ગુણોત્સવ 2.0 સંકલ્પના સ્પષ્ટીકરણ પરિસંવાદ 2021

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત સતત વિદ્યાર્થી, શાળા, વાલી, શિક્ષક અને શિક્ષણ બાબતે સતત હકારાત્મક દિશામાં શૈક્ષણિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સતત કરવામાં આવેલ પ્રયત્નોનું પરીણામ શાળાના કાર્યમાં, પ્રદર્શનમાં જોવા પણ મળે છે.
ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં થઇ રહેલા કાર્યને શૈક્ષણિક, ભૌતિક સુવિધાઓમાં વધારો કરવાનો, સતત હેન્ડ હોલ્ડિંગ કરવાનો પ્રયાસ શૈક્ષણિક દિશામાં સારા પરીણામ લાવવામાં સફળતા તરફ હરણફાળ ભરી રહ્યા છે.

સરકાર દ્વારા ગુણોત્સવ 2.0 ના પરીણામ તમામ શાળાઓ સુધી પહોંચી ગયા છે. તમામ શાળાઓ પોત પોતાની રીતે તેનું વિહંગાવલોન રીતે કર્યું જ છે. તેના પરીણામોની શાળા કક્ષાએ ચર્ચા થઇ જ હશે. તમામ મુદ્દા આધારિત વિચાર કરીને ક્યાં કચાશ હશે તેની ચર્ચા શાળા કક્ષાએ કરી જ હશે. નવા વર્ષ માટે આયોજનો કર્યા જ હશે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા તમામ શાળાઓનું વાતાવરણ બદલાય, ગુણોત્સવની સાચી સમજ કેળવાય અને તમામ પરિમાણ અંતર્ગત શાળાનું પ્રદર્શન યોગ્ય બને અને તેની સાચી સમજ કેળવાય તે માટે તમામ શાળાઓને સીધુ માર્ગદર્શન મળે તેવા હેતુથી ગુણોત્સવ 2.0 સંશોધન કાર્યશાળાનું આયોજન નાના નાના ગૃપમાં કરવામાં આવ્યું. 

અમારી શાળા ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત સૌથી વધુ શિક્ષકો કાર્યરત છે. તેવા સમયે શાળામાં તો પરીણામની ચર્ચા કરવામાં આવી જ હતી. પરંતુ દક્ષિણ ઝોન યુઆરસી કો-ઓર્ડિનેટર શ્રી મહેન્દ્રભાઇ મકવાણા દ્વારા તમામ શિક્ષકોને સીધુ માર્ગદર્શન કરવામાં આવ્યું.
મહેન્દ્રભાઇ મકવાણા યુઆરસી કો-ઓર્ડિનેટર પછી છે પણ પહેલા મારા અંગત મિત્ર છે. હું તેમને ઘણા 
સમયથી એક માર્ગદર્શક તરીકે ઓળખુ છું. તેઓ ભાષા વિષયના એસઆરજી તરીકે કાર્ય કરતા રહ્યા છે. ભાષા પર તેમનું વિશેષ પ્રભુત્વ છે. તેઓ જ્યારથી ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત થઇ ત્યારથી પ્રજ્ઞાના એસઆરજી તરીકે સતત કાર્ય કરે છે. એક યુઆરસી કરતાં વિશેષ તેઓ સારા શિક્ષક છે કારણ તેમની ભણાવવાની પદ્ધતિ કોઇપણને સરળતાથી સમજી શકાય તેવી રહે છે. છેલ્લો શિક્ષક કે બાળક સરળતાથી કેમ સમજે તેનો વિચાર સતત તેમના તમામ વક્તવ્યમાં મે સદૈવ અનુભવ કર્યો છે. આવા એક સારા શિક્ષક, જેની ગણના થઇ શકે તેવા યુઆરસી, ભાષાવિદ્, તજજ્ઞ, પ્રજ્ઞા એસઆરજી, લેખક અને વક્તા એવા મહેન્દ્રભાઇ મકવાણા અમારી શાળામાં અમને સોને ગુણોત્સવની તાલીમ આપવા આવ્યા એ વ્યક્તિગત મારા માટે સૌભાગ્યની વાત છે.

