JoyFull ClassRoom 1

કલ્વિપનાથી વાસ્શ્વાતવિકતા સુધીની આત્મવિશ્વાસુ સફર એટલે જીવન.....
હું સતત માનતો આવ્યો છું કે તમારી કલ્પનાઓની શક્તિ એટલી વધારી દો કે વાસ્તવિતાને તમારી પાસે આવવું જ પડે...!

પ્રયત્નોને પરિણામ હોય જ છે. ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત અમે સતત શાળાના વાતાવરણને બાળકમય બનાવવા પ્રયત્નો કરી રહ્યા છીએ. શાળાનું ભાવાવરણ નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે કરતા રહીશું. છેલ્લા ૨ વર્ષથી વિચાર કરતા વર્ગખંડોને જોયફુલ બનાવવા. મોટાભાગે શાળાના પર્યાવરણની ઉપયોગ બાળકને
જ્યાં હોય ત્યાથી,
જ્યારે હોય ત્યારે
નવું શીખવા મળે તેના માટે કરવો જોઇએ. કોરોનાએ સમયમાં બદલાવ કરી દીધો છે. બાળક બે બે વર્ષથી શાળાથી, અભ્યાસથી અને ખાસ શિક્ષકથી દૂર છે. તેવા સમયે બાળકને શાળાએ લાવવું, ટકાવવું અને અભ્યાસ કરતા કરવા પડકાર છે. અમારે તો ધોરણ ૧ થી ૫ ના બાળકો તો હજુ પણ આવ્યા નથી. તેવા સમયે શાળાને મસ્ત બનાવવાનો વિચાર કરતા કરતા પહેલા ગ્રીન શાળા બનાવવા મથ્યા. હવે વર્ગખંડો તૈયાર કરવા હતા. બજેટની સમસ્યા તો રહે જ. આટલો ખર્ચ ગ્રાન્ટમાંથી શક્ય નથી કારણ બાળકોની સંખ્યા પણ ૧૪૧૮ છે એ પણ ધોરણ ૧ થી ૫ માં જ. તો અમે પ્રયત્નો કર્યા.
કહેવાય છે પ્રયત્ન કરનાર કદી અસફળતા મેળવતા નથી. અચાનક મુલાકાત થઇ બે થનગનતા યુવાનોની.... પૂજન પટેલ અને શરદ પંચાલની.... બન્ને તેમની ટીમ સાથે રંગશાળા નામની એક સંસ્થા ચલાવે છે. અમારી તેમની મુલાકાત અંદાજે ૧૦ મહિના પહેલા થઇ તેમને કહેલું કે અમે શાળામાં વિવિધ શૈક્ષણિક અને બાળકોને ગમે તેવા ચિત્રો દોરવા માટે વ્યવસ્થા કરીએ. તમે ખાલી કલર અને બીજી વ્યવસ્થા કરી આપશો. ભાવતું હતું અને વૈદ એ કહ્યું. અમે અમારા સ્ટાફને વાત કરી સૌ એક અવાજે તૈયાર. 
કામ મોટું હતું તો અધિકારી શ્રીનું માર્ગદર્શન જોઇએ. અમારા સુપરવાઇઝર શ્રી અશોકભાઇ સર સાથે વાત થઇ. મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાન્તભાઇ ગામેતી સર દ્વારા મંજૂરી મળી કે કરાવો હું સરને ભલામણ કરું. અમે મંજૂરી લેવા ગયા. ત્યાં નાયબ શાસનાધિકારી અશ્વિનભાઇ ત્રિવેદી સર સાથે ચર્ચા થઇ. માનનીય નાયબ શાસનાધિકારી શ્રી દિનેશભાઇ દેસાઇ સર દ્વારા જરૂરી માર્ગદર્શન મળ્યું. શાળાના મકાનને શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ કરવાની સમજ મળી. માનનીય શાસનાધિકારી સર શ્રી એલ.ડી. દેસાઇ સર સાથે વિગતે ચર્ચા થઇ તેમના દ્વારા મંજૂરી મળી. સાથે માર્ગદર્શન અને કાર્ય કરવાની ઊર્જા પણ મળી.
હવે સમય હતો તે મંજૂરીને શક્ય બનાવવાનું. સર્વકલ્યાણ ફાઉન્ડેશન અને કૃણાલભાઇ, પૂજન પટેલ અને શરદ પંચાલ સાથે સતત મિટીંગ થવા લાગી. હવે અમારા ભાગે વધારે કાર્ય ન હતું. પણ ત્રણે યુવાનોને વંદન કરવા પડે. તેમને પુરી ટીમ ભેગી કરી. વિવિધ કોલેજ તથા રસ ધરાવતા ૧૫૦ કલાકારો ભેગા કર્યા. તેમની સાથે મિટીંગ કરી. અને તેમને આ ઉમદા કાર્યમાં ભાગીદાર થવા માટે તૈયાર કર્યા એટલું જ નહિ પણ સૌને સમજ આપી કે આવા કાર્યો કરવાથી જ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી નોંધાવીએ. ખરેખર આ યુવાધન ને વંદન કરવા પડે. દિવાળીનો સમય છે.
સોશિયલ મિડીયાનો સમય છે
સેલ્ફીની પરંપરા વધી રહી છે
મોલમાં ફરવાનો સમય છે
તેવા સમયે આ બધુ છોડીને આ યુવાનોએ દિવાળીના સમયમાં બે બે દિવસ અમારી શાળાને આપ્યા એ પણ સ્વાર્થ વગર...
સવારથી સાંજ સુધી
સસ્મિત વદને
નિરાશ થયા વગર
અપેક્ષાઓના વિશ્વને બાજુએ મુકીને
લોભ કે લાલચ વગર સૌએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે.
શાળાના તમામ વર્ગખંડોમાં તેમને બાળકોને ગમે તેવા સુંદર ચિત્રો દોરી આપ્યા.
પણ મિત્રો કાર્ય સરળ ન હતું. આર્થિક પાસુ પણ કમજોર હતું. પણ મારા ધોરણ ૧ થી ૫ ના તમામ શિક્ષકો સતત પોતાના ખિસ્સા શાળા માટે તૈયાર રાખે છે. જરૂર હતી તેના કરતાં વધારે મળ્યું છે. કાર્ય સુંદર થયું છે.

વિગતે અહેવાલ એક બે દિવસ પછી કહીશ. આજે બે દિવસનો થાક છે.  પણ ઉતાવળ એટલે છે કે આ બે દિવસમાં થયું કે કાર્ય આનંદદાયી છે. મજ્જા આવી પણ મુશ્કેલીઓ પણ આવી જ છે. પણ મુશ્કેલી વગર કાર્ય કરવાનો શો અર્થ....?
કાલે સમગ્ર ચિતાર મુકીશ....
Wait For Part 2

Hemant Panchal
#IsanpurPublicSchool_2
Contact - 7567853006
Email - vaishwika@gmail.com







































Comments

  1. ખુબ જ સરસ કાર્ય સર..👌👌👌

    ReplyDelete
  2. Good work
    Keep it up 🎉🎉🎉🎊🎊🎊🥰🥰🥰🌹🌹🌹

    ReplyDelete

Post a Comment

Thanks A lots...