ખાદી ખરીદી... Khadi For Nation

 જીવનમાં સૌથી વધુ અસરકારક કોઇ પરિમાણ હોય તો તે નૈતિક મૂલ્યો છે. વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિની છાપ આજે પણ જનમાનસ પર રહેલી જણાય છે. સંસ્કારોનું સર્જન કરવામાં ઋષિઓને ખુબ પરિશ્રમ થયો હશે. સંસ્કારો જ્યારે પરંપરા બને છે ત્યારે તેનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. તે જીવનની સાથે લોહીના સંસ્કાર બની જાય છે. ભારત એ મહાન દેશ છે જેને સમગ્ર વિશ્વને સંસ્કાર અને સંસ્કૃતિની સાચી સમજ આપે છે કારણ સમગ્ર રાષ્ટ્રએ નૈતિક મૂલ્યો અને ચારિત્ર્યને મહત્વ આપ્યું છે.

મિત્રો આજે મારે વાત કરવી છે એવા જ સંસ્કારોની કે જેમાં કરૂણા રહે છે. કરૂણા એટલે દયા નહિ, જ્યાં સ્નેહ અને ભાવ સાથે ભળે એટલે કરૂણા બને. ભારત વર્ષ પર અનેક આક્રમણો થયા છે. અનેક દેશના લોકો અહીં આવીને વસ્યા છે. બરાબર ૭૫ વર્ષ પહેલા જરૂરીયાતોને પૂરી કરવા માટે આવેલી અંગ્રેજી પ્રજા શાસક બની બેઠી. અનેક યાતનાઓ સહન કરીને શહીદોએ રાષ્ટ્રને સ્વતંત્ર બનાવ્યું. 
આ સ્વતંત્રતા મળી તે સામાન્ય મળી નથી. લોહી રેડ્યું છે. તેમાં એક ક્રાન્તિ થઇ. તે હતી ગીતાના વિચારે એક સામાન્ય માનવ ગુજરાતથી નીકળ્યો અને સત્ય અને અહિંસાના વિચારે સમગ્ર રાષ્ટ્રનું ફરી ઘડતર કરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. 
હા, મિત્રો
હું વાત કરવા જઇ રહ્યો છું 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની.... 
ચોક્કસ સૌના આ વિભૂતિ માટે અલગ અલગ વિચાર હોઇ શકે તેમાં બે મત નથી. પણ ગાંધી મને ગમે તેની વાત મારે કરવી છે, બુનિયાદી શિક્ષણ અને નઇ તાલીમ....
ગુજરાતથી નીકળીલ આ એક સામાન્ય બાંધાનો, વિદેશમાં ભણી વકીલ બનેલ, બાળપણમાં અંક કરતાં વધારે ખરાબ કાર્ય કરનાર આ સામાન્ય માનવ આપણા સૌ માટે
મહાત્મા 
બની રહ્યા. મહાત્મા બનવા માટે તેમને માનવ જીવનને સ્પર્શ કર્યો છે. સાવ અમસ્તા તે પ્રત્યેક ચલણી નોટ પર છપાયાં નથી.... ભારત ભ્રમણ કરીને તેમને દેશની વાસ્તવિક સ્થિતિ જાણી. મને બરાબર યાદ છે કે તેમના વિચાર હતા કે રાષ્ટ્રને સ્વતંત્રતાની પછી જરૂર છે પહેલા આ દેશમાં પ્રવતર્તિ 
આર્થિક અસમાનતા,
ગરીબી,
અંધશ્રદ્ધા અને વહેમમાંથી મુક્ત કરીને માનવ જીવન બદલવાની જરૂર છે. આપણા જેવા માણસ અને મહાત્મામાં ફરક એ જ કે આપણે વિચાર કરીએ અને બોલતા રહીએ. જ્યારે ગાંધીએ તેમના વિચારને અમલ કરવાની શરૂઆત કરી. તેમને પ્રણ કર્યું કે રાષ્ટ્રને જ્યાં સુધી તમામ માનવને કપડા ન મળે ત્યાં સુધી એક વસ્ત્ર ધારણ કરીશ. અને એ પણ જાતે બનાવીને....!!!
ગાંધીજીને ત્યારે લાગેલું કે 
કલા,
શક્તિ ( સામર્થ્ય ),
નિપુણતા,
કૌશલ્ય તો ભરપૂર ભરેલું છે. તેને જો ઉપયોગમાં લાવી શકાય તો સમગ્ર રાષ્ટ્રની આર્થિક અસમાનતાનો અંત લાવી શકાય. તેમને ત્યારે સમગ્ર રાષ્ટ્રને રેંટિયો આપ્યો. સૂતર તો આ દેશની ધરામાંથી ખેડુતો ઉપજ કરતા જ હતા. તેને સુવ્યવસ્થિત કરીને તેમાંથી જ કાપડ બનાવીને દેશના તમામ નાગરિક ઉપયોગમાં લાવે તો પહેરનારને કોઇને રોજગારી આર્યાનો આનંદ મળશે અને બનાવનાર તથા ખેડુત બન્નેને આર્થિક લાભ થશે.
અને આ તેમનું અમોઘ હથિયાર હતું..... તે હથિયાર એટલે જ

ખાદી....ખાદી..... અને ખાદી જ.....

