શૈક્ષણિક વર્કશોપ ૨

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંતાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છીએ. અગાઉ નક્કી કર્યા મુજબ બાળકો શાળામાં આવે એ પહેલા શિક્ષકો, શાળા અને વ્યવસ્થા તમામ નક્કી કરીને પોતાને મજબૂત કરીને નવા આયોજન કરી રહ્યા છીએ.

એક તરફ શાળાને શૈક્ષણિક પરિસર બનાવવાનું કાર્ય ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો કરી રહ્યા છે. નવા આકર્ષણો ઉમેરવા જઇ રહ્યા છીએ. બાળકો જ્યાં બેસે ત્યાં શિક્ષણ મેળવી શકે તે માટે આયોજન કરી રહ્યા છીએ. તે બાબતે કાર્ય પૂર્ણ થયે ચર્ચા કરીશ. આ કાર્યથી મને વિશ્વાસ છે કે બાળકોને તથા વાલીને શાળા ગમશે જ. તેનું પરીણામ નામાંકન અને સ્થાયીકરણ પર તો થશે પણ શાળામાં નિર્મિત થઇ રહેલ શૈક્ષણિક રમતો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પણ અસરકારક રહેશે. ચાલો એ વાત ફરી કાર્ય પૂર્ણ થયે કરીશ.
લોકડાઉનના આ સમયને પૂર્ણ કરી આપણે બાળકો શાળા સુધી આવે તે તરફ આગળ વધી રહ્યા છીએ. તે પહેલા કંઇક નક્કી આયોજન કરીને આગળ વધવા માટે અમારી શાળાના શિક્ષકો માટે અમે નિયમિત શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરી રહ્યા છીએ. દરરોજ તે વિશે માહિતી આપવી યોગ્ય ન લાગતા ત્રણ - ચાર કાર્યશાળામાં સંવાદ કરીને તે મૂકવું વધારે યોગ્ય લાગ્યું. છેલ્લી યાદ શક્તિ પ્રમાણે અમે અમારા તજજ્ઞ અને શિક્ષક શ્રી અશોકભાઇ પંચાલ દ્વારા ગોલ સેટિંગ કરવાની સમજ આપવામાં આવેલ. તે અંતર્ગત તેમને સૌ શિક્ષકો ને સામાન્ય વિચારથી અલગ રહીને નવા ધ્યેય કરવા સમજ આપેલ.
તે પરિસંવાદમાં વિવિધ ધ્યેય શિક્ષકોએ વિચારેલા. તે સૌને આગળ લઇ જતાં તેમને અમારા સમગ્ર સ્ટાફને
૧. જીવનમાં મારે કંઇ દિશામાં આગળ વધવું
૨. મારા પરિવાર અને સામાજિક જીવનના ધ્યેય કેવા હોઇ શકે
૩. મારા સંતાનો માટે કેવા ધ્યેય કરવા જોઇએ
૪. મારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવા કેવા ધ્યેય હોવા જોઇએ
૫. મારા વર્ગને સુંદર વાતાવરણ આપવા કેવા કાર્યો કરવા જોઇએ.
૬. બાળકો ૩૩૮ દિવસ પછી શાળામાં આવશે ( એમાં પણ અમારે ૧ થી ૫ ના તો ક્યારે આવશે તે નક્કી નથી ) ત્યારે તે આવે તો તે માટે કેવી તૈયારી કરવી.
૭. સામાજિક અંતર કેમ જાળવવું
૮. માસ્ક, સેનીટાઇઝરનો ઉપયોગ, હાથ ધોવા, એકબીજાથી અંતર રાખવું.
૯. આટલો સમય અભ્યાસથી દૂર રહ્યા પછી તેઓને ફરી શિક્ષણના પ્રવાહમાં કેલી રીતે પરત લાવવા.
૧૦. બાળકો સાથે કેવી રીતે કાર્ય કરવાથી તેઓ ગુમાવેલ શિક્ષણ ઝડપથી મેળવી શકે
આવા મુદ્દા પર ચર્ચા કરેલ તેના કારણે શિક્ષકો સાથે ચર્ચા કરવામાં આવેલ. શિક્ષકોએ તેના આધારે પોતાના વર્ગ, શાળા માટે ધ્યેય નક્કી કર્યા અને તે ચાર્ટ પેપર પર તૈયાર કર્યા. તે મુજબ સૌએ પોતાના વિચારો આપ્યા અને શાળા પણ બાળકોને ગમે તેવી તૈયાર કરી રહ્યા છીએ.
સાથે બીજા વર્કશોપ દ્વારા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦
પર ચર્ચા કરવામાં આવી. હાલ 
શિક્ષણ નીતિની જરૂર શું ?
અગાઉ શિક્ષણ નીતિ ક્યારે આવી ? 
તેમાં કેવા સુધારા કરવામાં આવ્યા અને ક્યારે ?
નવી શિક્ષણ નીતિનું સ્વરૂપ કેવું છે ?
બાળકો માટે તેમાં કેવી જોગવાઈ કરી છે ?
શિક્ષણનું સ્વરૂપ શું હશે ?
બાળકો અને શિક્ષકો પરસ્પર કેવા વર્ગ અને વર્તન વ્યવહાર હશે ?
સમાજ ક્યાં ઉપયોગી થશે ?
શિક્ષક બાળકનો PTR શું હશે ?
પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ કેવું હશે ?
આંગણવાડીથી શરૂ થયેલ વ્યવસ્થા ક્યાં સુધી ગતિ કરશે. ?
બાળકો કયા અભ્યાસક્રમ ભણશે ?
પુસ્તકાલયનું મહત્વ શું હશે ?
શિક્ષક અને બાળકોન્દ્રી આ વ્યવસ્થાના નિર્માણ માટે શુ પરિશ્રમ કરવામાં આવ્યો છે ?
ઉપરોક્ત સામાન્ય ચર્ચા IITE ના કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ દ્વારા સરળ અને ગુજરાતી ભાષામાં કરેલ ભાવાનુંવાદને આધારે કરવામાં આવી રહી છે. શિક્ષકો તેનો અભ્યાસ પણ કરી રહ્યા છે.
આ ચર્ચામાં કેટલાક અગલ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. ઋષિકાળના શિક્ષણ વિશે ચર્ચા કરવા માટે પણ શિક્ષકો માંગણી કરી રહ્યા છે. સંસ્કૃતિ નિર્માણ સાથે બાળક વિકાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 
આ ચર્ચા દરમ્યાન અશોકભાઇ પંચાલ દ્વારા મેડીટેશન, રમતો રમાડવામાં આવી. આ રમતો દ્વારા બાળકોની જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન મળે અને પોતે શીખતા થાય તેનું આયોજન પણ કરવામાં આવ્યું.  શિક્ષક ભણાવવાનું બંધ કરીને બાળકોને ભણતા કરે તે દિશામાં વિચાર અને સઘન ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પરિસંવાદમાં મે પણ મારા વિચારો રજૂ કર્યા. અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. મંથન કરી રહ્યા છીએ. ચોક્કસ સફળ થઇશું. આપ સૌ પણ માર્ગદર્શન કરશો.
આભાર સાથે
ઇસનપુર પબ્લિક સ્કૂલ 
Mo - 7567853006
Email - vaishwika@gmail.com
twitter - @AmcIps2
facebook - 
https://www.facebook.com/IshanpurPublicSchool/





























Comments

  1. ખુબ સરસ શૈક્ષણિક વર્કશોપ
    Good job sir..👍👌👌👌

    ReplyDelete

Post a Comment

Thanks A lots...