ઘણા સમય પછી મળવાનું થઇ રહ્યું છે. કોરોના આવ્યા પછી માનવજીવનમાં ફેરફાર અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. માનવ માનવ એકબીજાને દૂરથી નમસ્કાર કરી રહ્યું છે. મનથી જોડાયેલ માનવો પણ એકબીજાથી જાણે દૂર જઇ રહ્યા હોય એવો ભાવ છે. આ કોરોનાનો સમય ક્યાંક સમાજ માટે પ્રેરણા બની રહ્યો તો ક્યાંક માનવ્ય માટે આદર્શ બની રહ્યો. કોઇ જગ્યાએ ભૂખથી તરસતા માનવ જોયા તો ક્યાંક વિડીયો કોલમાં રોકાયેલ જીવન જોયું છે.
જવા દો મિત્રો મારે આજે એ વિષય પર વાત કરવી જ નથી. હું તો સમાજમાં પરિવર્તન લાવવા મથી રહેલ એવી વિરલ વાત કરવી છે. શિક્ષણ સમાજ સુધી પણ આ સમય કપરો રહ્યો.
સતત કાર્યરત શાળાઓ સુમસાન થઇ રહી છે
શાળાનો પ્રાણ બાળક તેનાથી વિખૂટો રહ્યો છે
મુછાળી મા ના શબ્દો આજે સ્મરણમાં આવે છે કે બાળક વગરની શાળાની કલ્પના તો કરી જુઓ....!!! અને આ કલ્પના છેલ્લા ૩૦૦ થી વધારે દિવસોથી કરી રહ્યા છીએ.
આવા કપરા સમયમાં પણ સરકારી પ્રાથમિક શાળા, શિક્ષણ વિભાગ, સરકારી તંત્ર કામે લાગ્યું. અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ કદાચ એક પણ દિવસ બંધ રહી નથી. મારી શાળાની વાત મારે કરવી નથી.
હું આજે એક એવી શાળા અને શિક્ષક સમાજની વાત કરવા જઇ રહ્યો છું કે જેને આ લોકડાઉનના સમયને પણ અવસરમાં પરિવર્તિત કરી દીધો છે.
આ સમય દરમ્યાન મે ત્રણ ચાર શાળાની મુલાકાત કરી પણ સમયના અભાવે તે વિશે વાત કરી શક્યો નથી. આજે શરૂઆત કરી છે એક ખુબ સુંદર શાળાથી. મિત્રો હમણા મે મારા શાળાના સ્વાર્થ માટે મુલાકાત કરી એક ખુબ સફળ શાળાની....
સરોડી પ્રાથમિક શાળા
થાનગઢ, સુરેન્દ્રનગર.... ચોટિલાથી થાનગઢ રોડ પર ૩૦/૩૫ કિલોમીટર દૂર આવેલ આ શૈક્ષણિક ઉપવન સરકારી શિક્ષણ સામે સવાલ ઉભા કરનાર માટે પડકાર છે. એક વર્ષ પહેલા જિજ્ઞાસાથી અને શીખવાની ખેવનાથી આ શાળાની મુલાકાત કરી હતી. આ વર્ષે મારી શાળા માટે કૂંડા લેવાના સ્વાર્થ હેઠળ હું, અને શાળાના શિક્ષકો શ્રી ચંદુભાઇ પ્રજાપતિ, વિક્રમસિંહ ઝાલા અને મારી દીકરી વૈશ્વિકા સાથે સૌ સરોડી પ્રાથમિક શાળાની મુલાકાતે જઇ આવ્યા. મિત્રો એક વર્ષ અગાઉ ખુબ પ્રભાવિત થયેલ કે આટલો પરિશ્રમ સરકારી શાળામાં થઇ શકે છે તે ખુબ મોટી વાત છે. હવે આ સમયમાં જ્યારે ઉપરોક્ત પરિસ્થિતિ છે તો પણ સરોડી પ્રાથમિક શાળાએ વિકાસની કેડી કંડાળી છે.