મિત્રો આપ સાથે મારે આ સમગ્ર વાત શેર કરવી જ હતી. પણ સમયનો અભાવ અને અન્ય કાર્યોમાં વ્યસ્તતાને કારણે યોગ્ય વાત કરી શકવી શક્ય ન હોવાથી સમય લઇને આજે આપ સાથે શેર કરતા આનંદનો અનુભવ કરી રહ્યો છું. તાલીમ કરતાં વિશેષ આ અમારા માટે કાર્યશાળા રહી છે, ચોક્કસ તમામ શાળાને આ લિંક દ્વારા સીધુ યોગ્ય માર્ગદર્શન ગુણોત્સવ અંતર્ગત મળી જ રહેશે. તેનો મને પૂર્ણ વિશ્વાસ છે. મહેન્દ્રભાઇ દ્વારા શાળાના શિક્ષકો માટે એક દિવસ 2 કલાકનો સમય જ મળે તેમ હતો. પણ મારી ભૂખ અને શાળાને નવી ઉંચાઇએ લઇ જવાની અમારા શિક્ષકોની નેમ રહી કે તેઓ સતત 2 દિવસ અને અંદાજે 8 કલાક જેટલો સમય અમારી શાળાની કાર્યશાળામાં રોકાયા. આજે આપ સૌને હું તેમના વિચારોની સાથે મારા વ્યક્તિગત વિચારો સાથે વાત રજૂ કરી રહ્યો છું. વિશ્વાસ છે આપને આનંદ થશે અને ચોક્કસ આપની શાળાને આગળ વધારવા માટે જરૂરી સાહિત્ય આ લેખ દ્વારા મળશે.

બન્ને દિવસની શરૂઆત પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના દ્વારા કરવામાં આવી. પ્રથમ દિવસે તમામ શિક્ષકોની એક ટેસ્ટ લેવામાં આવી. જે આ સાથે સામેલ કરેલ છે.  મહેન્દ્રભાઇ દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમને સમગ્ર કાર્યશાળાને ભાષણમાં પરિવર્તિત કરવાનું સંપૂર્ણ રીતે છોડીને ચર્ચાના મોડમાં જ પરિસંવાદ કર્યો છે. બન્ને પક્ષે ચર્ચા કરવામાં આવેલ. તેમને શિક્ષકોમાં ભૂખ જગાડીને તેમને પોતાનું યોગદાન વિશેષ બનાવવા માટે સુંદર અને સફળ પ્રયત્ન કર્યો. ચર્ચામાં શિક્ષકો ભાગીદાર બની રહે, વર્ગ જીવંત રહે તે માટે તેમને પૂર્ણ રીતે સાર્થક પ્રયાસ કર્યો છે.

પ્રથમ દિવસે ગુણોત્સવ 2.0 શું છે
તેના કયા પરિમાણ પર શાળાએ, શિક્ષકોએ વધારે વિચાર કરવાનો રહે છે
શું એક દિવસમાં તૈયારી થઇ શકે છે
જેવા પરિમાણો પર ચર્ચા કરવામાં આવી. 

મિત્રો સૌ જાણીએ છીએ કે ગુણોત્સવ 2.0 ને શૈક્ષણિક બનાવવાનો વિચાર જ ક્રાંતિકારી છે. તમામ વિચાર બાળકેન્દ્રી છે. શિક્ષણ વિભાગના આ વિચારમાં બાળકને જ ધ્યાને રાખવામાં આવ્યું છે. 100% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને તેના આધારે નીતિ બનાવવામાં આવે તો આગામી સમયમાં કરવાની યોજનાઓની સમજ મળે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને X/Y/Z કેટેગરીમાં મુકવામાં આવેલ છે. તેમાં કઇ શાળામાં કેટલા દિવસ મૂલ્યાંતન કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે. 

X - કેટેગરીમાં 300 થી ઓછી સંખ્યા ધરાવતી શાળામાં 2 SI 2 દિવસ રહેશે. વધારે સંખ્યા હોય તો 2 SI 3 દિવસ સુધી શાળામાં રહેશે.

Y - કેટેગરીમાં 101 થી 300 થી ઓછી સંખ્યા ધરાવતી શાળામાં 1 SI 2 દિવસ રહેશે.

Z - કેટેગરીમાં 100 થી ઓછી સંખ્યા ધરાવતી શાળામાં 1 SI 1 - એક દિવસ રહેશે.

અમારી શાળામાં 2 SI 3 
દિવસ રહેલા. 

