JoyFull ClassRoom 2

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ અંતર્ગત છેલ્લા બે વર્ષથી વિચારેલા પ્રયત્નો સફળ થયા. આનંદ છે, ખુશી છે. 
મિત્રો અમારા શાસનાધિકીરી શ્રી ડો. એલ.ડી. દેસાઇ સર કહે કે શાળાને અનુપમ બનાવો, અનુપમ બનાવવું એટલે કે શાળાનું વાતાવરણ એવું બનાવો કે બાળકને શાળા ગમી જાય. બાળકનું તેના વાલીનું મન શાળામાં વસી જાય, શિક્ષકને ભણાવવાની અને બાળકોને ભણવાની મજા આવે તેવું વાતાવરણ નિર્માણ કરીને સંસ્કારોનું ઘડતર કરવું તેવી શાળાનું નિર્માણ કરવામાં આવે તો શિક્ષણમાં સફળતા અને પરિવર્તન લાવી શકાય. જ્યારે પણ શાળામાં કોઇ પણ સારી અને બાળકોના હિતની વાત કરવામાં આવે તો તરત યોગ્ય દિશામાં માર્ગદર્શન અને સહકાર ની સાથે ચર્ચા કરવાનો સમય આપીને પોતાના સૂચનો કરે. ખરેખર સાહેબ સાથે ચર્ચા કરીને મળીને કાર્ય કરવાનો ઉત્સાહ વધી જાય. જ્યારે અમે વાત કરી કે શાળામાં બાળકોને ગમે તેવા ક્લાસરૂમ બનાવવા આયોજન કરેલ છે તો માર્ગદર્શન કરીને સાહેબ દ્વારા શાળામાં પેઇન્ટીંગ કરવાની રજા મળી. 
મિત્રો મારો સ્પષ્ટ મત છે અને માનવું પણ છે કે સરકારી શાળા જેવું શિક્ષણ ખાનગી શાળા આપી શકે જ નહિ. અમાર પૂર્વ વાઇસ ચેરમેન અને હાલના IITE ના કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ કહેતા કે સરકારી શાળા ભેદ વગર પ્રવેશ આપે છે, સીટ ભરાઇ ગયા પછી પણ બાળકોના શિક્ષણનો વિચાર કરે છે. અને શૂન્યથી શરૂઆત કરીને જો સરકારી શાળા 50% સુધી પહોંચે તો સફળ છે કારણ કે ખાનગી શાળામાં આવનાર બાળક તો પહેલેથી જ 75% થી આગળ હોય છે અને તે બાળકો 80/85/90 સુધી જાય તો કોઇ નવાઇ નથી અને તેમાં પણ વાલીની સંપૂર્ણ જવાબદારી, ટ્યુશન વગેરે તો વધારાનું ખરૂ જ....
આજે મારે વાત કરવી છે શિક્ષકત્વની. મિત્રો સરકારી શાળા પર દરરોજ ખરાબ બોલવાવાળા અને લખવા વાળાનો કોઇ તોટો નથી. અમે છેલ્લા 2 વર્ષથી વિચાર કરતા હતા કે શાળાને બાળકમય બનાવવા દિવાલોને બોલતી કરવી. તેમાં એવા સુંદર ચિત્રો બનાવવા કે તે જોઇને બાળકને શાળાએ આવવાનું તથા વર્ગમાં જોડાઇ જવાનું મન થાય. જો એ શાળામાં આવશે તો ભણશે અને ભણશે તો ચોક્કસ ભારતના ભવિષ્યના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવશે.
મિત્રો યુવાનોને પણ આજે સમાજ બોલતાં શરમાતો નથી, જરા વિચાર કરો આજના યુવાનોને સમાજ કહે કે આખો દિવસ મોબાઇલમાં રહે છે, સોશ્યિલ મિડીયામાં પરોવાયેલો રહે છે. પણ એમાં એનો વાંક નથી હો વધારે પડતુ એ કરવું પણ યોગ્ય નથી. જો આજથી 20 વર્ષ પહેલા આવા માધ્યમ હોત તો આજે યુવાનોને કોસનાર વડીલો પણ એ જ કરતા હોત....