તે ખાદી આજે પણ રાષ્ટ્રની અનેક સમસ્યાનું સમાધાન લાવવાની પુરી તાકાત ધરાવે છે. અને આગળ પણ આ જ ખાદી ભારતને ફરી સમૃદ્ધ બનાવશે તેવો મને વિશ્વાસ છે. આ ખાદી કોઇ જરૂરીયાત નથી પણ સમયની આવશ્યકતા જ છે. તે હાલ પણ પાયાનું શસ્ત્ર છે સમગ્ર સમાજમાંથી અસમાનતા દૂર કરવાનું માધ્યમ બની શકે. આજે આપણે સ્વતંત્ર છીએ. સશક્ત છીએ, પણ સમાજનો એક વર્ગ આજે પણ એવો છે કે જેની કલાની કોઇ કિંમત નથી. તેને જો ખાદી આપણને આપવાનો અવસર આપી શકીએ તો મારુ ચોક્કસ માનવું છે કે તેને સન્માન મળશે અને દેશની પ્રગતિમાં તે પણ પોતાની ભાગીદારી નોંધવશે. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ અંક વર્ગ રોટલી માટે મથામણ કરે છે. ભૂખ્યો સુઇ રહે છે. તો શું ગૌરવ લેવું આ સ્વતંત્રતાનું મારે.....???
આજે સરકાર દ્વારા પ્રયત્ન થઇ રહ્યો છે. તમામને ખાદી ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ઉપક્રમે આજ રોજ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ - ૨ ના શિક્ષકો દ્વારા અમદાવાદ ખાદી મંદિર માથી ખાદીની ખરીદી કરવામાં આવી.
આ પ્રસંગે અમારા ઝોનના મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાન્તભાઇ ગામેતી સર, સુપરવાઇઝર શ્રી અશોકભાઇ પરમાર અને શ્રી વિજયભાઇ દરજી હાજર રહ્યા. આજે અમારી સાથે તમામ અધિકારી શ્રીઓ પણ ખાદીની ખરીદી કરી. સૌ સરકારના આદેશના પાલન સાથે ખરીદી કરવા આવ્યા હશે. પણ અમારા આ પ્રયત્ન પછી સૌને ખબર ન હોય તેવું કાર્ય સૌએ કર્યું છે. આજે અંદાજીત શાળાના શિક્ષકો અને માનનીય અધિકારી શ્રીઓ દ્વારા અંદાજે ૧૬૦૦૦ જેટલી રકમની ખાદીની ખરીદી કરી. માનનીય અધિકારી શ્રીઓ દ્વારા પણ ૩૫૦૦ થી વધુની કિંમતની ખાદીની ખરીદી કરી. અમે સૌ આમ તો સહજ ખાદી ખરીદી કરી રહ્યા હતા પણ સામે પક્ષે એક સમગ્ર વર્ગને સન્માન આપી રહ્યા હતા. તેને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા તેની સમજ કદાચ સૌને ન પણ હોય. ખાદી દ્વારા નવજીવનનો સંદેશ મળે છે. ખરીદીનો આનંદ સાથે સત્કાર્ય કર્યાની ખુશી અને આત્મનિર્ભર ભારત તરફ એક ડગલું આગળ વધ્યાનું સન્માન પણ મળ્યું. 
ખાદી ફક્ત વસ્ત્ર નથી. ખાદી બુનિયાદી શિક્ષણનો પાયો છે. માનવને માનવ સામેનું મિલન કરાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે તેમ છે. સૌને વસ્ત્રોની જરૂર હોય છે. આપણે ઓછા નામે સપ્તાહમાં એક દિવસ પણ ખાદીના વસ્ત્રોનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ તો પણ અનેકને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપી શકીશું.
આજના અવસરે અમારા માર્ગદર્શક અધિકારીશ્રીઓએ હાજર રહીને ખરીદીમાં ભાગ લેવાની સાથે સૌને પ્રેરણા આપી તે માટે તેમનો શાળા પરિવાર તરફથી આભાર પ્રગટ કરૂ છું. શાળા પરિવારે પણ એક સાથે એક સમયે ખાદી ખરીદવાનો નિર્ણય કર્યો તે માટે તમામ શિક્ષકને પણ આભાર પ્રગટ કરતા હર્ષની લાગણીનો અનુભવ થાય છે.

Khadi_For_Nation


Hemant Panchal
Mo - 7567853006
Social Midea - Facebook - #IsanpurPublicSchool_2
twitter - @AmcIps2, @Hemantisanpur
















Comments

Post a Comment

Thanks A lots...