વિશ્વ જળ દિવસ ઉજવણી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 અંતર્ગત સતત બાળકોના સર્વાંગી વિકાસાર્થે વિવિધ શૈક્ષણિક અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. મિત્રો, મારુ સતત માનવુ રહ્યું છે કે બાળકોને #Marks કરતાં #ગુણ મેળવવા માટે વધારેે પ્રયત્નો કરાવવા જોઇએ. અમારી શાળાનો પ્રાથમિક વિચાર જ એ રહ્યો છે કે આવનાર બાળક એ ભણવા નહિ શીખવા માટે આવે છે.

બાળકને શું શીખવવું તે આપણે એટલે કે માતા-પિતા અને શિક્ષકો નક્કી કરી શકે પણ, બાળકે શું શીખવું છે તે તો એ જ નક્કી કરે છે, 

તેને આપવામાં આવતું વાતાવરણ નક્કી કરે છે....

તેને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ નક્કી કરે છે.....

તે જે સમાજમાંથી આવે છે તે સમાજ નક્કી કરે છે....

બાળક ક્યારેય ખરાબ શીખવા આવતુ નથી કે શાળા ક્યારેય બાળકને ખરાબ શિક્ષણ આપતી નથી. તમામ સરકારી શાળાઓ દ્વારા સતત બાળકો માટે ગુણનિર્માણની પ્રવૃત્તિઓ થઇ રહી છે અને તે સફળ પણ થઇ રહી છે. આપ સૌ ચોક્કસ સહમત થશો કે પર્યાવરણની ચિંતા અને ચિંતન સરકારી શાળા અને તેમાં પણ પ્રાથમિક શાળાઓ વધારે કરે છે. સૌથી વધારે વૃક્ષોનું વાવેતર અને જતન સરકારી શાળામાં થાય છે.અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળા તરીકે સતત બાળકોમાં સંસ્કારોનું સર્જન થાય તે માટે પ્રયત્નો કરીએ છીએ.  

આજે 22 માર્ચ - વિશ્વ જળ દિવસ.....

સતત હું બાળપણથી સાંભળતો આવ્યો છું કે જળ એ જ જીવન છે અને એવું કહેવાવાળાને તરત 5/10 મિનીટમાં જ 10/12 ડોલ પાણી બગાડતા જોઉં છું. મિત્રો કહેવાનો અર્થ બસ એટલો જ છે કે જળ બચાવો કહેવાથી તે બચવાનું નથી. તેનો યોગ્ય ઉપયોગ કરવો તે સંસ્કાર બને ત્યારે ચોક્કસ દિશામાં કાર્ય કરી શકાય. અમારી શાળામાં 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સ્વાભાવિક છે કે પાણી ખૂટે જ. મારે બાળકોને પીવા માટે ટેન્કર મંગાવવી પડે. સવાલ એ ન હતો કે ટેન્કર મંગાવવી પડે, પણ આટલું વધારે પાણી રોજ બગડે તે પોસાય તેમ ન હતું. SMC સાથે વાત કરી અને શાળાના અંદાજે 279 નળ બદલી દીધા. તમામ પુશ નળ લગાવી દીધા હવે બાળક ક્યારેય ભૂલી જાય બંધ કરવાનું તો પણ સમસ્યા નથી. પાણીનો બગાડ થતો નથી તેમ તો ન જ કહી શકું પણ એટલુ ચોક્કસ કહી શકું કે તેનો વ્યય થતો અટકાવી શક્યા.

આજે મારો મુદ્દો એ નથી કે અમે શું પ્રયત્નો કર્યા, પણ બાળકોને શું સમજાવી શક્યા તે નક્કી કરી વિચારવા માટે હું આ બ્લોગ ાપ સમક્ષ લાવી રહ્યો છું. આ સવારે ન્યુઝ પેપર જોયુુ તો યાદ આવ્યુ કે આજે તો WORLD WATER DAY છે. એવામાં આદત પ્રમાણે મોબાઇલ હાથમાં લીધો.થોડી વારમાં અમારા સુપરવાઇઝરશ્રી અશોકભાઇ સરનો મેસેજ હતો કે શાળાએ બાળકોને આ બાબતે સમજ આપવી જોઇએ.