મારે આજે વાત કરવી છે એવા યુવાનોની કે જેમને પોતાનો પ્રાઇમ ટાઇમ એક સરકારી શાળાને આપ્યો છે. તે બાબતે તેમનો આભાર માનીને તે ઋણ ઉતારી દેવાનો જરા પણ વિચાર નથી. તે તમામ યુવાનોએ ભણતાં ભણતાં પોતાનો સમય આપીને પોતાની કલાથી બાળકોને નવું વિશ્વ આપવાનો સાર્થક પ્રયાસ કર્યો છે.  શરૂઆત થઇ કોરોના સમયમાં અમે વાતો કરતા હતા વિચાર કરતા હતા કે શાળાના વાતાવરણને ભાવાવરણ માં નિર્માણ કરવું. સતત વિચારને અમલીકૃત બનાવવા અમે ટેવાઇ ગયા છીએ, એક વાર મનમાં વિચાર નક્કી થાય તે વિચારને અમલ કરવા માટે પ્રયત્નશીલ રહીએ અને તેના પરીણામ પણ મળે છે. તેમાં અગાઇ પ્રથમ ભાગમાં જણાવ્યા પ્રમાણે પૂજન પટેલ અને શરદ પંચાલ સાથે મુલાકાત થઇ. તેમને શાળાની મુલાકાત કરીને આંનદ થયો. તેમને પ્રથમ મિટીંગમાં જ કહેલું કે કોઇપણ સંજોગે આપણે તમારી શાળાને JoyFull ClassRoom બનાવીશું.  
આ ચર્ચાને એક વર્ષ જેટલો સમય થયો અને નક્કી થયું કે દિવાળીની ઉજવણી આપણે ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માં દિવાલોને બોલતી કરીને ઉજવીશું. હવે સમય અમારા ભાગે મોટું કાર્ય લઇ આવેલ. અમારા તમામ અધિકારીશ્રીઓએ મંજૂરી આપી. હવે તે માટે બજેટ લાવવાનો પ્રશ્ન હતો, પણ મને મારા કર્મનિષ્ઠ શિક્ષક પરિવાર પર આ માટે અભિમાન છે. તેમને એક વાર વાત કરી અને જરૂરી ભંડોળ ભેગું થઇ ગયું. આજે એ સૌના નામ લખતાં આનંદ થાય છે.
શરૂઆત મે કરી 10000 રૂપીયા આપીને અને પછી તો મા લક્ષ્મીને આવવું પડ્યું.
સુપરવાઇઝર સર શ્રી અશોકભાઇ પરમાર દ્વારા 1000 
હંસાબેન તરફથી 500 ₹
હેમંતભાઇ તરફથી 10000 ₹
સ્ટાફના એક શિક્ષકે નામ ન આપવાની શરતે પેઇન્ટીંગ કરવા આવનાર તમામને ૨૫ ₹ ની એક પેન એમ અંદાજે કુલ 32000 ₹
ચંદુદાદા 11000 ₹ 
પુષ્પાબેન 3000 ₹
કામિનીબેન 5000 ₹
સોનલબેન 500 ₹
વિક્રમસિહ 5000 ₹
1000 વર્ષાબેન ₹
1000 ભાનુબેન ₹
જ્યોતિબેન ગજ્જર 1000 ₹
દર્શનાબેન પટેલ 1000 ₹
રેખાબેન - 1000 ₹
અલ્પાબેન - 1000 ₹
અમીતાબેન - 1000 ₹
જ્યોતિબેન પંડ્યા 1100 ₹
1000 પ્રકાશભાઇ
1000 કૈલાસબેન આઇડી
1000 ઉમેશભાઇ
એક મિતેષભાઇ તરફથી 3 લીટર કલર
કલર લાવવામાં મિનાબેન પટેલનું મોટું યોગદાન છે
આ સિવાય પણ કોઇ રહી ગયું હોય તો ક્ષમ્ય ગણશો. 
હવે અમારા પક્ષે કોઇ સમસ્યા ન હતી. તમામ આવનાર યુવાનોને બે દિવસ સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખીને તેમને જરૂરી મદદ પુરી કરવી. શાળા ના શિક્ષકો શ્રી ચંદુભાઇ, શ્રી પ્રકાશભાઇ, શ્રી રાજેન્દ્રભાઇ શ્રી અશોકભાઇ શ્રી સમીરભાઇ, શ્રી વિક્રમસિંહ તથા તમામ બહેનો હાજર રહી. આવનાર તમામ યુવાનોનું સ્વાગત કરવાની તૈયારી હતી, આમ તો યુવાનો સ્વાર્થ વગર જ આવવાના હતા. અને આવ્યા પણ હતા. પણ સ્વાગત કરવું એ આપણી સંસ્કૃતિની ઓળખ છે. તમામ બહેનોએ ભેગા થઇને તમામ બાળકો માટે દિવાળી કાર્ડ બનાવ્યા. વૈશ્વિકા મારી દિકરી અને સોનું બન્નેએ ભેગા થઇને તમામ યુવાનોને કંકુ તિલક કરી કાર્ડ અને શુભેચ્છા રૂપે એક પેન ભેટ આપીને સ્વાગત કર્યું.
