રાષ્ટ્રવિકાસ કાજે શાળાવિકાસ... શાળા અને શિક્ષક બન્ને સદૈવ રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્ર ઉત્થાન માટે પ્રયત્નશીલ રહે છે. ( અહીં બીજા કોઇ પ્રોફેશનને નાનું સમજેલ નથી સૈનિક, ખેડૂત, ડોક્ટર કે અન્ય કોઇપણ ) સમાજનિર્માણ માટે નાગરિકતાનું નિર્માણ કરવું એ પ્રાથમિક આવશ્યકતા છે. સારા નાગરિકોના નિર્માણ વગર એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. એવા સમયે સારા નાગરિકોનું નિર્માણ કરવાનું કાર્ય શાળા અને શિક્ષકો સારી રીતે કરી શકે છે. તેથી મારો શિક્ષણ સંસ્થાનો પર વિશેષ લગાવ છે.
નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે દેશમાં ૬૦ થી ૭૦ ટકા મતદાન થાય અને તેમાંથી પણ ૩૫% જેટલા મત મેળવનાર વિજેતા બને કે જેને દેશની ૬૫% જનતા મત કરતી નથી. લોકશાહી મજબૂત કરવી હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે પ્રત્યેક નાગરિક જવાબદાર બની મતદાન કરે અને લોકશાહી મજબૂત બનાવે. આવનારી અમદાવાદ કોર્પોરેશની ચૂંટણી માટે સ્કૂલ બોર્ડ અમદાવાદે તમામ શિક્ષકોને વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃતિ માટે પ્રયત્નો કરવાની સુંદર કામગીરી આરંભ કરી છે. ચોક્કસ આ પ્રયત્ન દાદ માંગી લે તેવો છે તે માટે સ્કૂલ બોર્ડનો આભાર માનવો રહ્યો.
આજે સમય એવો છે કે માનવ માનવ પાસે જતાં પણ ડરે છે. કોરોનાની અસર ભયભીત માનવ્ય બનાવી રહ્યું છે. તેવા સમયે દૂર રહીને સોશિયલ મિડીયા દ્વારા પણ આવા પ્રયત્નો અસરકારક બની શકે તેનો વિશ્વાસ કરવો જ રહ્યો. તેવા વિચાર સાથે આજે અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન સ્કૂલ બોર્ડના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવ્યું.
શાળામાં આજે
રંગોળી સ્પર્ધા
ચિત્ર સ્પર્ધા અને
નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધા માટે વિષયો નક્કી કરવામાં આવેલ હતા જેમકે
૧. ચાલો મતદાન કરીએ કરાવીએ
૨. મતાધિકાર મારો જન્મસિદ્ધ અધિકાર
૩. મતદાન મથક પર વિતાવેલ એક કલાક તે વિષયને ધ્યાને રાખીને ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન આજ રોજ શાળામાં કરવામાં આવ્યું.
વિષયો નક્કી હતા અને શિક્ષકો તૈયાર હતા સાથે અમે પણ તેનું આયોજન કરીને તૈયાર હતા. આંગળના ૩/૪ દિવસથી શિક્ષકોમાં ચર્ચા હતી કે ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ ના ૧ થી ૫ ના શિક્ષકો રંગોળી સ્પર્ધા કરે અને ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ ના ધોરણ ૬ થી ૮ શિક્ષકો ચિત્ર સ્પર્ધા કરશે. અને તમામ શિક્ષકોમાંથી જેને લખવું હોય તે નિબંધ લખી શકે. આજે આયોજન કર્યા પ્રમાણે સવારે ૮:૩૦ થી ૯:૩૦ સુધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
સવારથી ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ ના શિક્ષકો રંગોળીના કલર લઇ આવેલ હતા. અમે સૌ શિક્ષકોએ એક સાથે રંગોળી બનાવવાનું કાર્ય સમય અને આયોજન પ્રમાણે શરૂ કર્યું. જ્યોતિબેન પંડ્યા, વર્ષાબેન પટેલ, ચંદુભાઇ પ્રજાપતિ, જ્યોતિબેન ગજ્જર, અશોક પંચાલ, સમીર દેસાઇ, અમીતાબેન પટેલ, અલ્પાબેન ચુડાસમા, ભાનુબેન માલીવાડ આશાબેન પટેલ (૨) પાર્વતિબેન પાંડવ, અમીબેન પાઠક, હંસાબેન વાઘેલા, ઉર્મિલાબેન વાઘેલા, રાજેન્દ્ર ખોખરીયા, રેખાબેન પટેલ તમામ એક સાથે રંગોળી સ્પર્ધામાં સહભાગી થયા. એક રંગોળી મે પણ બનાવી છે. સૌએ સાથે મળીને કુલ ૫ રંગોળી નિર્માણ કરી. સૌ માટે આજે ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. ફરી સૌ કામે લાગી ગયા. અને મનમોહક એવી કુલ ૫ રંગોળી તૈયાર કરી. સૌ રંગોળી ઉપરોક્ત વિષય અને થીમ આધારિત નિર્માણ કરવામાં આવી. જોઇને આનંદ થશે.
