નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ માં ગઇકાલે બાળમેળાનું આયોજન કરવામાં આવેલ. કાલે પણ વાત કરેલી કે બાળકોની વધારે સંખ્યા હોવાના કારણે તમામ બાળકોને બાળમેળા અંતર્ગત પ્રવૃત્તિમાં સામેલ કરી શકાયેલ ન હતા. જેથી આજે પણ બાળમેળાના વિવિધ પ્રવૃત્તિઓ આજે કરવામાં આવી. વિવિધ નવી પ્રવૃત્તિઓ સરાવવાનું વિશેષ આયોજન અલ્પાબેન, ઉર્મિલાબેન તથા ભાનુબેન દ્વારા કરવામાં આવ્યું.
આજ રોજ બાળકો પાસે રંગપૂરણી, ચીટક કામ. કોલાઝ વર્ક, વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. આજે ૩૦૦ થી વધારે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા. મિત્રો ગઇકાલે પણ આપણે ચર્ચા કરી હતી આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતાનો તો ચોક્કસ વિકાસ થાય જ છે પણ સાથે અનેક નવા ગુણોનું નિર્માણ કરી શકાય છે. આજે બાળકને શિક્ષકો દ્વારા કરાવવામાં આવેલ પ્રવૃત્તિઓથી
ચોક્કસાઇ
સમૂહભાવના
નવું કરવાની પ્રેરણા
સર્જનશીલતા
મદદ કરવાનો ભાવ
ચીવટ જેવા ગુણોનો વિકાસ થાય છે.
બાળક એ તો બાળક છે કે ક્યારેય કોરી પાટી રહેલ નથી. તેના મનમાં અનેક કલ્પના ઓ હોય છે. તેની કલ્પનાઓમાં એક સુંદર ગમે તેવું તેને રસ પડે તેવું વિશ્વ હોય છે. બાળકને ક્યારેય પોતાના આ વિશ્વમાંથી બહાર નીકળવાની ઇચ્છા હોતી જ નથી. ક્યારેય તેને બંધાઇ રહેવું નથી. તેને તો મુક્ત ગગનમાં ફરવાનું જ ગમે. તેવા સમયે બાળકને શાળાએ બંધ કરીને જીવન જીવવું ન જ ગમે. તે માટે બાળકોને આવી પ્રવૃત્તિઓ દ્વારા તેને તેને ગમે વિશ્વ આપવાનો આ પ્રયાસ આજે પણ સફળ રહ્યો. ત્રણે બહેનોએ પોતાની આગવી સુઝ દ્વારા ખુબ સુંદર કાર્ય બાળકોને કરાવ્યું. બાળકના જીવનમાં નવો ઉત્સાહ લાવવા માટે બાળમેળો ચોક્કસ ઉપયોગી થશે. બાળકોને શાળાએ આવવા માટે નવો ઉત્સાહ મળે. તે બાળકોને શાળા એ ઘર જેવું વાતાવરણ મળશે.
મિત્રો હુ સતત માનતો આવ્યો છું કે બાળકને શાળા ગમશે તો તે શાળાએ આવશે અને આવશે તો ભણશે. હવે બાળકને શાળાએ સ્થાયી કરવાના પ્રયાસો માટે બાળકને વિવિધ કાર્યક્રમ કરાવવાના પ્રયાસો સફળ થશે.
શાળા ચોક્કસ બાળકોને મજા આવી છે. તમને પણ આવશે જ.
આભાર સહ











































👌🏻👍🏻
ReplyDeleteખૂબ સરસ..👌👌👌
ReplyDeleteતમામને ખૂબ ખૂબ અભિનંદન..