હવે આવેલ યુવાનોએ પોતાની પેન્સિલથી અને પીંછીથી નિર્જીવ દિવાલોને સજીવન કરવાની શરૂઆત કરી. અંદાજ ન કરી શકાય એવા ચિત્રો તેમને વર્ગની દિવાલો પર બનાવ્યા છે તે તમામ ફોટામાં આપ જોઇ શકશો. તેમને પોતાની કલાને એવું સ્વરૂપ આપ્યું છે કે તેની કલ્પના કરવી શક્ય નથી. યુવાનોનો ઉત્સાહ વધારવા માટે RJ_VIRAJ અને સરફીરે બેન્ડના યુવાનો પણ પોતાનું યોગદાન આપવા હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆતે શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના દક્ષિણ ઝોન પ્રમુખ શ્રી અશોકભાઇ પંચાલ સૌનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો. કૃણાલભાઇ દ્વારા સૌને ખુબ સરસ વાત કરવામાં આવી. આનંદની વાત તો એ હતી કે એક પણ કાર્યમાં તેમને અમને કાર્ય કરવા ન દીધું. તેઓ અમે કોઇ કાર્ય કરીએ તો તરત કહે કે સર તમારે નથી કરવાનું અમે કરીશું. વિક્રમસિંહના મિત્રો દ્વારા સમગ્ર દિવસ ડીજે ના સ્પીકર આપવામાં આવ્યા. જરૂરી ખુરશી અને ઘોડાની વ્યવસ્થા બાજુમાં  આવેલ ઝરણા પાર્ટી પ્લોટથી કરવામાં આવી.
આમ તો બે દિવસ સુધી કાર્ય કરવામાં આવ્યું. બે દિવસના અંતે થાક એટલો હતો કે કલ્પના કરવી શક્ય નથી. સુરેન્દ્રનગરની ખુબ સારી શાળાના મુખ્ય શિક્ષકશ્રી કેતનભાઇ ગદાની આમંત્રણને માન આપી પરિવાર સાથે હાજર રહ્યા. તેમને પણ કાર્યમાં ખુબ સરસ મદદ કરી છે. 
સૌથી વધુ આભાર પૂજન પટેલ, શરદ પંચાલ અને કૃણાલભાઇનો માનવો રહ્યો. તેમની જહેમત દ્વારા જ આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે. જ્યારે બાળકો શાળામાં આવશે અને જોશે કે મારા વર્ગ કેટલો સુંદર લાગે છે તે જોઇને જ તેઓ આનંદિત થઇ જશે. ભણવાની મજા વધી જશે. 
આ તમામ યુવાનોએ પોતાનો જીવ રેડીને શાળાની દિવાલો પર પોતાના હાથથી સુંદર મજાના ચિત્રો બનાવ્યા છે.  ખરેખર મિત્રો કહેવત છે કે મન હોય તો માળવે જવાય, ઇરાદાઓમાં જો પ્રામાણિકતા હોય તે તેને પરિણામમાં પરિવર્તિત થતાં કોઇ રોકી શકે જ નહિ. અમારા વિચારોમાં ક્યાંય સ્વાર્થ હતો નહિ અને આવનાર પેઇન્ટરોના મનમાં પણ મદદ કરવાનો ભાવ મેં ક્યાંય જોયો નથી. તેઓ તો બસ પોતાની કલાથી એક મહાન કાર્ય કરવા જઇ રહ્યા હતા તેની પણ ખબર ન હતી. ખરેખર ભારતનું ભવિષ્ય આવા યુવાનોના હાથમાં છે જે યુવાનો દિવાળીના સમયમાં પોતાનો સમય સમાજને મદદરૂપ થવા માટે ખર્ચ કરે છે. આજે જ્યારે યુવાનો વિશે ગેમે તેમ બોલાય છે ત્યારે આવા યુવાનો પણ છે કે જે મોલ માં ફરવાનું છોડીને, સોશ્યિયલ મિડીયા છોડીને, સ્વાર્થ વગર આવનાર ભવિષ્યને સજાવવા માટે પોતાના ખર્ચે સમય આપી રહ્યા છે. કોઇ યુવાનને ભાડુ નથી મળ્યું તેઓ પોતાના ખર્ચે આવ્યા. ખરેખર વંદન અને અભિનંદન છે આ યુવાનોને.......
હજુ ફાઇનલ ફોટા આવશે ત્યારે સમગ્ર પોસ્ટ કરીશ. ભાગ 3 સ્વરૂપે....
ધન તેરસની રાતે અમારી શાળામાં આજે મા સરસ્વતિનું સ્વાગત થયું તે ખરેખર આનંદનો વિષય છે. કાર્યક્રમ 31 ઓક્ટોબર 2021 ના રોજ કરવામાં આવ્યો. આ દિવસ એટલે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ દિવસ.... તેમને રાષ્ટ્રને એક કર્યું. વિભાજીત થયેલ ભારતને એક બનાવ્યું જેથી તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. 
સૌનો આભાર કે જેમને અમને પ્રત્યક્ષ કે ્પ્રત્યક્ષ મદદ કરી છે.

