સ્વતંત્રતાનો શ્વાસ
સ્વાધીનતાનો વિશ્વાસ
પોતાપણાની લાગણીનો આજે આપણે જે અનુભવ અનુભૂતિ કરી રહ્યા છે એના આપણે હકદાર નથી.... હા આપણે હકદાર નથી આપણે તો વારસ છીએ....
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત આજે સ્વતંત્રતાના ૭૫ મા વર્ષની ઉજવણી કરવામાં આવી. પ્રથમ થોડી ચર્ચા એની કરીશ પછી હકદાર અને વારસ વિશે વાત કરવી છે.
આયોજન તો ૧૨ તારીખથી શરૂ હતું. જવાબદારી આપણી પણ છે જ કે આપણે રાષ્ટ્રને સન્માન આપીએ. તે મુજબ આયોજન કરીને ઉજવણી નક્કી કરેલ. કોરોનાનો સમય છે. ભયનો માહોલ છે. તેમ છતાં સ્વતંત્રતા દિવસની ઉજવણી એ કૃતજ્ઞતાપૂર્વકનું વંદન છે. શાળા સાફ તો રહે જ છે. છતાં નારોલ મસ્ટર સ્ટેશન દ્વારા શાળાને સફાઇ બાબતે ખુબ મદદ કરવામાં આવી. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તૈયારી કરી લીધી હતી. આજે સવારે સૌ વહેલા શાળાએ પહોંચ્યા અને શુશોભન કરવામાં આવ્યું. ગુલાબના ફુલો, અન્ય વૃક્ષોના પાંદડા તથા શાળામાં ખિલેલા ફુલની મદદથી શણગાર કરવામાં આવ્યો. તિરંગાને અનુરૂપ ફુગ્ગા કેસરી, સફેદ અને લાલા લાવીને જાતે ફુલાવીને શિક્ષકોએ શણગાર કર્યો. આમ સમગ્ર શાળાને સુંદર રીતે શણગાર કરીને આજના પાવન અને સૌથી પ્રિય તહેવારની ઉજવણી કરવામાં આવી.
શાળામાંથી નિવૃત થવાની તૈયારી વાળા ખુબ સન્નિષ્ઠ અને શોધ્યે ન મળે તેવા શિક્ષક અને જેને અમે સહું દાદાના નામે જ સંબોધન કરીએ છીએ તેવા અમારા ચંદુદાદાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. હરેશભાઇ મોદી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. સૌ મો મીઠું કરી છૂટા પડ્યા.
હવે સમય હતો પરિપત્રમાં થયેલ આદેશ મુજબ એસએમસી અને વાલી મિટીંગ કરવાનો. કોરોના ને ધ્યાને રાખી વાલીની સંખ્યા મર્યાદિત રાખવામાં આવેલ. આવેલ તમામ વાલીને એક સાથે રાખી વાલી મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું. મે એટલે કે હેમંત પંચાલે વાલી સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી. જેમ કે
કોરોના સમયમાં બાળકોને હોમ લર્નિગ કરવામાં મદદરૂપ થવું
ઓનલાઇન ક્લાસમાં બાળકોને જોડવા
કોરોના સમયમાં આરોગ્ય માટે રાખવાની કાળજી
શેરી શિક્ષણ અંતર્ગત બાળકોને જોડવાનો પ્રયાસ કરવો
શાળા શરૂ થાય તો બાળકોને રાખવાની કાળજી લેવી
શાળા વિકાસમાં મદદરૂપ થવું
વેક્સીન લેવી અને અન્યને લેવા માટે જરૂરી માર્ગદર્શન તથા સહયોગ કરવો
શાળામાં ભૌતિક સુવિધાઓ વધારવા અંગે કાર્યરત થવું
એકમ કસોટી તથા અન્ય કાર્યોમાં બાળકોને મદદરૂપ થવું
વધુમાં વધુ બાળકોનું નામાંકન શાળામાં થાય તેમ કરવું
પ્રત્યેક વિદ્યાર્થી કે જેની ઉંમર ભણવા જેવી છે તેને શાળામાં પ્રવેશ આપવા પ્રયત્ન કરવા.
આ સિવાય અનેક મુદ્દાની ચર્ચા વાલી સાથે કરવામાં આવી. તેમની સમસ્યાઓ જાજ્ઞાનમાં આવી તેને દૂર કરવાના રસ્તા વિચારવામાં આવ્યા.
