શૈક્ષણિક વર્કશોપ ૧

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંતાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત આજથી બપોરના સમયે ફરજ બજાવતા ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો માટે દરરોજ એક શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.

કોરોના સમય દરમ્યાન બાળકો શાળાથી દૂર છે તેવા સમયે શાળાના શિક્ષકો માટે દરરોજ અલગ અલગ વિષય પર તમામમાં શિક્ષકત્વને પ્રોત્સાહન મળે તેવા હેતુથી
ગોલ સેટિંગ
નવી શિક્ષણ નિતિ
કોરોના સમય બાદ બાળકો માટે રાખવાની કાળજી
શૈક્ષણિક સાધનોનું નિર્માણ
નવા વર્ષનું આયોજન
સાપ્તાહિકી બાબતે ચર્ચા
અધ્યયન નિષ્પત્તિ પૂર્ણ કરવા કરવાના આયોજન જેવા વિષય પર દરરોજ વર્કશોપનું આયોજ ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો માટે કરવામાં આવે છે.
જે અંતર્ગત આજે ગોલ સેટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. શાળાના શિક્ષક શ્રી Ashok Panchal દ્વારા પોતાના વિષય માટે લીધેલ તાલીમ અંતર્ગત ખુબ સુંદર ચર્ચા કરવામાં આવી. તેમને પોતાના અનુભવોના આધારે શિક્ષકોને ચર્ચામાં સામેલ કર્યા.
તમામ શિક્ષકોને પોતાના જીવનના
અને શિક્ષક બનવાના પોતાના ધ્યેય અને બન્ને બાબતે પોતાના આગામી આયોજન અને ધ્યેય નક્કી કરવા માટે સુંદર ચર્ચામાં જોડ્યા.
સાથે તમામ શિક્ષકોને
શાળાને શૈક્ષિણક પરિસર બનાવવા,
પોતાના વર્ગના તમામ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે
આવનાર કોરોના સમયને ધ્યાનમાં રાખીને રાખવાની સાવચેતી
વધારેનાં વધારે નામાંકન 
વાલીને સંતોષ થાય તેવા વર્ગમાં કાર્ય કરવાના આયોજન
જેવી ચર્ચા તમામ શિક્ષકો પાસે કરવી. સાથે તમામ શિક્ષકોને પોતાના શાળા તથા વર્ગ અને વ્યક્તિગત ધ્યેય નક્કી કરવા માટે હોમવર્ક આપવામાં આવ્યું. કાલે સૌ પોતાના ધ્યેય સેટ કરી આવશે.
સમગ્ર ચર્ચા દરમ્યાન તમામના વિચારોની નોંધ કરવામાં આવી.
આવતી કાલે નવા વિષય 
નવી શિક્ષણ નિતિ વિશે ચર્ચા કરવામાં આવશે. 
દરરોજ આવા વિચારો કરીને ચર્ચા કરીને બાળકો શાળામાં આવે તે પહેલા શાળા અને શિક્ષકોને માનસિક રીતે તૈયાર કરવાનું આયોજન સફળ બનાવીશું.
અશોકભાઇ દ્વારા તમામ શિક્ષકોને કે જે ક્યારેય બોલે જ નહિ એ પણ આજે બોલવા લાગ્યા સાથે થોડી મોટીવેશનલ વાતો પણ કરવામાં આવી. ખરેખર ૧ કલાકનો સમય ક્યાં પસાર થયો ખબર જ ન પડી. સૌ શિક્ષકો આનંદિત થયા. સૌને ખુબ આનંદ થયો. સૌ શિક્ષકો આવતી કાલે પણ સરળતાથી કાર્ય કરવા માટે તૈયાર થયા. આવી સ્વસ્થ ચર્ચા કરીને શાળાના આંતરિક વાતાવરણને સુંદર બનાવવાના પ્રયાસો સફળ કરીશું.
છેલ્લા ઘણા સમયથી શાળાને બાળકોને ગમે એવી કરવાનું કાર્ય મોટાભાગનું કાર્ય પૂર્ણ  કરવામાં સફળ થયા છે. શાળામાં હવે TLM નિર્માણ કરવાનું કાર્ય શરૂ કરીશું.
શાળા પરિવાર સતત નવીન કાર્ય કરીને આનંદ મેળવે છે. અશોકભાઇ દ્વારા આપેલ વિચારને અમલી બનાવવા માટે શિક્ષકોનો આભાર....

Isanpur Public School
Mo - 7567853006
twitter - @AmcIps2



















Comments

Post a Comment

Thanks A lots...