પ્રવેશોત્સવ 2022

બદલાવ શિક્ષણથી જ શક્ય છે. સંઘર્ષોને શિક્ષણ જ સરળ બનાવી શકે છે. શિક્ષણનું મહત્વ સમજાવવાની જરૂર તો છે જ નહિ. સમજ આવી ત્યારથી સાંભળતો આવ્યો છુ કે ભણો નહિતર રહી જશો અને એ જ સલાહ હું પણ આજે આપવા લાગ્યો છું. શિક્ષક તરીકે વિચાર કરીએ તો એમ ચોક્કસ સંતોષનો અનુભવ થાય કે આપણે આ કાર્ય કરી શકીએ છીએ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ના ઉપક્રમે તાકીખ 23 થી 25 જૂન તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. તમામ શાળાઓમાં મોટાભાગે આ કાર્યક્રમ થાય છે જો તે સરકારી શાળા હોય  તો કારણ એ બાળકને ( આવનારી પેઢીને ) રાષ્ટ્ર નિર્માતા તરીકે જોવાનું કાર્ય કરે છે. ખનગી શાળાની વાત કરતો નથી કારણ તે શાળામાં અભ્યાાસ કરવા જતા બાળકના વાલીને મોટી શાળામાં બાળકને ભણાવવું તેનું ઇન્વસમેન્ટ લાગે છે અને તે બાળક જે તે શાળાને ગ્રાહક લાગે. જો સફળ થાય તો પોસ્ટરમાં એમ લખાય કે શાળાની મહેનતનું પરિણામ અને નિષ્ફળ ( બાળક નિષ્ફળ થતુ જ નથી તેવું મારુ સ્પષ્ટ માનવું છે તે અલગ વિષય છે ક્યારેક ચર્ચા કરીશું ) થાય તો કહેવાય કે ઘરે તમે ધ્યાન રાખ્યું હોત તો 10% વધારે લાવ્યું હોત....

ઉપરની ચર્ચા એટલા માટે કરી કે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે કારણ કે તમામ બાળકોને શાળાએ લાવવા છે. તેવા આયોજન અતર્ગત 

સરકારી શાળામાં , સરકારી શિક્ષક દ્વારા તે બાળકને 

નવુ ઘર, નવા મતા-પિતા ( શિક્ષકમાં રહેલ માતૃત્વની વાત છે ), નવો પરિવાર, નવા મિત્રો સાથે ફરિયાદો, લડાઇ, ટૂકડી બનાવવી,  રડવું, હસવું, બહાના બનાવવા જેવી નવી બાબતોમાં પ્રવેશ કરાવીને નવજીવનના પથ પર આગળ લઇ જવાનો કાર્યક્રમ. ભારતના હાલના વડાપ્રઘાન અને ત્યારના અમારા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ થયેલ આ પ્રયોગ આજે 20 વર્ષ પછી પરીણામ આપી રહ્યો છે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત અમારી શાળામાં પણ તારીખ 23 જૂન 2022 ના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ. આમ તો અમારા ધોરણ 1 થી 8 ના તમામ શિક્ષકોએ વાલી સાથે સંવાદ કરીને, તેમના બાળકના ભવિષ્યની ચર્ચા કરીને, શાળાના વાતાવરણની સમજ આપીને, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા આપવામાં આવતી સુવિધાઓની અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતા સહકારની ચર્ચા કરીને કલ્પના બહાર બાળકોનો પ્રવેશ શાળામાં કરાવેલ. આ તમામ બાળકોને તેમના શાળા જીવનના પટાંગણમાં પ્રથમ ડગલુ ભરાવવાનું કાર્ય

મણિનગર વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી સુરેશભાઇ પટેલ સાહેબ, અમારા માર્ગદર્શક અને સતત હકારાત્મક ઊર્જાનો સંચાર કરનાર માનનીય શાસનાધિકારી શ્રી ડો. એલ.ડી.દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યા. લાંભા વોર્ડના કાઉન્સિલર શ્રી મેઘસિંહભાઇ સોલંકી, શ્રી ડો. ચાંદનીબેન પટેલ, શ્રી જશોદાબેન આમલિયાર તથા વોર્ડ ભાજપના મહામંત્રી હાજર રહ્યા. 