આ દિવસોમાં મારા મિત્ર શ્રી કેતનભાઇ ગદાણી અને તેમના પત્ની દીપ્તિબેન ગોહીલ તથા સ્ટાફે આ સમયમાં અનેક કાર્ય કર્યા છે. પહેલા થોડી તેની વાત કરી લઉ.
શાળા બન્ને સારસ બેલડીના પ્રયાસોથી એક પણ દિવસ બંધ રહી નથી.
વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે પ્રયત્નો અટક્યા નથી.
ગામના અંતિમ માણસ સુધી કોરોનાથી રક્ષણ આપવા માટે આયુર્વેદિક ઉકાળા અનેક વાર બનાવ્યા અને પોતાના ખર્ચે તેનું સતત વિતરણ કર્યું.
બાળકોને ઘરે જઇ શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું.
આ દંપંત્તિના સતત અને અવિરત ઓનલાઇન ક્લાસ શરૂ રહ્યા.
કેતનભાઇ અને દિપ્તિબેન દ્વારા ગામના જરૂરીયાત વાળા લોકોની આર્થિક મદદ પણ કરાઇ.
વિવિધ કાર્યક્રમો જેવા કે વેસ્ટથી બેસ્ટ અંતર્ગત વિવિધ કૃતિઓનું નિર્માણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.
શ્રી દિપ્તિબેનને તાલુકામાં પ્રતિભાષાળી શિક્ષકનું સન્માન મળ્યું તો મિત્ર કેતનભાઇ જિલ્લાના બેસ્ટ શિક્ષક તરીકે સન્માનિત થયા.
અનેક મોટી હસ્તીઓએ શાળાની મુલાકાત કરી ધન્યતાનો અનુભવ કર્યો.
ઓનલાઇન શિક્ષણ અંતર્ગત મદદ કરતા એક બેનને કેતનભાઇ અને તેમના પત્નીએ પોતાના ખર્ચે નવો મોબાઇલ લઇ આપ્યો જેથી બાળકોના શિક્ષણમાં કોઇ ખોટ ન રહે.
શાળોને વિકસિત કરવા માટે તેમને એવા પ્રયત્નો કર્યા કે ગામમાંથી સહયોગ મળ્યો અને ૨ એકરથી વધારે જમીન શાળાને મળી.
આ જમીનમાં તેમને સુંદર બગીચાનું નિર્માણ કર્યું
ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કર્યું. કોબીજ, ફુલેવર, મરચા, ટામેટા, ડુંગળી, કેળા, રીંગણ, કોથમીર જેવી તમામ શાકભાજીનું વાવેતર કરાયું.
આ સમય દરમ્યાન શાળામાં ૧૫૦૦ જેટલા નાના મોટા છોડ/વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું.
શાળાને રંગરોગાન કરવામાં આવ્યું
સ્વામી વિવેકાનંદજીનું સુંદર ચિત્ર દોરાઇ ગયું હશે.
શાળાને ફરતે કોટ બની ગયો.
બન્ને રહે થાનગઢ પણ ત્યાથી ૧૫ કિલોમીટર રોજ શાળાએ જવાનું જ.
ગામના તમામ વહીવટી આગેવાનોની મદદથી શાળાને ગ્રીન શાળા બનાવી.
એક વર્ષ પહેલા જ્યારે મુલાકાત કરેલી ત્યારે અચાનક જોયેલુ એ તમામ આજે પણ અવિરત શરૂ છે.
તમામ વર્ગમાં નવી રચના થઇ છે.
બાળકોની એકમ કસોટીની નોટોના અક્ષરો ખુબ સરસ રહ્યા તે જોઇને ખુબ આનંદ થયો.
હોમ લર્નિગ સતત ચાલે અને બાળકો સતત જોડાય પણ છે.
મિત્રો આ કોઇ વખાણ નથી પણ આ તો કદાચ મને યાદ રહ્યું છે તે જ છે. જો આપ મુલાકાત કરશો તો વધારે જ જોવા મળશે.
