સ્વતંત્રતા દિવસ એ મારો સૌથી વધુ પ્રિય દિવસ છે. #Covid_19 એ આજે ઉજવણીનો માહોલ ફીકો બનાવી દીધો. મને બરાબર યાદ છે કે આજના દિવસ માટે કેટકેટલા વર્ષો રાહ જોઇ છે.
સ્વતંત્રતા દિવસની શુભકામના
ગુલામ માનવીની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. સામાન્ય વિચાર કરવો હોય તો આપણાથી એક પગલું પાછળ કાર્ય કરનાર કર્મચારીની જગ્યાએ પોતાને એક વાર મૂકી જોજો...!!!
પરિસ્થિતિ ગમે તે હોય, સામાજિક અંતર જાળવવાનું થાય પણ તે સાથે આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવાનું કાર્ય તો થયું જ. ઓછા શિક્ષકો સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી.
આનંદની વાત એ રહી કે શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી યોગેશ કાપડિયાને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મળ્યું. અમારા માટે આ મોટી ઉપલબ્ધિ છે. શિક્ષણ વિભાગનો આભાર. આજે જોડાયેલ તમામ શિક્ષકોનો આભાર....
પરાધીનતાથી સ્વાધીનતા
ઉદાસીમાંથી આશાના કિરણ
કેદમાંથી મુક્તિનીએ કલ્પના
ગુલામીમાંથી આઝાદી
પરતંત્રતાથી સ્વતંત્રતા સુધીની આ સફર આ દેશ માટે કેટલી મોંઘી છે તેની કલ્પના કરી શકવાની હાલતમાં હું નથી. આ સફરમાં મારી ભૂમિ એ
ભગતસિંહ
રામપ્રસાદ બિસ્મિલ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદી જેવા સાચા અર્થમાં પુત્ર કહી શકાય એવા શહીદોના લોહીથી પોતાની માટીનો એક એક કણ રંગ્યો છે. સમર્થ ભારત માટે તેમને જોયેલા સપના અધૂરા રાખ્યા છે.
ખરેખર આજની આ સ્વતંત્ર લોકશાહી માટે વ્યક્તિગત મે આ શહીદોના બલિદાન લીધા છે. બસ હું કહેવા માંગુ છું કે ઘણી મોટી કિંમત ચૂકવી છે. પણ આટલું ગુમાવ્યા પછી પણ જ્યારે એ આઝાદ ભારતના નાગરિકને જોતા હશે ત્યારે તેમને વ્યથા થતી હશે કે શું બાકી રહી ગયું હતું...???
રક્તનું અંતિમ ટીપું આપી દીધું
બાળપણ જ નહિ યુવાની આપી દીધી
જીવનની તમામ રાતોની ઉંઘ આપી દિધી
સુખ ચેનની તમામ ક્ષણો આપી દીધી
આટલું આપ્યા પછી પણ આ દેશનો નાગરિક ( નાગરિક કહી શકાય કે કેમ તે વિચારવું પડે ) દેશહિતની પ્રવૃત્તિઓમાં પણ સામે પડશે. અમારા નામે કંઇ નહિ એ ચોક્કસ શ્રેષ્ઠ વાત છે કારણ કોઇ સ્મારક, રસ્તો, એવોર્ડ જોઇને યાદ આવે અમારી તો કોઇ અર્થ નથી.
મિત્રો
આજનો દિવસ મારો પ્રિય તહેવાર છે
હું મારા નિર્ણય જાતે કરી શંકુ છું તો ચાલો કરીએ કંઇ સંકલ્પ શહીદો માટે
સફાઇ કરતા પહેલા ગંદકી ન થાય તે જોઇશ
ટેક્ષ ભરીશ
રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન કરીશ.
મારું કૌશલ્ય દેશહિતાર્થ ઉપયોગ કરીશ.
ખુલ્લી હવામાં શ્વાસ લઈએ છીએ આજે અમે કારણ આપે અમારા શ્વાસ માટે તમારા શ્વાસની ચિંતા નથી કરી.....
ડનલોપના ગાદલામાં શાંતિથી સુઈ શકીએ છીએ અમે કારણ આપે આખી આખી અનેક રાતો આઝાદી મેળવવાના વિચારોમાં વિતાવી દીધી છે......
વાતાનુકુલીન વાતાવરણ માં અમે ભવિષ્યના સ્વપ્નો જોઈએ છીએ કારણ આપે ટાઢ, તડકો અને વરસાદની કલપના પણ ન કરી.....
બની શકે કે આજે અમને જોઇને આપનું હૃદય કલ્પાંત કરતુ હશે......
આકરણ કરતુ હશે.....
રડતું હશે.....
પણ આઝાદીના આ પાવન પર્વ ની ઉજવણી ના નાદમાં આપની એક પણ કુરબાની ભૂલ્યા નથી.....
હા બની શકે અમે રસ્તો ભૂલ્યા છીએ પણ બદલીશું અમે આ ભારત ને.....
બનાવીશું એને આપના કલપના માં રહેલું ભારત......
ચાલો મિત્રો આજે સંકલ્પ કરીએ...
બાળકોના આદર્શ અમે આપણે બનાવીશું.....
યુવાનોમાં જોમ અમે આપનો ભરીશું.....
મહિલાઓમાં સબળા થવાનું સામર્થ્ય ભરીશું.....
વૃદ્ધોમાં ફરીથી દાંડી યાત્રા કરવાનું સાહસ આપીશું...
કોઇપણ ફરિયાદ વિના અંતિમ બાળકને શાળાએ લઇ આવીશું...
પ્રત્યેક સ્ત્રીને સન્માન આપીશું....
રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેક મનમાં વસાવવા પ્રયત્ન કરીશું...
આપના લોહીના એક એક ટીંપાની કિંમત અમને ખબર છે...
ખુશી આપની અમારી ખુશીમાં છે પરંતુ એ ખુશી સશક્ત, સમૃદ્ધ ભારત નિર્માણમાં છે તેની અમને સમજ છે...
આવા સંકલ્પ સાથે તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામના.
happy Independence Day to all my family...
And family starts with me but it will be not complete with give me bless friends


















Comments
Post a Comment
Thanks A lots...