શાળાઓની કેટેગરીની સમજ આપ્યા બાદ તેમને ગુણોત્સવ 2.0 અંતર્ગત કયા મુખ્ય ક્ષેત્રો અને તેના કેટલા ગુણભાર રહે તેની ચર્ચા કરવામાં આવી


હવે તમામ ઇન્ડીકેટર અંતર્ગત શાળાએ, મુખ્ય શિક્ષકે, શિક્ષકે કયા કયા પાસા પર વિશેષ કાર્ય કરવાનું રહે છે તેની વિસ્તૃત સમજની ચર્ચા કરવામાં આવી. ગુણોત્સવ 2.0 અંતર્ગત મુખ્ય ભાર શૈક્ષણિક છે. બાળકો સાથે શિક્ષક વર્ગમાં સતત કાર્ય કરે છે. મને બરાબર યાદ છે અને મારું સ્પષ્ટ માનવું છે કે છેલ્લા બે ત્રણ વર્ષમાં શાળામાં પાઠ ભણાવવાથી વિશેષ વિચાર અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા પર રહ્યો છે અને તે જ સાચું શિક્ષણ છે. મારા કેટલા ખાનગી શાળાના શિક્ષકો પણ કહે છે કે તમારા એકમ કસોટીના પેપર અમારા બાળકો યોગ્ય રીતે ન જ કરી શકે... જવા દો આપણે એ વાત કરવી છે જે અમે આ પરિસંવાદ દ્વારા શીખ્યા છીએ. 

પ્રથમ દિવસની ચર્ચામાં એકમ કસોટી નું મૂલ્યાંક, શિક્ષકની ટિપ્પણી, વાલીને જરૂરી માર્ગદર્શન, વાલીને પોતાના પાલ્યના શૈક્ષણિક સફરની સમજ આપવી, ચેક કરવામાં શું ધ્યાન રાખવું, તેના આધારે ઉપચારાત્મક કસોટીનું આયોજન કરવું તે બાબતે સઘન ચર્ચા કરવામાં આવી. શિક્ષકોના મનના તમામ પ્રશ્નોનું યોગ્ય સમાધાન અને સમજ આપવામાં આવી. મારું માનવું છે કે કોઇપણ વિદ્યાર્થી સવાલોના જવાબ પોપટની જેમ આપે તો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઇ તેવું માની શકાય નહિ. જ્યારે કોઇ અન્ય વિદ્યાર્થી ઓછા ગુણ લાવે તો તેને સમજ નથી તે માનવું પણ ભૂલભરેલું છે. અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થવી તેનો અર્થ એ જરા પણ નથી કે બાળકને તમામ સવાલોના જવાબ આવડે કે તે પુરા માર્ક્સ લઇ આવે. મિત્રો આપણે જે શીખવવું છે તેની સમજ અને સંકલ્પના સિદ્ધ થવી તે મૂળ આશય છે. એકમ કસોટી એ મૂલ્યાંકન પ્રક્રિયાનો અસરકારક ભાગ છે કારણ કે બાળક શુ શીખશે તે આપણે આયોજનમાં નક્કી કરીએ જ છીએ અને તેના આધારે તો વર્ગમાં ભણાવવાનું કાર્ય કરીએ છીએ. પરંતું જ્યારે વિદ્યાર્થી તે જ્ઞાનનો ઉપયોગ વ્યવહારમાં કરતો થાય ત્યારે તે શીખ્યો તેમ કહી શકાય. એકમ કસોટીમાં ભાર આપવાથી તેની સમજ અને જરૂરીયાત સમજાઇ શકે તો પ્રારંભિક શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટું કાર્ય થશે. આવી સઘન ચર્ચા એકમ કસોટીના સંદર્ભે કરવામાં આવી. 

સત્રાંત મૂલ્યાંકન કસોટી એ સરવૈયું છે. વિદ્યાર્થી શું મેળવે છે તે નક્કી કરવાનું કાર્ય શિક્ષકનું છે. તે પ્રમાણે જરૂરી સંસાધનોનો ઉપયોગ કરીને પાઠ્યક્રમને આધારે તે બાળકના જીવનમાં આવે તેમ આયોજન કરવામાં તમામ શિક્ષકો સજ્જ અને નિપૂણ પણ છે. સત્રાંત કસોટીના પેપર પણ બાળકોના

