વિદ્યાનગર પ્રાથમિક શાળા દ્વારા શાળા મુલાકાત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 દ્વારા સતત નવીન પ્રયાસો કરવામા આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના માર્ગદદર્શન હેઠળ સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. શાળા દ્વારા સતત નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવા પ્રયત્નો અંતર્ગત નામાંકન અને સ્થાયીકરણ તથા ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

શાળા દ્વારા સતત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં વિવિધ કાર્ય કરવામાં સફળ રહ્યા છીએ. શાળામાં હાલ 1435 બાળકો અભ્યાસ કરે છે. આનંદની વાત છે કે સતત નામાંકન અને પ્રવેશ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત પ્રો-એક્ટીવ રહીને આજ સુધી નવા શૈક્ષણિક વર્ષ માટે 70 થી વધારે બાળકોનો ધોરણ 1 મા પ્રવેશ મેળવેલ છે. શાળામાં કરવામાં આવેલ કાર્યની સુવાસ વિવિધ શાળાઓમાં જઇ રહી છે. 

જે અંતર્ગત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ની પૂર્વ ઝોનની વિદ્યાનગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી પ્રકાશભાઇ પટેલ, શિક્ષકો શ્રી દિનેશભાઇ પટેલ, જીતેન્દ્રસિંહ રાઠોડ, નિશાબેન રાતડીયા અને ઉષાબેન રાજપૂત દ્વારા અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 ની મુલાકાત આજ રોજ કરવામાં આવી. તેમની શાળાનો સમય પણ સવારનો હોઇ સમગ્ર સ્ટાફ શાળા છૂટ્યા બાદ પોતાનો સમય લઇને શાળાની મુલાકાતે આવેલ જે માટે તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી અભિનંદનને પાત્ર છે.

આજ રોજ તમામ શિક્ષકો બરાબર સમયે શાળામાં આવ્યા અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી. શાળામાં ઓફીસની વ્યવસ્થા તથા ફાઇલ ગોઠવણી જોઇને ખાસ આનંદ થયો. શાળાના પુસ્તકાલયને ખુલ્લુ જ રાખવામાં આવે છે અને બાળકોને જે ગમે તે પુસ્તક વાંચવાની સરળતા અને છૂટ મળી શકે છે તે જોઇ આનંદ થયો. ત્યાર બાદ શાળામાં ધોરણ 1 અને 2 ના બાળકોને સરળતાથી શીખવા મળે તે માટે પ્રજ્ઞા વર્ગોમાં જાતે તૈયાર કરીને બેનર લગાવેલ છે. તો જોઇ તેમને આનંદ થયો. તમામ વર્ગોની મુલાકાત કરી સૌના મુખ પર આનંદ હતો. ત્યાર બાદ તમામ વર્ગમાં દિવાળી વેેકેશનમાં સર્વ કલ્યાંણ ફાઉન્ડેશનની મદદ લઇને બાળકોને ગમે તેવા ચિત્રો  નિર્માણ કરવામાં આવેલ. તે તમામ ચિત્રો જોઇને તેઓ ખુશ થયા. 

વર્ગ મુલાકાત બાદ તેઓએ શાળાના બાહ્ય વાતાવરણને માણવાનો પ્રયત્ન કર્યો. કોરોના અંતર્ગત અમે શિક્ષકોએ વિવિધ શાળાઓની મુલાકાત કરેલ તે જોઇને અમે જે શીખ્યા તેનો અમલ શાળામાં કરેલ. તે અંતર્ગત સુરેન્દ્રનગરથી કેતનભાઇ ગદાણીની મદદથી 500 જેટલા સિરામિકના પોટ લાવેલ અને તેમાં બાળકોને ગમે તેવા છોડનું વાવેતર કરેલ. આજે એ તમામ છોડ કાર્યરત છે. તેની યોગ્ય માવજત કરવામાં શિક્ષકોનો ફાળો ખૂબ રહ્યો છે. તે જોઇ આનંદ થયો. શાળાના એમ્ફીથીયેટરની મુલાકાત કરી તથા બાળકોને ગમે તેવી શાળાનું નિર્માણ જોઇ ખુશી વ્યક્ત કરી છે.

હાલ શાળા સમગ્ર ગ્રાન્ટમાંથી શૈક્ષણિક સાધનો લાવવામાં- બનાવવામાં આવ્યા તેનું પણ નિદર્શન કર્યું. તેઓ પણ પોતાની શાળામાં નવીન પ્રયોગો કરી રહ્યા છે. તેમાં ચોક્કસ એકબીજાના સહયોગી બનીશું.

શાળા અંતર્ગત તેમને આનંદ થયો અને મુલાકાત માટે શાળા પરિવાર તેમનો આભારી રહેશે. શાળાના શિક્ષકો શ્રી અશોકભાઇ પંચાલ, સમીર દેસાઇ અને વિક્રમસિંહ ઝાલા તથા બહેનો દ્વારા તેમને લીડ કરવામાં આવ્યા. ખરેખર આવી મુલાકાતો સતત થવી જોઇએ જેનાથી અન્ય શાળાની સારી બાબતોનો અમલ કરવામાં સરળતા રહે.

મુલાકાત દરમ્યાન તેમને પ્રજ્ઞા વર્ગ, ટીએલએમ, વર્ગખંડ, ઓફીસ વ્યવસ્થા, ગોઠવણી, નામાંકન માટેના પ્રયોસો, વાલી મિટીંગ, એસએમસી અંગેની માહિતી, એમ્ફી થીયેટર, બાગ, બગીચો તથા શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો.

સમગ્ર શાળા પરિવાર તરફથી હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ની પૂર્વ ઝોનની વિદ્યાનગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી પ્રકાશભાઇ પટેલ, શિક્ષકો શ્રી દિનેશભાઇ પટેલ, જીતેન્દ્રસિંહ રાઠોડ, નિશાબેન રાતડીયા અને ઉષાબેન રાજપૂતનો આભાર પ્રગટ કરું છું.

સરકારી શાળા ચોક્કસ નવીન કાર્ય કરીને ાગળ વધે છે. હુ સતત માનતો આવ્યો છું કે બાળકોને શીખતા કરવા એ શિક્ષકોનું કાર્ય છે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ચોક્કસ સફળતા દૂર હશે, મંજિલ દેખાઇ નથી પણ કાર્ય કરવાનો આનંદ સૌ સરકારી શાળાના શિક્ષકોને છે કારણ આપણે માર્ક માટે નહિ ગુણ માટેનું શિક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યા છીએ.

ચોક્કસ સફળ થઇશું.

ફરી મુલાકાત લેનાર મિત્ર પ્રકાશભાઇ અને તેમની શાળાના તમામ શિક્ષકોનો આભાર....


Hemant Panchal

Email - vaishwika@gmail.com

#IsanpurPublicSchool_2

Contact - 7567853006


































Comments

  1. ખૂબ સરસ સર..👍👍

    ReplyDelete
  2. સાચું
    એકબીજાની શાળાની મુલાકાત રાખશો તો નવીન જાણકારી મળતી રહશે...

    ReplyDelete

Post a Comment

Thanks A lots...