વિજેતા કહી શકાય
એમાં પ્રથમ નંબર અમીતાબેનનું ગૃપ
બીજા નંબરે હંસાબેન પાર્વતીબેન અમીબેનનું ગૃપ,
ત્રીજા નંબરે અલ્પાબેન ભાનુબેનનું ગૃપ,
ચોથા ક્રમે આશાબેન જ્યોતિબેનનું ગૃપ
અને અંતિમ
અમારું મારું સમીર અને અશોકભાઇનું ગૃપ રહ્યું.
પણ આનંદ સૌનો સમાન રહ્યો. સૌને એક સાથે ફરી લાંબા સમયે એક ટીમ બનીને કાર્ય કરવાની ખુબ મજા આવી.
ઇસનપુર પબ્લિક સ્કૂલ ૧ દ્વારા વિવિધ ચિત્રો શિક્ષકો દ્વારા દોરવામાં આવ્યા. યોગેશભાઇ, સંજય, રવિ, વૃંદાબેન વગેરે દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા. રંગો ભરીને મતદાન માટે પ્રેરણા આપી શકે તેવા ચિત્રો દોરવામાં આવ્યા.
ચિત્રોમાં વિજેતા માટે વૃંદાબેન દ્વારા નિર્માણ કરાયેલ ચિત્ર ૧૦૦% પ્રથમ ક્રમે આવે તે નક્કી જ લાગ્યું. મિત્ર યોગેશનું અને રવિભાઇ તથા સંજયના મળેલ ચિત્રો પણ આનંદ સાથે મેસેજ આપે તેવા રહેલ.
વૃંદાબેન પ્રથમ ક્રમે રહ્યાં જે ચિત્ર આ સાથે સામેલ કરેલ છે.
રહી વાત નિબંધ સ્પર્ધાની
તો એક દિપ્તિબેન દ્વારા, બીજે હરેશભાઇ દ્વારા લખાયો. જ્યારે ત્રીજો નિબંધ લખવા આજે મે પણ પ્રયત્ન કર્યો છે. સૌ આ સાથે સામેલ કરવા પ્રયત્ન કર્યો છે. નિબંધમાં વિજેતા જાહેર કરેલ નથી. ઝોન કક્ષાથી જે નક્કી કરવામાં આવે તે થશે.
વિજેતા થવું કે ન થવું એ અલગ વાત છે પણ આજે લોકશાહી માટે મતદાન કરવાની અપીલ કરવામાં અમે સૌ ભાગીદાર રહ્યા તેનો આનંદ આજે ચોક્કસ છે. આપણે સૌ કાલથી તો ઇલેક્શન ડ્યુટિ પર રહીશું પણ તે પહેલા તમામ નાગરિકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરવો તે ખરેખર મનને પ્રફુલ્લિત કરે છે.
ખાસ આનંદની વાત એ રહી કે નવા વર્ષના પ્રવેશ તથા અન્ય કાર્ય માટે શાળામાં આવનાર વાલી આ રંગોળી જોઇ રહ્યા હતા. તેમને એક સાથે શિક્ષકોને કામ કરતા જોઇ આનંદ થઇ રહ્યો હતો. સાથે શાળામાં વેક્સીન સેન્ટર ચાલે તો ત્યાં આવનાર આરોગ્ય સ્ટાફ પણ જોઇને આનંદિત રહ્યો. આજના આ દિવસની કેટલીક ક્ષણો આ કેમેરામાં કેદ કરવામાં આવી જે આપ સાથે શેર કરતા હર્ષની લાગણી અનુભવાઇ રહી છે. ઘણા સમય પછી શાળામાં નવો જોશ આવ્યો છે. શિક્ષકોની હિંમત વધી છે બાળકોની રાહ જોઇ રહ્યા છીએ. ચોક્કસ ઝડપથી બાળકો આવશે અને ફરી અમારી શાળા બાલુડાઓથી ઘેરાઈ જશે.
વધુ માહીતી તથા માર્ગદર્શક સૂચનો માટે સંપર્ક કરશો તો ચોક્કસ ગમશે.
આપનો
Hemant Panchal
Mo - 7567853006
Email - vaishwika@gmail.com
twitter - @AmcIps2
facebook - #IsanpurPublicSchool










































ખૂબ સુંદર
ReplyDeleteખુબ સરસ કામગીરી સર..
ReplyDeleteતમને તેમજ તમારા શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન..👍👌👌
Great work sir,
ReplyDeleteAll Rangolies r beautiful.