાએ આવવું ગમે તેવા પ્રયત્નો કરે છે.
આજ રોજ શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં વિક્રમસિંહના પ્રયાસોથી રંગોળી કરવામાં આવી. બાળકોને તમામ વર્ગોમાં સ્વતંત્રતા વિશે માહિતગાર કરવામાં આવ્યા. વર્ગોમાં વિવિધ જગ્યાએ આઝાદી મળવા માટે કેવા પ્રયત્નો થયા છે તેના ટૂંકા પ્રસંગો પણ કહેવામાં આવ્યા. અમારે બાળકો નાના તો કાર્ય નાના જ થાય તેવું કદી બન્યું નથી. આજે અંદાજે 16 થી વધારે બાળકો વારાફરથી આવ્યા મારી પાસે અને કહે સર જુઓ તો ખરા ંમેં જાતે કોઇની સહાય વગર બનાવ્યું ખાલી ટીચરે કલર અને પેપર આપ્યા. કોઇ એમ કહે કે મને જેવું આવડ્યું તેવું લખ્યું છે પણ દેશશ વિશે તો લખ્યું જ છે. આમ તમામ વર્ગમાં ખાસ ધોરણ 3 થી 5 માં બાળકોને આઝાદીના રસપ્રદ પણ સત્ય કિસ્સા કહેવાયા તો ક્યાંક બાળકોને સમજ આપીને નિબંધ લેખન કરાવવામાં આવ્યું. મોટાભાગે તમામ વર્ગમાં ચિત્ર હરીફાઇનું આયોજન પણ કરવામાં આવ્યું. જેમાં અંદાજે 350 થી વધારે બાળકોએ ભાગ લીધો અને પોતાની કલાને કાગળ પર કંડાળી. તેમાંથી પ્રતિનિધિ સ્વરૂપ 3 ચિત્રો રાખી બાકીના બાળકોને પરત આપ્યા.
શિક્ષકોએ ટૂંકી નોંધમાં પોતાના વર્ગમાં સુંદર કાર્ય કરાવ્યું જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. કારણ થોડી નહિ અનેક અછત વચ્ચે પણ તમામ કાર્યને ન્યાય આપવો મુશ્કેલ છે. છતાં બાળકોને ગમે તેમ કરીને હવે ભણવાના માહોલમાં પરત લાવવાનું કાર્ય કરવાનું શરૂ થયેલ છે. દરરોજ 20 થી 25 બાળકો પ્રવેશ માટે આવે છે, જગ્યાનો અભાવ હોવા છતાં બાળક ભણે તેમ વિચાર કરી પ્રવેશ કરીએ. સરકારી શાળા પ્રત્યે વાલીનો આવો રસ ખરેખર આનંદ આપે છે. આપણે મફત કરીએ એટલે નહિ પણ હવે વાલી એમ કહે કે અહી જે ભણાવાય, અહીના જેવા શિક્ષકો છે, અહીં જેવી પ્રવૃત્તિ થાય, અહીં જેવો બગીચો, સરકારી સહકાર ખાનગીમાં ક્યાંય મળતો નથી. તો આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં
રાષ્ટ્રપ્રેમ નિર્માણ થાય,
ભારતને આઝાદી અપાવવામાં જેને જેને ભાગ ભજવ્યો તેમના પ્રત્યે આદર રહે,
ત્રિરંગાનું માન સન્માન સંભાળે,
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીને પોતના જીવનનું ગોરવ સમજે,
પોતાની અંદર રહેલ કૌશલ્યને પ્રગટ કરી શકે
તેવા હેતુ સફળ થાય છે.
ભાગ લેનાર તમામ બાળકો તથા તૈયારી કરનાર તમામ શિક્ષકોના આભાર સાથે.....
Hemant Panchal








ખૂબ સરસ..👌👌👌
ReplyDeleteતમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન..