સ્વાગત નવા અતિથિનું....

#Our_days_will_surely_come_with_faith 
#Building_The_Best_School_Contributes_To_Nation_Building
શિક્ષક એ સમાજ માટે પ્રથદર્શક રહ્યો છે. સદીઓથી સમાજને દિશા બતાવવાનું કાર્ય શિક્ષક દ્વારા કરવામાં આવ્યું છે. આજે તો સમય એવો આવ્યો છે કે તેની વાત કરી શકાય તેમ જ નથી. અનેક દેશોમાં વેદના અને કલ્પાંત જોવા મળે છે. માનવ માનવને આજે સ્પર્શી પણ શકતો નથી. #Covid_19 આ શબ્દ એ વિશ્વના તમામ વર્ગને અસર કરી છે. #LockDown અને #Social_distancing જેવા શબ્દો આજે સૌ માટે વ્યથા બની રહ્યા છે. પણ મારે આજે એ વિષયમાં વાત કરવી નથી. ફરી ક્યારેક કરીશું.
છેલ્લા અનેક દિવસોથી માનવ ઘરમાં પુરાયો છે અને પ્રકૃતિ ખિલી રહી છે. ખબર નહિ આ સમય દ્વારા ઇશ્વર માનવને તેની તાકાત બતાવવા માંગે છે કે શું ? પણ ચોક્કસ પ્રકૃતિમાં આનંદ નજરે પડે છે. જુલાઈ સુધા રાહ જોવડાવનાર વાદળો અત્યારે જ વરસી રહ્યા છે. ચોક્કસ પ્રદૂષણ ઓછું થયું છે. શાળા શરૂ થઇ અને વરસાદી વાતાવરણ છે. વિચાર તો પહેલેથી જ હતો કે વૃક્ષોનું વાવેતર કરવું. આમ પણ અમારી ૫૧ શિક્ષકોની ટીમ સતત નવું કરવા માટે સજ્જ રહે છે. વૃક્ષો લાવવા માટે આયોજન કરી જ રહ્યા હતા. એક બે નર્સરીમાં જઇ આવ્યા. સરકારી નર્સરીમાં પણ તપાસ કરી. અંતે ગઈકાલે
૨૬ આસોપાલવ
૪ ચંપા 
૧ અળડૂસી
લઇ આવ્યા. ઇશ્વર પણ સાથે હોય તે અનુભવ ફરી થયો ને રાતે વરસાદ પણ વરસ્યો. તો આજે પુરી ટીમ કામે લાગી અને તે રોપવાનું આયોજન સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. શાળાના આગળના ભાગમાં ટાયર ગાર્ડન બનાવ્યો છે. તેમાં લોન કરેલી પણ અનુભવના અભાવે ભારતીય લોનની જગ્યાએ ઓસ્ટેલિયન થઇ અને અસફળતા મળી. તો તમામ ટાયર પાસે એક એક આસોપાલવ વાવવાનો વિચાર ચર્ચાને અંતે થયો.
શાળાના શિક્ષકો શ્રી વિક્રમસિંહ ઝાલા, શ્રી રવિભાઇ ચાવડા અને શ્રી સંજયભાઇ ભગોરા એ ભેગા થઇ રોપા રોપવા માટે ખાડા કર્યા. બહેનોએ પણ સાથ આપ્યો ને તેમને વધારાનું ઘાસ દૂર કરવા કાર્ય કર્યું. અંતે બધાએ ભેગા થઇને તમામ રોપા રોપી દીધા. વાતાવરણમાં ઠંડક છે તો જલ્દી જામી જશે. અને હાલ બાળકો શાળામાં આવવાની કોઇ શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતું નથી. તેવા સમયે બાળકો આવે ત્યાં સુધી આ છોડ મોટા થઇ જામી જશે તેવો મને વિશ્વાસ છે. કુલ ૨૦૦૦ ના ખર્ચે રોપાઓનું વાવેતર કર્યું. હા આ શરૂઆત છે. ૧૬ જૂને બીજા છોડ વાવવા માટે લઇ આવવાનું આયોજન કરેલ છે. તેમાં હવે લીમડા, ઉમરો, અળડૂસી, સરગવો જેવા વૃક્ષો જ વાવવાનો પ્લાન છે. સંતોષ છે કે આજે શરૂઆત સફળ રહી.
મિત્રો શાળાની ભૌતિક સુવિધા અને શૈક્ષણિક વાતાવરણ ચોક્કસ નામાંકન પર અસર કરે જ છે. તેના પરીણામો પણ મળે છે. આમ તો આ વર્ષે શહેરો ખાલી થઇ ગયા છે. અમારા વિસ્તારમાં પણ સમસ્યા છે જ. જ્યારે પેટ માંગે ત્યારે માણસ શું કરે ? એક જ વિકલ્પ સ્થળાંતર થાય અને જ્યાં આજીવિકા મળે ત્યાં સેટ થાય અથવા વતનમાં વાસ કરે. સરકાર દ્વારા પણ સતત માર્ગદર્શન મળે તેમ શાળા શરૂ થશે. સાથે પ્રવેશનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. શહેરોમાં નામાંકન પર અસર થશે જ તે નક્કી છે તેવું લાગી રહ્યું છે. વાલીઓ પણ કહે છે સર દર બીજું ઘર ખાલી છે. સમજી શકાય તેમ પણ છે જ. આવી પરિસ્થિતિમાં પણ આજ સુધી ૫૩ બાળકો ના પ્રવેશ પૂર્ણ થયા છે. ચોક્કસ નામાંકન થશે પણ શાળા ક્યારે શરૂ થશે તે નક્કી નથી તો બીજા કાર્ય કરીએ.
આજે આનંદ છે આ કાર્ય અંતર્ગત અમારા ઉચ્ચ પ્રાથમિક આચાર્ય શ્રી વિરાભાઇ પટેલિયા દ્વારા વ્યક્તિગત ૧૦૦૦ રૂપિયાનું યોગદાન રહ્યું. તેઓ પણ સતત આ દિશામાં કાર્ય કરી રહ્યા છે. તમામ શિક્ષકોએ સરસ સાથ આપ્યો અને કાર્ય પૂર્ણ થયું. ચોમાસું છે તો બીજા નવા આયોજન પણ કરીશું અને હવે આપણે મળતા રહીશું.
શિક્ષકોના આભાર સાથે
#IsanpurPublicSchool 
@AmcIps2
Email - vaishwika@gmail.com
Mo - 7567853006/8780468062















































Comments