માનનીય ધારાસભ્યશ્રી  પધારવાના હતા તે અમારી પાસે માહિતી હતી પરંતું અમારા શાસનાધિકારી સાહેબ અચાનક પ્રવેશોત્સવ સમયના પહેલા જ શાળામાં આવ્યા તે અચરજની વાત હતી. સાહેબશ્રી શાળામાં આવીને પહેલા શાળાની મુલાકાત કરી. શાળામાં છેલ્લા વર્ષોંમાં કરવામાં આવેલ કાર્યોને જોયા. શાળામાં લગાવવામાં આવેલ વિવિધ છોડ, વેલ, ઔષધિ વગેરેનું મુલ્યાંકન કર્યું. સફાઇ વ્યવસ્થા જોઇ આનંદિત થયા. સાહેબ શ્રી ભવિષ્યમાં શાળા માટે કરાવના કાર્ય બાબતે અમારું માર્ગદર્શન કરતા રહ્યા છે આજે પણ નાની નાની બાબતો વિશે તેમને માહિતી લીધી, નવું કાર્ય આ રીતે કરો, વાલી સાથે સંપર્ક કરવાની રીતે સમજવી, શાળામાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પ્રવેશ થયેલ છે તે જાણને ખૂશ થયા. મને બરાબર યાદ છે કે અમે સીઆરસીમાંથી આ શાળામાં આવ્યા ત્યારે સાહેબે કહેલું કે સંભાળજો અને આજે શાળામાં તેમના માર્ગદર્શનથી થયેલ પ્રગતિ જોઇ ચોક્કસ આનંદિત હશે જ હશે. શાળા વિકાસની ચર્ચા કરતા હતા ત્યાં મણિનગર વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી સુરેશભાઇ પટેલ અને લાંભા વોર્ડના કાઉન્સિલર શ્રી મેઘસિંહભાઇ સોલંકી, શ્રી ડો. ચાંદનીબેન પટેલ, શ્રી જશોદાબેન આમલિયાર તથા વોર્ડ ભાજપના મહામંત્રી વગેરે આવ્યા. આનંદ એ વાતનો થયો કે ઓફિસમાં ન જવાને બદલે તેઓ સીધા જ બાળકોના સ્વાગત કાર્યક્રમ માટે હાજર થયા. કાર્યક્રમની રૂપરેખા આપતો નથી જે સૌને ખબર છે. 

મા શારદાની ઉપાસના બાદ અમારા માર્ગદર્શક એવા માનનીય શાસનાધિકારી શ્રી ડો. એલ.ડી.દેસાઇ સાહેબ દ્વારા જાતે સ્વાગત પ્રવચનની શરૂઆત કરી. તેમને ઉપસ્થિત વાલીઓને સમજાવતાં જણાવ્યું કે આ ગુજરાતની સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા છે. અમારા નાના નાના કાર્યોને પણ સાહેબે વર્ણવી લેતા જણાવ્યું કે સ્કૂલ બોર્ડના માર્ગદર્શન અંતર્ગત શાળાના શિક્ષકો રવિવાર કે રજાના દિવસોમાં પણ કાર્ય કરવા શાળાએ આવે છે. શાળામાં થેયલ પ્રવેશ ગત વર્ષના  284 ( ઓગસ્ટ 2021 ની સ્થિતિએ ) સરખામણીએ આ વર્ષે 341 બાળકોએ 22 જૂન સુધી પ્રવેશ મેળવેલ છે અને હજુ બીજા 60 થી વધારે બાળકો કતારમાં છે. શાળાની કુલ સંખ્યા 2400 પાર 2500 જવા જઇ રહી છે. સરકાર તથા શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવતી સુવિધાઓની વાત સમજાવતાં જણાવ્યું કે યુનિફોર્મ, શિષ્યવૃત્તિ, વિવિધ સ્પર્ધાઓ, પતંગોત્સવ, યોગ તમામ બાતોમાં  શિક્ષણ સમિતિની શાળાઓ સુંદર કાર્ય કરે છે. શાળામાં મધ્યાહન ભોજન શેડ તૂટી ગયેલ તો વેકેશનમાં એક જ વાર જાણ કરવાથી સાહેબ દ્વારા નવો બનાવી આપેલ છે. શિક્ષકો ખૂટે તેવી વાત સાંભળતાં હાલ તુરંત 10 શિક્ષકો આપ્યા. આમ સાહેબશ્રી સુંદર વાત કરી.