ઓફીસના આદેશ મુજબ શિક્ષકોને મેસેજ કર્યો. અંદાજ બહાર કાર્ય થયું. થોડી વારમાં તો શિક્ષકોએ તૈયારી કરી. બાળકો સાથે વિવિધ સ્પર્ધાનું આયોજન તમામ વર્ગમાં કરવામાં આવ્યું.

1. વક્તૃત્વ સ્પર્ધા

2. નિબંધ સ્પર્ધ

3. ચિત્ર સ્પર્ધા

આમ ઉપરોક્ત 3 સ્પર્ધા ધોરણ 1 થી 5 ના તમામ વર્ગોમાં કરાવવામાં આવી. આનંદની વાત એ કે ધોરણ 1/2 ના નાના બાળકોએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. તમામ વર્ગમાં શિક્ષકોએ બાળકોને જળ એ જીવન છે અને વિશ્વ જળ દિવસ અંગે માહિતી આપી, સમજ આપી. પાણી બચાવવું એ તમામની જવાબદારી છે. તેવી સમજ બાળકોને આપવામાં આવી. સાથે એવું પણ સમજાવવામાં આવ્યું કે ઘરે પણ બાળકોએ ઘરે જઇ સમજાવવું કે પાણીનો યોગ્ય અને જરૂરીયાતપૂ્ર્વકનો જ ઉપયોગ કરવો જોઇએ. ઘરના તમામ કાર્યમાં પાણીની જરૂરીયાત રહે છે, પાણી વગર ,સિંચાઇ એટલે કે ખેતી સંભવ નથી, અનાજ વગર ઉદ્યોગો સંભવ નથી. આમ પાણી જીવન માટે અગત્યનું છે તેની સાથે એવી સમજ પણ આપવામાં આવી કે પાણી વરસાદ દ્વારા અને જમીનમાંથી જ મળે છે અને બન્ને જગ્યાએ હવે પાણીની અછત છે. તેવા સમયે બચાવ અને કરકસરયુક્ત ઉપયોગ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 

આવી સમજ સાથે આજ રોજ તમામ શિક્ષકો દ્વારા પોતાના વર્ગમાં બાળકોને શીખવવામાં આવ્યું. તુરંત બાળકોને પાણી વિશે સમજ હોય તે પ્રમાણે સ્પર્ધાઓ કરવામાં આવી. વક્તૃત્વમાં 140 થી વધારે, નિબંધમાં 206 થી વધારે અને ચિત્ર તો 412 થી વધારે બાળકોએ રસ લઇ ભાગ લીધો. ખરેખર બાળકોને આનંદ આવ્યો જ હશે પણ સાથે મૂલ્યશિક્ષણ પણ થયું. તમામ શિક્ષકો એ પોતાના વર્ગમાં પાટિયા પર સુંદર ચિત્રો બનાવ્યા. બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું. આમ તમામ વર્ગમાં એક કલાક વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકો પણ પાણીનું મૂલ્ય સમજ્યા હશે અને તે કરકસર પૂર્વક ઉપયોગ કરશે તો આજની દિવસની ઉજવણી લેખે લાગશે.

સૌ બાળકોને આવી તુરંત તૈયારી કરાવવા માટે તમામ શિક્ષકોનો આભાર.

બાળકોના જીવનમાં મૂલ્યોનું સ્થાપન થાય તો જ સાચું શિક્ષણ. તમામ સ્પર્ધાના વિજેતા પ્રતિનિધી નક્કી કરવામાં આવ્યા છે. શાળાના વાર્ષિક ઉત્સવમા સન્માનિત કરીશું. સમગ્ર અહેવાલ વાંચી આનંદ થશે. 

આપનો

Hemant Panchal

Mobile - 7567853003

Email Id - vaishwika@gmail.com

#IsanpurPublicSchool_2
































































Comments

Post a Comment

Thanks A lots...