 જ્ઞાનાત્મક, વ્યવહારિક તથા જીવન વિષયક પાસાને અનુસંધાને રચવામાં આવે છે. વિદ્યાર્થીની પ્રગતિ કઇ દિશામાં આગળ વધે છે તે જોવાનું કાર્ય આપણે એકમ કસોટી દ્વારા કરીએ છીએ પણ એક વિદ્યાર્થી એવો છે કે જેને એકમ કસોટીમા સારા માર્કસ આવે છે અને સત્રાંત કસોટીમાં તેનું પરીણામ અપેક્ષિત નથી તો તેમાં કોઇ ઝોલ હોઇ શકે. ક્યારેક એવું પણ બને કે કોઇ એક વર્ગના બાળકોનીી તમામ ખાલી જગ્યા, હેતુલક્ષી જવાબો સાચા જ હોય અને વિસ્તાર વાળા તમામ જવાબ કોરા હોય તેવુ તો ન જ બને ને....આપણે બાળકોને આત્મનિર્ભળ બનાવવાનો વિચાર કરી તે દિશામાં કાર્ય કરવું જ રહ્યું. વાલીને તે જવાબપત્રો બતાવવા. પેપર બતાવવાનો અર્થ જરા પણ એ નથી કે બતાવી સહી કરાવી લેવી. મિત્રો કોઇ SI સહી ચેક કરવા જઇ શકવાના નથી. પણ પેપર બતાવવાનો અર્થ એ છે કે વાલી સાથે બાળકના અભ્યાસની ચર્ચા કરવી. તેને કયા વિષયમાં ક્યાં માર્ગદર્શન કે મહાવરાની જરૂર છે, ઘરે તેનું વાતાવરણ શું છે, બાળક વાલી સાથે કેવી વાત કરે છે જેવા અનેક વિષયો પર ચર્ચા કરી તેની સાથે જોડાઇને કાર્ય કરવું તે મુખ્ય આશય છે. 

હવે ચર્ચા હતી વર્ગખંડ શિક્ષણ કાર્યને અસરકારક બનાવવું અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવવી. તે માટે જરૂરી કાર્ય શિક્ષક દ્વારા કરવામાં આવે છે. તે માટે શિક્ષકે પોતાના વિષયનું  માસિક આયોજન કરવું જોઇએ. તે આયોજનના આધારે સાપ્તહિક કેે દૈનિક આયોજન કરવું જ રહ્યું. તે આયોજન પ્રમાણે વર્ગમાં કોઇ પણ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે જરૂરી શૈક્ષણિક સાધનો તૈયાર કરવા. તે માટે વર્ગમાં તૈયારી કરવી. બાળકોને વર્ગમા આવવુ ગમે તથા તમામ બાળકો સ્વસ્થ રીતે ચર્ચામાં ભાગ લે તેવા વાતાવરણનું નિર્માણ કરવું. સમાવેશી શિક્ષણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવી. મૂલ્યાંકન તથા ગૃહકાર્ય સબંધિત ચર્ચા વિચારણા કરીને વર્ગમાં જવું. વિદ્યાર્થી સાથે નો વ્યવહાર ઘરેલું બને. શિક્ષક એ બાળક માટે પ્રેરણાનો સ્ત્રોત છે. બાળકને નામથી બોલાવવું, અપશબ્દો કે બાળકને ન ગમે તેવી વાત ન ક

રવી વગેરે વર્ગ વ્યવહારમા ધ્યાન રાખવા જેવી બાબતો છે. 

ક્ષેત્ર 1 ના તમામ મુદ્દાની ચર્ચા પ્રથમ દિવસે કરવામાં આવી જેમાં અનેક બાબતોમાં શિક્ષકોની સમજ સ્પષ્ટ થઇ. આ સમગ્ર ક્ષેત્ર વિદ્યાર્થીના અભ્યાસ અને શૈક્ષણિક પ્રગતિ સાથે જોડાયેલ રહે છે. પ્રત્યેક વિદ્યાર્થી તેની ગતિથી આગળ વધે છે પરંતું તેની ગતિમાં વધારો કરવા નું કાર્ય કરવું તે શિક્ષકનું કાર્ય કરે છે. 

બીજા દિવસે પ્રાર્થનાથી શરૂઆત કરીને પ્રથમ દિવસે થયેલ ચર્ચાને યાદ કરીને આગળ વધવાનું શરૂ કર્યું. બીજા દિવસે 