માનનીય ધારાસભ્ય શ્રી સુરેશભાઇ પટેલ સાહેબે પ્રવેશોત્સવના ઇતિહાસની સુંદર વાત કરી. 20 વર્ષ પહેલા મુખ્યમંત્રી આપણા બાળકોને ભણવવા નીકળેલ અને આજે એ સફળ થયા તેના પરિણામ દેખાઇ રહ્યા છે. તેવી ચર્ચા કરતાં તેમને શાળાની મુશ્કેલી વિશે માનનીય શાસનાધિકારી સાહેબ દ્વારા જાણ કરાયેલ તે અંતર્ગત તેમને શાળાના બાજુમાં સરકારી પ્લોટ છે તે પ્લોટ શાળાને મેદાન તરીકે આપવા માટે મ્યુનિ. કમિશ્નર સાહેબ સાથે ચર્ચા કરી સમગ્ર પ્લોટ સાફ કરીને બાળકોને રમવા માટે મળે તેમ કરવા માટે જણાવ્યું. શાળાના ખેલ મહાકુંભ મા રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ બાળકોને તમેને શુભેચ્છાઓ આપી. સરકાર દ્વારા બાળકોના વિકાસ માટે કરવામાં આવતી યોજનાઓ સમજવી.

તમામ મહાનુભાવોએ આંગણવાડી અને ધોરણ 1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશત્સવ કરાવ્યો. SMC તથા વાલી સાથે શાળા બાબતે ચર્ચા કરાવમાં આવી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. પ્રાથના વ્યવસ્થા તથા તૈયારી વૃંદાબેનનું યોગદાન રહ્યું. હીનાબેન તથા દિપ્તીબેન દ્વારા ઇનામ, તથા સ્ટેજ વ્યવસ્થા કરવામાં આવી, જ્યોતિબાળા પંડ્યા દ્વારા દિપ પ્રાગટ્યની વ્યવસ્થા કરવામાં આવી. અમારા પ્રિય શિક્ષકો રોશન, સંજય અને વિજયભાઇ દ્વારા માઇક થતા બીજી અન્ય તમામ વ્યવસ્થા કરાવમાં આવી. વિકીનભાઇ દ્વારા પાથરણા તથા ખૂરશી વ્યવસ્થા થઇ. ખાસ શાળાની સમગ્ર સફાઇનું કાર્ય વિક્રમસિંહ દ્વારા કરાવવામાં આવ્યું. અશોકભાઇ પંચાાલ દ્વારા પ્રોફાઇલ તથા તમામ વિજેતા બાળકોને શિલ્ડ આપવાનું તથા 6 થી 8 મા મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલિયા દ્વારા સૌને તમામ જરૂરી મદદ કરવાનું કાર્ય કર્યું. આ સાથે બીજા તમામ શિક્ષકો કે જેમને વર્ગ, બાળક તથા અન્ય વ્યવસ્થા સંભાળી છે તેમનો પણ આભાર. બાજુમાં આવેલ ઝરણા પાર્ટી પ્લોટ તરફથી ખૂરશી તથા પંખાની વ્યવસ્થા આપવામાં આવી. વાલીઓને ખુબ સહકાર રહ્યો.

અમારા વોર્ડના ઉત્સાહી અને સતત મદદ કરવા  તૈયાર એવા કાઉન્સિલર શ્રી મેઘસિંહભાઇ સોલંકી, શ્રી ડો. ચાંદનીબેન પટેલ, શ્રી જશોદાબેન આમલિયાર હાજર રહ્યા એટલુ જ નહિ પણ શાળા માટે જરૂરી બજેટ આપવા માટે તૈયારી બતાવી તે માટે તેમનો આભાર માનતાં હર્ષની લાગણીનો અનુભવ થાય છે.

ખાસ આનંદ એ છે કે ધોરણ 1 માં 341 બાળકોનો પ્રવેશ થયો.

સૌનો આભાર.....


Hemant Panchal

Isanpur Public School

Mo - 7567853006 

Email - vaishwika@gmail.com






























Comments

Post a Comment

Thanks A lots...