શાળા ચોક્કસ બાળકને નવીન દિશામાં આગળ વધવા માટેનું શ્રેષ્ઠ અને એકમાત્ર માધ્યમ છે. બાળક પ્રવેશ લઇ પોતાને ગમતી દુનિયા ( એમાં કાર્ટૂનમાં છોટા ભીમ અને મોટુ પતલુ પણ આવે, મિત્રો સાથે લડાઇ આવે, માટી આવે અને અનેક ફરિયાદો આવે ) છોડીને શાળાના પ્રાંગણમાં આવીને એક વર્ગમાં કે એક કંપાઉન્ડમાં આખો દિવસ ભરાઇ રહેવાનું હોય છે. બાળકને આ વાતાવરણ ગમવું અને તેમાં ગોઠવાઇ જવું તે ખુબ મોટી વાત છે. તેને તેમાં સેટ કરવા માટે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ, શહેર ડાયેટ અમદાવાદ, GIET અને GCERT ના સંયુક્ત ઉપક્રમે શાળામાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે.
બાળ મેળા દ્વારા....
1. બાળકો આંદદદાયી પ્રવૃત્તિ કરે અને પોતાના ઇન્વોલમેન્ટનો આનંદ મેળવે.
2. સર્જનાત્મકતાનો વિકાસ થાય.
3. નવુ કાર્ય કરવાની પ્રેરણા મળે.
4. બાળકમાં છૂપાયેલ શક્તિઓને બહાર લાવી શકાય.
5. જીવન વ્યવહારમાં ઉપયોગમાં આવે તેવા કૌશલ્યો શીખે.
આ ધ્યેય સાથે બાળમેળાનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવે છે. આજ રોજ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માં આજે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. વરસાદી વાતાવરણ છે. તો એમ હોય કે બાળકોની હાજરી સ્વાભાવિક ઓછી રહે પણ અમારે તો 50% આવે તો પણ 800 બાળકો હોય. પરંતુ અંદાજ બહાર બાળકો શાળામાં હાજર રહ્યા. વરસાદી માહોલ વચ્ચે પણ બાળમેળાનું કાર્ય ખુબ સુંદર રીતે કરવામા આવ્યું.
શાળામાં બાળકોની સંખ્યા 1550 થી વધારે હોઇ આયોજન પ્રમાણે કાર્ય કરવાનું નક્કી કરવામાં આવેલ. ધોરણ 1 માં મિનાબેન, ધોરણ 2 માં જ્યોતિબેન ગજ્જર, ધોરણ 3 માં ઉર્મિલાબેન, ધોરણ 4 માં સોનલબેન અને ધોરણ 5 માં કામીનીબહેનને સમગ્ર જવાબદારી સોંપવામાં આવેલ. તેમને તમામ વર્ગમાં આયોજન કરાવીને તમામ પ્રવૃત્તિ વધારેમાં વધારે બાળકો કરી શકે તેમ આયોજન કરવામાં આવેલ. ચિત્રકામ, માટીકામ, કાગળ કામ, ગીતગાન, વૃક્ષોની માવજત, પ્લાસ્ટિક ના પેકેટ ન વાપરવા,ચીટકકામ, કાગળ પર ભાત કરવી, યોગ, કસરત તથા રમત જેવા વિવિધ વિષયો પર બાળકો કાર્ય કરે અને એ પણ મુક્ત રિતે તેમ આયોજન કરવામાં ઉપરોક્ત 5 શિક્ષકો સફળ રહ્યા.
મને એટલી સમજ છે કે બાળકને ગમે તેમ કાર્ય કરવા દેવામાં આવે તો બાળકને તેના મનગમતા વિષય પર કાર્ય કરવાનો અલગ આનંદ રહે છે. આ આનંદથી તે શિક્ષણનું કાર્ય કરે તો ચોક્કસ તેમાં પણ સફળ થશે. હવે આ બાળકો અમારે જે હાલ ધોરણ 4 માં છે તે માંડ 2 મહિના શાળાનું શિક્ષણ મેળવેલ છે. હવે એક તરફ FLN કરવાનું અને બીજી તરફ બેઇઝલાઇન એસેસમેન્ટ તેવામાં માંડ શાળાએ આવતા થયેલ બાળકોને શિક્ષક, શાળા અને શિક્ષણનો ભાર ન રહે તે માટે બાળમેળો ચોક્કસ શક્તિશાળી પીઠબળ રહેશે. બાળકોને ખુબ મજા આવી. કાગળ બગાાડ્યા, રંગો ભર્યા, સુંદર ચિત્રો બનાવ્યા, ગમે તેવા રમકડા બનાવ્યા, કાગળમાંથી કલાકડતિ બનાવી અને ખુબ મજા કરી. તમામ વર્ગમાં બાળક પ્લાસ્ટિકના પડીકા લઇને ન આવે તેમ સમજાવવામાં આવ્યુ. આવા અનેક કાર્યો દ્વારા બાળકોને મજા આવી.