Hemant Panchal
Contact us - 7567853006
Email ID - vaishwika@gmail.com
twitter - @AmcIps2
facebook - #IsanpurPublicSchool













































































શાળાને ઉપયોગી ચિત્રો આપ નીચેથી ડાઉનલોડ કરી શકશો. જે વિવિધ શાળા મુલાકાત તથા Social મિડીયાના માધ્યમથી મળેલ તે ભેગા કરેલ છે. ચોક્કસ આપને કામ આવશે.

Comments

  1. અદભુત ને અકલ્પનીય

    ReplyDelete
  2. Ok.. Good job sir
    ખુબ સરસ તમારો પ્રયાસ સર..
    આ કાર્યમાં યોગદાન આપેલ તમામને તેમજ શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન.

    ReplyDelete
  3. Great job
    Abhinandan tamam staff ne

    ReplyDelete
  4. ખુબ જ સરસ કામ કરી રહ્યા છો તેના માટે અભિનંદન 🎉🎉🎉🎊🎊🎊🌹🌹🌹

    ReplyDelete
  5. આપશ્રી અને આપના શાળા પરિવારને ખૂળ ખૂબ અભિનંદન ����અને આપ સાથે કામ કરનાર નવયુવાનોને પણ કોટિ કોટિ વંદન����
    ખૂબ જ સુંદર કાર્ય અને અમને પણ પ્રેરણા આપવા બદલ��ઉપયોગી pdf શેર કરવા બદલ આભાર,,��

    ReplyDelete

Post a Comment

Thanks A lots...