મારે કહેવું એ છે કે એક શિક્ષક ચોક્કસ સમાજનું સર્જન કરી શકે છે. ગામ સાથે શાળાનું જોડાણ કે જેથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી રહી છે. અમારી શાળા માટે પણ તેમને કરેલી મદદને રૂપિયામાં ગણીને એક શિક્ષક અને મિત્રનું અપમાન કરવું મને ફાવે તેમ નથી. પણ ચોક્કસ તેમની મદદ મારી શાળાના બાળકો માટે વરદાન બનશે. એ બાબતે હું મારી શાળામાં તેમની મદદને અલગ લેખમાં વર્ણવીશ. અમે ત્યાં ગયો તો જમવાનું પણ તેમને જાતે શિક્ષકોએ સાથે રહીને બનાવ્યું. આવુ જમણ તો ખર્ચા કરીને પણ મળે નહિ. સ્વાગત સત્કાર માટે હું હૃદથી ઋણી રહીશ.
મારે જે કહેવાની વાત છે એ એ છે કે આ બન્નેએ ભેગા મળીને એક નમૂનેદાર શાળાનું નિર્માણ કરેલું છે. બાળકોનો શૈક્ષણિક વિકાસ પણ શાળાના તમામ શિક્ષકો એક સાથે કરી રહેલ છે. આ કાર્ય સરળ નથી અને એવા સમયે જ્યારે સમાજમાં સરકારી શાળા કે શિક્ષક માટે કરવામાં આવતા ઉચ્ચારણો સહન કરવા મુશ્કેલ બની રહ્યા છે ત્યાં આ સરોડી પ્રાથમિક શાળા તેવા અનેક લોકોના મુખને સારુ બોલવા માટે મજબૂર કરી દે તેવું છે. જ્યારે માણસ માણસને અડતા પણ ડરતો હતો તેવા સમયે આવુ કાર્ય કરવું સરળ તો નથી જ ને....!!!
વંદન છે મિત્ર કેતન તને અને તમારા ધર્મપત્ની બન્નેને
વંદન છે તમારા તમામ શિક્ષકોને...
કહેવા માટે ઘણું છે પણ આંગળની પોસ્ટમાં કહીશ....
ખરેખર આનંદ છે મને કે અમે આવી શાળાની મુલાકાત કરી.
અમારા બન્ને શિક્ષકો પણ તમારા વખાણ કરતા થાકતા નથી.
વંદન સહ
Contact Us -
Mo - 7567853006
Email - vaishwika@gmail.com
Twitter - @AmcIps2
facebook - #IsanpurPublicSchool
















































મહેનત બોલે છે ભાઈ. સખત મહેનત નો બીજો કોઈ વિકલ્પ નથી. ખુબ ખુબ અભિનંદન ટીમ સરોડી.🌹🌹🌹🙏🙏🙏
ReplyDeleteહા સત્ય... ખુબ ખુબ આભાર....
Deleteખૂબ સુંદર પ્રેરક લેખ ! આવા શિક્ષકો પથદર્શક છે શિક્ષક સમાજ માટે.. શાળામાં શું શું કરી શકાય ? એના જીવંત ઉદાહરણ પૂરા પાડી ઘણી શાળાઓમાં પ્રાં પુરવાના ઉત્તમ કાર્યમાં તેઓ નિમિત્ત બને છે !
ReplyDeleteહા મે રૂબરૂ જોયું છે અનુભવ્યું છે. શિક્ષકત્વને સલામ છે
Deleteસાચી વાત,
ReplyDeleteખૂબ સુંદર શાળા,
અભિનંદન ટીમ સરોડી પ્રાથમિક શાળા
સત્ય વાત છે ખુબ પરિશ્રમ કર્યો છે
DeleteFantastic work for school Teachers unity.
ReplyDelete