બાળકોની સંખ્યા વધારે હોવાથી કાલે પણ કેટલીક પ્રવૃત્તિ કરાવવામાં આવશે.
વિક્રમભાઇના સાનિધ્યમાં આજે શાળામાં કુલ 12 લીમડા તથા 1 જાંબુનું વાવેતર પણ કરવામાં આવ્યું. તમામ વર્ગોમાં બાળકો અને શિક્ષકો દ્વારા ખુબ સુંદર કાર્ય કરવામાં આવ્યું. પ્રવાસી શિક્ષકોએ પણ પોતાની રીતે વર્ગમાં સુંદર કાર્ય કર્યું. તમામે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને બાળકોનું જોડવા સફળ પ્રયત્નો કર્યા. કુલ 15 પ્રવાસી શિક્ષકોએ પણ પોતાના વર્ગમાં સુંદર રીતે કાર્ય કર્યું.
બાળમેળા દ્વારા બાળકોમાં ઉપરોક્ત ધ્યેય તો ચોક્કસ સફળ થાય જ છે પણ સાથે આપેલ વિષય પર કાર્ય કરવાની ટેવ બાળકોમાં વિકાસ પામે છે. એક સાથે વધારે બાળકોને ગૃપમાં આપવામાં આવતી પ્રવૃત્તિથી બાળકોમાં ટીમવર્કની ભાવના કેળવાય છે અને પોતાના સહાધ્યાયી સાથે કેવી રીતે રહેવું તેની સમજ પણ મળે છે. બાળકો પેપર માંથી સુંદ ૃર નમૂના બનાવી મારી પાસે લઇ આવ્યા તો જોઇને આનંદ થયો. તેમને તૈયાર કરવા શિક્ષકોએ બે દિવસ અસરકારક પ્રયત્નો કર્યા છે. ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 અંતર્ગત બાળકને ગમે તેવી શાળાનું નિર્માણ હવે સફળ થયું છે. વાલી અને બાળકોને હવે શાળા ગમતી થઇ છે. તેઓ પોતાના બાળકને આ શાળામાં પ્રવેશ મેળવવા માટે તૈયાર છે સાથે બીજાને પણ લઇ આવે છે. તો નમાંકનનો હેતુ પૂર્ણ થયો હવે સ્થાયીકરણ પણ છે. 3 વર્ષ કોરોના લઇ ગયો હવે ગુણવત્તા માટે કાર્ય કરીશું.
હવે કુલ 20 શિક્ષકો અને 15 પ્રવાસી શિક્ષકો ( અમારી શાળામાં તે ભલે પ્રવાસી શિક્ષકના લેબલ સાથે કામ કરે પણ અમારા માટે તો તે શિક્ષક જ છે અને તેમનું સન્માન પણ મને અને સમગ્ર શાળા અને બાળકોને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન જ છે. ) સાથે મળીને સોએ ખુબ સુંદર આયોજન કરીને સમગ્ર વ્યાવસ્થા કરી તે માટે સૌનો આભાર....
બાળક એ તો બાળક છે તેને રમવાની અલગ મજા છે તે લઇ લેવાનું કાર્ય પણ શાળા કરે છે તો તે બાળકને આનંદદાયી શિક્ષણ આપવાનું કાર્ય પણ શાળાનું જ છે. તેવુ કાર્ય કરવા માટેની પ્રેરણા આવા કાર્યક્રમ દ્વારા મળે છે.
બાળકને નવુ કરાવવાથી તેને શાળાએ આવવું તથા કાર્ય કરવાનો આનંદ મળે છે.
બાળક શાળા સાથે જોડાય છે,
શિક્ષક સાથે જોડાય છે.
શાળાના વાતાવરણ સાથે જોડાય છે,
પોતાના સહાધ્યાયી સાથે જોડાય છે.,
નવા વિચારો સાથે જોડાય છે
નવી પરિસ્થિતિને માણીને તે પ્રમાણે આગળ વધવાની સાહસવૃત્તિ કેળવે છે.
સૌ સાથે બાલવાનું શીખે છે.
આમ આવા સુંદ કાર્યને સુપેરે પાર પાડવા માટે તમામ 33 શિક્ષકોનો આભાર. તે તમામ ને તૈયાર કરવાનું તથા આયોજન આપવાનું કાર્ય કરવા માટે તમામ 5 આયોજક શિક્ષકોનો આભાર.
Hemant Panchal
Mo - 7567853006 Email. vaishwika@gmail.com
twitter - @AmcIps2 , Facebook - #IsanpurPublicSchool2




































ખૂબ સરસ..👌👌👌
ReplyDeleteતમામને ખૂબ ખૂબ અભિનંદન..
👌🏻👌🏻
ReplyDeleteબહુ સરસ
ReplyDeleteNice ભાઈ અભિનંદન
ReplyDelete