આમ વાલી મિટીંગ પૂર્ણ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
હવે મારે ૭૫ મા સ્વાતંત્ર્ય દિવસે વાત કરવી છે કે આપણે હકદાર નથી, વારસ છીએ.
સ્વતંત્રતા મેળવવામાં મારું યોગદાન નથી. આપણા પૂર્વજો ભલે એ કોઇ પણ ધર્મ કે જાતિના હોય તેમનું યોગદાન છે. આપણે હકદાર નથી કારણ આપણે હજુ તેમના બલિદાનો સમજ્યા નથી. તેમના બલિદાનો માટે આપણે તેમના સપનાનું ભારત બનાવવું પડે. અને જો વારસ છીએ તો આપણે
સમ્યક તનોતિ ઇતિ સંતાન
એ ઉક્તિ અનુસાર પિતાના ધ્યેયને આગળ લઇ જવું પડે. તે માટે આપણે પ્રયત્ન કરવો પડે.
જ્યાં સુધી દેશમાં જરા પણ ગંદકી છે ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી એક પણ બાળક શાળા બહાર છે ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી અંતિમ ભારતીયને બે સમય ખાવાનું મળતું નથી ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી એક પણ માથા પર છત નથી ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી સરહદો સુરક્ષિત નથી ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી જવાનોને બલિદાન આપવા પડે છે ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી સરકારમાં સામાન્ય માણસનો વિશ્વાસ નથી ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી જાતિ અને ધર્મના નામે લડાઇ ઝઘડા થાય છે ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી અંધશ્રદ્ધા અને વહેમોમાં સામાન્ય માણસ ભરાયેલો છે ત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
જ્યાં સુધી સૌને સમાન જીવનનો, ભણવાનો, ખાવાનો, રહેવાનો હક મળતો નથીત્યાં સુધી સ્વતંત્રતા માં ઘણું ખૂટે છે.
આમ મારો મત છે કે આપણે શ્રેષ્ઠ ભારત બનાવવા પ્રયત્ન કરીશું તો સ્વતંત્રતાના હકદાર છીએ અને વારસ છીએ.
સ્વતંત્રતા દિવસની શુભકામના
ગુલામ માનવીની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. સામાન્ય વિચાર કરવો હોય તો આપણાથી એક પગલું પાછળ કાર્ય કરનાર કર્મચારીની જગ્યાએ પોતાને એક વાર મૂકી જોજો...!!!
પરાધીનતાથી સ્વાધીનતા
ઉદાસીમાંથી આશાના કિરણ
કેદમાંથી મુક્તિનીએ કલ્પના
ગુલામીમાંથી આઝાદી
પરતંત્રતાથી સ્વતંત્રતા સુધીની આ સફર આ દેશ માટે કેટલી મોંઘી છે તેની કલ્પના કરી શકવાની હાલતમાં હું નથી. આ સફરમાં મારી ભૂમિ એ
ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદી જેવા સાચા અર્થમાં પુત્ર કહી શકાય એવા શહીદોના લોહીથી પોતાની માટીનો એક એક કણ રંગ્યો છે. સમર્થ ભારત માટે તેમને જોયેલા સપના અધૂરા રાખ્યા છે.
ખરેખર આજની આ સ્વતંત્ર લોકશાહી માટે વ્યક્તિગત મે આ શહીદોના બલિદાન લીધા છે. બસ હું કહેવા માંગુ છું કે ઘણી મોટી કિંમત ચૂકવી છે. પણ આટલું ગુમાવ્યા પછી પણ જ્યારે એ આઝાદ ભારતના નાગરિકને જોતા હશે ત્યારે તેમને વ્યથા થતી હશે કે શું બાકી રહી ગયું હતું...???
રક્તનું અંતિમ ટીપું આપી દીધું
બાળપણ જ નહિ યુવાની આપી દીધી
જીવનની તમામ રાતોની ઉંઘ આપી દિધી
સુખ ચેનની તમામ ક્ષણો આપી દીધી
આટલું આપ્યા પછી પણ આ દેશનો નાગરિક ( નાગરિક કહી શકાય કે કેમ તે વિચારવું પડે ) દેશહિતની પ્રવૃત્તિઓમાં પણ સામે પડશે. અમારા નામે કંઇ નહિ એ ચોક્કસ શ્રેષ્ઠ વાત છે કારણ કોઇ સ્મારક, રસ્તો, એવોર્ડ જોઇને યાદ આવે અમારી તો કોઇ અર્થ નથી.
