શાળાઓ શરૂ થઇ છે. કેટલો આનંદ છે....!!!
શિક્ષકો પણ આનંદિત છે અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળે છે. વાલી પણ હવે સમજ કેળવી રહ્યા છે. શિક્ષણ વિભાગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સતત માર્ગદર્શન કરી રહ્યું છે. સતત બાળક ૧૮ મહિના જેટલા દિવસથી શાળાથી દૂર છે ૬૨૫ જેટલા દિવસથી બાળકો શાળાથી અલગ છે. તે પણ ઘરે થાક્યા હશે. મિત્રો મને અંદાજ હતો કે બાળકોને ફરી શાળાએ ડરશે, રડશે, લડશે, ન આવવા જીદ કરશે.... અમે પણ તૈયારી કરી હતી. શાળામાં સુંદર વાતાવરણ નિર્માણ કરવા પ્રયત્નો કર્યા હતા. સુંદર ચિત્રો દોરીને વર્ગને બાળકોને ગમે તેવી બનાવવા પ્રયત્નો કરેલા.
મિત્રો, શાળા, સમાજ અને બાળક એટલે કે બાળક શિક્ષક સાથે ન આવે ત્યાં સુધી ભવિષ્યનું નિર્માણ કરવું સરળ નથી.
આપ સૌનો અનુભવ હશે કે છેલ્લા ૬૨૫ દિવસથી શાળા એ મકાન મામ હતી. શિક્ષક તરીકે આપણે પણ શુ કરીએ સમજ નહોતી પડતી અને આ ઓનલાઇન ક્લાસમાં ખુબ પ્રયત્નો કર્યા પણ બાળકો એક સાથે જોડાય તે સરળ કોઇ માટે રહ્યું નથી. આજે જ્યારે બાળકો શાળામાં આવ્યા છે ત્યારે તમામ વિદ્યામંદિરો ફરીથી ખુબ સુંદર રીતે પ્રકાશિત થઇ રહ્યા છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે આ ૧૮ મહિનાની ખોટ ૮ મહિનામાં પુરી કરી દઇશું.
તમામ શાળાઓમાં
ફરીથી છે બેલ નો મધુર અવાજ સંભળાઈ રહ્યો છે.
ફરીથી આજે મને ધક્કો માર્યાની ફરિયાદ આવી રહી છે.
ફરીથી વર્ગમાં ઘડિયાગાન થઇ રહ્યું છે
ફરીથી વર્ગોમાં કાળા પાટિયા પર રંગીન અક્ષરો અંકારાઇ રહ્યા છે
ફરીથી આજે બાળકને ગમે એવા બાળ અને અભિનય ગીતો સંભળાઈ રહ્યા છે
ફરીથી આજે વર્ગોમાં અભ્યાસ કાર્ય શરૂ થઇ રહ્યું છે.
તેવા સમયે અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ નંબર ૨ બાકી રહે તે બની ન શકે. શિક્ષકો ઉત્સાહીત જ હતા રોજ કહેતા કે શાળા શરૂ કરો અને થઇ તો આનંદની સીમાઓનું ક્ષેત્ર વધી રહ્યું છે. જેમ જેમ બાળકો આવી રહ્યા છે તેમ તેમ શિક્ષણનો આનંદ વધી રહ્યો છે. હજુ ૫૦% બાળકો શાળાએ આવી રહ્યા છે. અમારે તો ૧૪૩૯ બાળકો ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરે છે તેવામાં પણ દરરોજ સરેરાશ ૬૩૦ જેટલા બાળકો નિયમિત ઓડ-ઇવનમાં આવે છે.
વર્ગમાં વિવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે. કોઇ વર્ગમાં વિવિધ પ્રોજેક્ટ કરાવી રહ્યા છે તો કેટલાક બાળકોની સર્જનશક્તિ બહાર લાવવા માટે નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વર્ગમાં બાળકોના અને શિક્ષકોના જન્મદિવસે શુભેચ્છાઓ અપાઈ રહી છે. મોટા ભાગે ૨૩ વર્ગમાં સરેરાશ ૭૫ બાળકો અભ્યાસ કરે છે. તેવામાં ધોરણ ૩ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિગત મેં કરેલ મુલાકાતથી એવું જોવા મળ્યું કે શિક્ષકો ફરી થી પ્રચંડ ઊર્જાથી કાર્ય કરી રહ્યા છે. બાળકો પોતાના વાલી સાથે મળીને શિક્ષકે આપેલ સર્જનાત્મક ગૃહકાર્ય કરી રહ્યા છે. અને પોતાની કૃતિનું વર્ણન પણ કરી રહ્યા છે. યોગ અને કસરત તથા રમત દ્વારા પણ બાળકોને નવું વાતાવરણ મળે તે માટે કાર્ય થઇ રહ્યું છે.
એક સાથે રિસેસ આપવાની નથી કારણ એ તો છે કે સરકારની ગાઇડલાઇન છે પણ મુખ્ય કારણ એ છે કે ફરી શાળા બંધ ન થાય. માસિકનો ઉપયોગ ચોક્કસાઇપૂર્વક થઇ રહ્યો છે. એક-આંતરે રિસેસ આપી રહ્યા છીએ.
આજે બાળકો દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ આપ સૌ સમક્ષ મુકતા આનંદ થઇ રહ્યો છે. આપ સૌના પણ તેવા જ અનુભવ હશે. આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી રહી છે. બાળકો માટે પ્રાર્થના માટે પણ તમામ વર્ગમાં જ સ્પીકર આગળ લગાવેલ તે બરાબર ઉપયોગી થઇ રહ્યા છે. ખરેખર આનંદ થઇ રહ્યો છે. ખરેખર આનંદ થઇ રહ્યો છે કે બાળકો ફરીથી શાળાએ આવી રહ્યા છે અને શિક્ષકો પણ તે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે.
ધોરણ ૫ માં વિવિધ પ્રોજેક્ટ કાર્ય કરી રહ્યા છે તેમના વર્ણન કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ પ્રોજેક્ટર નો ઉપયોગ કરીને ધોરણ ૧ થી ૫ ના બાળકોને ગણિત અને પર્યાવરણ જેવા વિષયોના સાથે ક્યારેક વાર્તા, કાર્ટૂન વગેરે દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ખરેખર હવે ખુશી થઇ રહી છે બસ સૌ ઇશ્વરને પ્રાર્થના કરીએ કે ફરીથી આવી બિમારી વધે નહિ અને શાળાઓ બંધ થાય નહિ. બાળકો ભણતા રહે અને શાળાઓ ચાલુ રહે. વાલી પણ પુરો સહકાર આપી રહ્યા છે. ખરેખર સતત આ શૈક્ષણિક વાતાવરણ ઇશ્વર બનાવી રાખે તેવી પ્રાર્થના.....
આપના વિચારો અને મૂલ્યવાન પ્રતિભાવો મળતા રહેશે.....
Hemant Panchal
#Isanpur_Public_School_2
Contact Us - 7567853006
Email id - vaishwika@gmail.com
Very good..
ReplyDeleteખૂબ સરસ..
ReplyDeleteશાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન..