સ્વાગત નવા અતિથિનુ_2

કેટલું ખાલી લાગે છે આજે શાળાનું પંટાંગણ
બાળકો વિનાનો આ સમય સંપૂર્ણ ખાલી લાગે છે. મિત્રો સમય બદલાશે... કહેવાય છે ને કે આ સમય પણ ચાલ્યો જશે. આપણા શાસ્ત્રો કહે છે કે કાળ એટલે કે સમય કોઇપણ વાતમાંથી રસ ખેંચી લે છે. કોરોનાનો આ સમય પણ ચાલ્યો જશે. ક્યારેક તો એમ લાગે છે કે કુદરત આ માનવ પર શાનો બદલો લઇ રહી છે ? પણ એક વિચાર એવો પણ આવે કે મે કુદરતને આપ્યું પણ શું ? સતત લીધા જ રાખેલ છે. જળ, જમીન, વનસ્પતિ તમામને આ માનવરૂપી પ્રાણીએ સતત નિચોવ્યા જ કર્યું છે. તો વાંક કુદરતનો નથી. મારો જ છે. મે ધ્યાન આપ્યું જ નથી કે હિસાબ બરાબર કરવો જોઇએ. એક હાથ લઇને બીજા હાથે આપવું પડે. આપણે ફક્ત લીધા જ રાખ્યું છે. તો પરિણામ ભોગવવા પણ પડશે. 
જવા દઉ એ વાત. હંમેશા સરકારી શાળા સદૈવ પર્યાવરણ માટે કાર્ય કરે જ છે. હમણાં થોડા દિવસ પહેલા જ શાળામાં વૃક્ષારોપણ કરેલ. આજે પણ એ દિશામાં પ્રયત્ન કર્યો.

આજે નવા ૨૦૦ છોડ વાવ્યા
૮૦ લીમડા
૨૦ સરગવા
૧૦ જાંબુ 
૧૦ ઉમરા
૪૦ કણજી
૪૦ સપ્તપર્ણી
તથા અન્ય ફુલ છોડ વાવેલ છે
શાળાના શિક્ષક શ્રી વિક્રમસિંહ ઝાલા અમે અગાઉ જોઇ આવેલા એ નર્સરીમાં જઇને જુદા જુદા રોપા ગઇ કાલે લઇ આવેલ. આજે ઉપર પ્રમાણે રોપાનું વાવેતર કરવાનું કાર્ય પૂર્ણ કરીશું. 
પર્યાવરણ એ આપણા સૌની જવાબદારી છે. આમ તો કોરોના ના કારણે શાળામાં ઓડ ઈવન ડ્યુટી ચાલે છે. પણ જેને ડ્યુટી નથી તેવા વિક્રમસિંહ ઝાલા અને ઉચ્ચ પ્રાથમિક શાળાના સતત કાર્યશીલ મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલિયા હાજર રહ્યા. સરકારી નોકરીનો સમય તો ૭:૨૦ થી ૧૨:૩૦ નો જ છે પણ હાલ પણ કાર્ય શરૂ છે. અમે આજે તમામ રોપા રોપીને કાર્ય પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે. વાવેલ તમામ વૃક્ષોને પાણી આપીને જવું છે. 
બાળકો નથી તેવા સમયે આ કાર્ય થઇ જાય તો તમામ છોડ ઉગી જ જશે. તેને કોઇ અડશે નહિ તો ઝડપથી વિકાસ પામશે. જ્યારે બાળકો શાળામાં જ્યારે બાળકો આવશે ત્યારે તેમને શાળાનું નવું રૂપ જોવા મળશે. વાતાવરણમાં લીલાશ પાથરી દેવાનો વિચાર સફળ થશે. આમ તો શાળામાં પહેલેથી જ ઘણા છોડનું સફળ વાવેતર કરેલ છે. અમદાવાદમાં ગરમી આમ તો વધારે રહે છે. પ્રદૂષણની સમસ્યા વધારે છે. કોરોના આ રીતે પર્યાવરણ માટે આશીર્વાદ સાબિત થયો છે. હા માનવજાત માટે ભયંકર છે. તેવા સમયે ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરેલ. અમે પણ શાળામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવેલ અને તે હાલ પણ સારી રીતે વિકાસ પામી રહ્યા છે. આજે ૨૦૦ ઝાડ વાવ્યા તે તમામ થાય તેમ આયોજન કરેલ છે. શાળાનું વાતાવરણ ખરેખર આનંદમયી બની રહેશે. આટલા વૃક્ષો જામી જશે તો શાળાના તાપમાનમાં ઘટાડો થશે જ. બાળકોને પણ શાળામાં મજા આવશે. જ્યાં સુધી બાળકો ન આવે ત્યાં સુધી તેમને ગમે એવું કરવાનું આયોજન અને અમલ કરવો છે. 
આ કાર્ય પ્રકૃતિ માટે સાથે અમને પણ આનંદ આપે એવુ છે. ખરેખર આવા કાર્યો આત્મસંતુષ્ટી આપે છે. પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃત્તિ શરૂ કરેલ છે પણ હાલ વિદ્યાર્થીઓના અભાવે તેમાં આગળ વધી શકાય તેમ નથી. તો જ્યારે તે આવે ત્યારે હળિયાળી શાળા તેમને મળે તે માટેના આ પ્રયાસો સફળ થાય તેવી ઇશ્વરને પ્રાર્થના.
સમગ્ર આયોજન વિક્રમસિંહ દ્વારા કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી હું તેમનો આભારી રહીશ. તેઓ જાતે પોતાના સાધન લઇને રોપા લઇ આવ્યા. ખરેખર આ ઉત્સાહ એક સરકારી શાળાના શિક્ષક માં જ જોવા મળે છે તેમનો ખરેખર ખુબ આભાર. સાથે વિરાભાઇ પટેલિયા સમગ્ર દિવસ સાથે રહ્યા અને આયોજન પૂર્વક કાર્ય કરેલ છે. તે અભિનંદનને પાત્ર છે.
આ સૌની જવાબદારી છે. પર્યાવરણ આપણને ચોક્કસ બચાવશે જો આપણે તેના માટે હકારાત્મક વલણ કેળવતા રહીશું તો. 
આભાર
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.com
Mobile - 7567853006/8780468062
Twitter - @AmcIps2


















Comments

Post a Comment

Thanks A lots...