મિત્રો
આજનો દિવસ મારો પ્રિય તહેવાર છે
હું મારા નિર્ણય જાતે કરી શંકુ છું તો ચાલો કરીએ કંઇ સંકલ્પ શહીદો માટે
સફાઇ કરતા પહેલા ગંદકી ન થાય તે જોઇશ
ટેક્ષ ભરીશ
રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન કરીશ.
મારું કૌશલ્ય દેશહિતાર્થ ઉપયોગ કરીશ.
ખુલ્લી હવામાં શ્વાસ લઈએ છીએ આજે અમે કારણ આપે અમારા શ્વાસ માટે તમારા શ્વાસની ચિંતા નથી કરી.....
ડનલોપના ગાદલામાં શાંતિથી સુઈ શકીએ છીએ અમે કારણ આપે આખી આખી અનેક રાતો આઝાદી મેળવવાના વિચારોમાં વિતાવી દીધી છે......
વાતાનુકુલીન વાતાવરણ માં અમે ભવિષ્યના સ્વપ્નો જોઈએ છીએ કારણ આપે ટાઢ, તડકો અને વરસાદની કલપના પણ ન કરી.....
બની શકે કે આજે અમને જોઇને આપનું હૃદય કલ્પાંત કરતુ હશે......
આકરણ કરતુ હશે.....
રડતું હશે.....
પણ આઝાદીના આ પાવન પર્વ ની ઉજવણી ના નાદમાં આપની એક પણ કુરબાની ભૂલ્યા નથી.....
હા બની શકે અમે રસ્તો ભૂલ્યા છીએ પણ બદલીશું અમે આ ભારત ને.....
બનાવીશું એને આપના કલપના માં રહેલું ભારત......
ચાલો મિત્રો આજે સંકલ્પ કરીએ...
બાળકોના આદર્શ અમે આપણે બનાવીશું.....
યુવાનોમાં જોમ અમે આપનો ભરીશું.....
મહિલાઓમાં સબળા થવાનું સામર્થ્ય ભરીશું.....
વૃદ્ધોમાં ફરીથી દાંડી યાત્રા કરવાનું સાહસ આપીશું...
કોઇપણ ફરિયાદ વિના અંતિમ બાળકને શાળાએ લઇ આવીશું...
પ્રત્યેક સ્ત્રીને સન્માન આપીશું....
રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેક મનમાં વસાવવા પ્રયત્ન કરીશું...
આપના લોહીના એક એક ટીંપાની કિંમત અમને ખબર છે...
ખુશી આપની અમારી ખુશીમાં છે પરંતુ એ ખુશી સશક્ત, સમૃદ્ધ ભારત નિર્માણમાં છે તેની અમને સમજ છે...
આવા સંકલ્પ સાથે તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામના
હું હેમંત પંચાલ મારૂ યોગદાન નવસર્જનમાં આપી શંકુ તેવી શક્તિ મળે એવી પ્રાર્થના સાથે....
અંતે ખુબ મજા આવી. રાષ્ટ્રને ઉન્નત બનાવવા આપણે મથ્યા કરીશું તેવો વિશ્વાસ છે. જય હિન્દ....
ખાસ સમગ્ર આયોજન માટે વિક્રમસિંહ ઝાલા, સમીર દેસાઇ, પાર્વતીબેન પાંડવ, હીનાબેન મલ્લી, રોશન રાઠોડ, સંજય ભગોરા, અલ્પાબેન ચૌહાણ, ભાનુબેન માલીવાડ, ઉર્મિલાબેન વાઘેલા તથા અન્ય મદદરૂપ થનાર સૌનો આભાર...... સૌના નામ લખી શકાય તેમ નથી. પણ વિક્રમસિંહ દ્વારા સતત અવિરત પ્રયાસ કરાયો તે ખરા અભિનંદનને હકદાર છે. સૌ વાલીને પણ આભાર.....
આપનો
Hemant Panchal
Isanpur Public School
Web -
https://isanpurpublicschool.blogspot.com
facebook - #IsanpurPublicSchool
















Comments
Post a Comment
Thanks A lots...