નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંતાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ અંતર્ગત આજ રોજ દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી સાહેબ દ્વારા આજ રોજ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ ની મૂલાકાત લીધી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદના ઉપક્રમે શાળામાં પર્યાવરણ વિષયના શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી દક્ષિણ ઝોન અંતર્ગત ઇસનપુર, લાંભા, નારોલ, ગ્યાસપુર, વટવા જેવા ક્લસ્ટરમાંથી કુલ ૫૦ શિક્ષકો આ તાલિમ અંતર્ગત જોડાયા.
શ્રી કરણસિંહ ડોડ, સીઆરસી કો-ઓર્ડિનેટર તથા લગધીરભાઇ દેસાઇ દ્વારા તજજ્ઞ તરીકે કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમારા સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્પેશભાઇ ઉપાધ્યાય દ્વારા સમગ્ર તાલીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શિક્ષકો સાથે બાળકો માટે કરવાના કાર્યો તથા નવીન પુસ્તક સંદર્ભે વિવિધ ચર્ચા તાલીમમાં કરવામાં આવી રહી છે.
આજ રોજ દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી સાહેબ શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી દ્વારા સવારે ૧૦:૨૦ થી ૧૨:૩૦ સુધી તાલીમ વર્ગની મુલાકાત તથા શાળા મુલાકાત કરી. સમય કરતા વહેલા આવીને સાહેબ શ્રીએ પ્રાર્થના સભા, યોગ માં જોડાયા. ત્યાર બાદ દ્વારા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ મોડાયુલ પ્રમાણે સાહેબ શ્રી દ્વારા વિષય સંદર્ભે ચર્ચા કરવામાં આવી. પ્રથમ દિવસે શિક્ષકોએ લીધેલ તાલીમની ચર્ચા કરી. તે સંદર્ભે શિક્ષકો સાથે ચર્ચા બાદ આજના વિષય અંતર્ગત તેમને હળવાશ સાથે જ્ઞનની વાત કરી. પર્યાવરણ વિષય અંતર્ગત આવતા વિવિધ એકમો જેમ કે
કુટુંબ તથા સામાજિક સંબંધોની ચર્ચા
ખોરાક અને તેના સ્વાદના પ્રકારો વિશે ચર્ચા
શાળા, ધર, શેરી, વિસ્તાર અંગે સ્વચ્છતા રાખવાની તથા પોતાની જાતને સ્વચ્છ રાખવા અંગેની ચર્ચા
વૃક્ષારોપણ તથા તેનો ઉછેર કરવા અંગેની ચર્ચા
વિશ્વમાં પર્યાવરણ સંબંધે હાલ ઉપસ્થિત થયેલ પ્રશ્નો અંગે ચર્ચા
જલવાયું પ્રદુષણ, ઓઝોન વાયુ પડ તથા પ્રદુષણ સંદર્ભે ચર્ચા
કરતાં સાહેબ શ્રી એ આવનાર સમયમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ભવિષ્યના બાળકો તૈયાર કરવા તથા તે માટે પ્રાથમિક શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી વિશે સઘન ચર્ચા કરી. બાળકને શાળા આવે ત્યારે કેવી ભૂમિકા ભજવીને તે મૂલ્ય લક્ષી શિક્ષણ મેળવે તથા અધ્યયન નિષ્પત્તિની સાર્થકતા તમામ બાળકોમાં કેવી રીતે કરી શકાય તે અંગે સમજ આપવાનું કાર્ય કર્યું.
ખરેખર શિક્ષકોને ખુબ આનંદ થયો. સાથે તજજ્ઞ તરીકે ભૂમિકા ભજવતા શ્રી કરણભાઇ તથા લગધીરભાઇ દ્વારા પણ મોડ્યુલ પ્રમાણે તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તાલીમ વર્ગની મૂલાકાત બાદ સાહેબ શ્રી દ્વારા શાળાની મુલાકાત કરી. શાળાના શિક્ષકો શ્રી અશોકભાઇ પંચાલ, વિક્રમસિંહ ઝાલા, સમીર દેસાઇ, ચંદુભાઇ પ્રજાપતિ તથા સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્પેશભાઇ સાથે શાળાની પર્યાવરણ તથા ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ ના બજેટમાંથી કરવામાં આવેલ બાળક લક્ષી ચિત્રકામ નું નિદર્શન કર્યું. અમારા ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે મૂળાક્ષર પરિચય, ચડતો-ઉતરતો ક્રમ, અંગ્રેજી મૂળાક્ષરો વગેરે અંતર્ગત રમત પ્રવૃત્તિ સાથેનું આયોજન અને થયેલ કાર્યનું નિરીક્ષણ કર્યું.
ગત વર્ષે મિત્ર કેતનભાઇની મદદથી અમે સ્વખર્ચે કૂંડા લાવીને વાવેલ તમામ છોડનું અવલોકન કર્યું. શાળામાં અભ્યાસક્રમ અંતર્ગત જરૂરી તમામ છોડ જેમ કે
લજામણી, અજમો,પર્ણકુટી,અળડૂસી, બીલીપત્ર, પીપળો, વડ, લીમડા, આસોપાલવ, કૃષ્ણકમળ અને મધુમાલતી વેલ સળગવો રતાળું, અળવીના પાન, વિવિધ શાકભાજીના વેલા વગેરે જોઇ તેમને સંતોષ થયો.
મુલાકાત દરમ્યાન વિવિધ વિષયે ચર્ચા કરવામાં આવી. શૈક્ષણિક ગ્રેડ સુધારવા તથા તે માટે વધારે પરિશ્રમ કરીને આગામી સમયમાં એ ગ્રેડમાં શાળાને લઇ જવા જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું.
શાળા મુલાકાત સાથે સાહેબ દ્વારા ઇસ્નપુર પબ્લિક સ્કૂલ ૧ ના શિક્ષકો સાથે મુલાકાત કરી હાલ ધોરણ ૬ થી ૮ માં બાળકો શાળાએ આવે છે ત્યારે કેવા પ્રકારની સાવધાની રાખીને કાર્ય કરવું તે અંગે જરૂરી ચર્ચા કરી.
તાલીમના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેરના સિનિયર લેક્ચરર શ્રી તિવારી સાહેબ દ્વારા તાલીમ વર્ગ અને શાળાની મુલાકાત લેવાયેલ. તેઓ દ્વારા પણ ભવિષ્યમાં પાઠ નહિ પણ અધ્યયન નિષ્પત્તિ ભણાવવા પર ભાર મૂક્યો. તે સાર્થક કરવા માટે કેવું કાર્ય વર્ગખંડમાં શિક્ષકોએ કરવું તે અંગે માર્ગદર્શ આપ્યું.
સાહેબ શ્રીની મુલાકાત દ્વારા અમને નવું શીખવાની સાથે જરૂરી માર્ગદર્શન તથા પ્રેરણા મળી તે માટે તેમનો આભાર.....
Hemant Panchal
Isanpur Public School - 2
Municipal School Board, Ahmedabad
Facebook - #IsanpurPublicSchool
twitter - @AmcIps2
contact - 7567853006
Email id - vaishwika@gmail.com

















Comments
Post a Comment
Thanks A lots...