1. શાળા

2. સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ

3. સંસાધનો અને તેનો ઉપયોગ

જેવા ત્રણે મુદ્દા પર ચર્ચાનો પ્રારંભ કરવામાં આવ્યો,  શાળાની પ્રાર્થના સભા કેવી રીતે આયોજીત કરવી જોઇએ. તેમાં કયા વિષયો પર ભાર મુકીને તેને શૈક્ષણિક બનાવી શકાય તેની ચર્ચા કરીને પ્રાર્થનાને શૈક્ષણિક બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું. જો કે અમે તે માટે જરૂરી તૈયારી કરી છે. શાળા સંચાલન એક મહત્વનું પરીબળ છે. એસએમસી તમામ શાળામાં નિર્માણ કરેલ છે. તેનો શાળાના સમાવેસી વિકાસ માટે સહયોગ લેવો, શાળાના નિર્ણયોમાં તેમને ભાગીદાર બનાવવા. અને શાળા વિકાસ યોજના તેમને સાથે રાખીને બનાવવી. તેના અમલીકરણમાં સૌનો સાથ લેવો તે ખરેખર પરિમાણનું સ્વરૂપ છે. સારા કલર અક્ષરે સ્પાઇરલ બાઇડીંગ કરીને પ્લાન બનાવવો, સુંદર રીતે ડિઝાસ્ટર પ્લાન બનાવવો તે જરૂરી છે પણ અગત્યનું એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે તે પ્લાન એક્ટીવ રહે. બાળકો તથા શિક્ષકોને તેની પુરી સમજ હોય. આવું કાર્ય શાળામાં થાય તે માટે આવી યોજનાઓનો અમલ કરવામાં આવે છે. 

શાળામાં પુસ્તકાલયનો યોગ્ય ઉપયોગ થાય અને સંદર્ભ સાહિત્ય તરીકે પુસ્તકાલયનો ઉપયોગ થાય, બાળકો રાજ્ય સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ભાગીદારી નોંધાવે. શાળામાં ચાલતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં શિક્ષકોની સાથે શાળાના વિદ્યાર્થીઓની ભાગીદારી વધે તે મહત્વપૂર્ણ વાત છે. મધ્યાહનભોજન, સેનીટેશન, ઇકો ક્લબ, શાળા બાગ, શિસ્ત વગેરે બાબતોમાં શાળાની સમગ્ર છાપ અને તે માટે શિક્ષકોએ તૈયારી કરવી કેવી તેની સમજ તાલીમ દરમ્યાન શિક્ષકોને મળી.

હવે ચર્ચાનો મુદ્દો હતો કે તમામ પરિમાણોમાં વધુ સારુ પ્રદર્શન કરવા માટે શિક્ષકો તથા શાળા દ્વારા કેવી ભૂમિકા ભજવવી તેની સઘન ચર્ચા કરવામાં આવી. તમામ પરિમાણમાં વધું ગુણાંક મેળવવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે, કયા પ્રયત્નો કરવા પડે તેની સમજ આપવામાં આવી. ગુણોત્સવ 2.0 એ ભાર નથી પણ આગામી સમયમાં મારે કેવા કાર્યો કરવાના રહે, એકમ કસોટી, સત્રાંત કસોટી, શાલેય પર્યાવરણમાં શિક્ષકની ભૂમિકા અસરકારક કઇ રીતે બનાવવી, તેમને જરૂરી તાલીમ આપીને તૈયાર કરવાનું કાર્ય કરવું. શાળા ભવિષ્યનું નિર્માણ કરે છે. તો શાળાના વાતાવરણને શૈક્ષણિક બનાવવાના તમામ પ્રયત્નો કરવાનું કાર્ય કરવાની સમજ શિક્ષકોને આ પરિસંવાદ દ્વારા મળી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા અમારી શાળાના શિક્ષકોને સાચી સમજ મળે તેવા હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ જેનું સફળ સંચાલન અમારા મિત્ર શ્રી મહેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવ્યું જે ખરેખર અમારા માટે ખુબ સારી બાબત કહી શકાય. તેમને વિવિધ પ્રેઝન્ટેશન દ્વારા સાચી સમજ આપવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો. શિક્ષકો પણ નિશંક થયા અને આગામી સમય માટે - બી - ગ્રેડથી આગળ પ્રગતિ કરવાના નિર્ણય અને વિશ્વાસ સાથે છૂટા પડ્યા.

સમગ્ર કાર્યશાળાના આયોજન માટે શાળા પરિવાર તરફથી અમે યુઆરસી મહેન્દ્રભાઇ મકવાણા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના આભારી રહીશું. સાથે સારુ પરીણામ લાવવા પ્રામાણિક પ્રયત્નો કરીશું અને સફળ પણ રહીશું.

Download - ગુણોત્સવ પ્રિ-ટેસ્ટ

આપનો

Hemant Panchal

Contact - 7567853006

Email - vaishwika@gmail.com

facebook - #IsanpurPublicSchool

@AmcIps2



















.


Comments