શિક્ષક સર્જન કરે છે અને એમાં પણ સરકારી શાળામાં તો ખાસ
વિવિધ વિટંબણાઓ વચ્ચે અનેક કાર્યક્રમો વચ્ચે અને ત્યારે તો ખાસ જ્યારે વાલી ને તેના બાળકને ભણાવવાની સમજ નથી તેવા સમયે શિક્ષણથી જ સમાજમાં પરિવર્તન લાવી શકાય તેવા વિચારો સાથે અનેક સરકારી શાળા બાળકોના શિક્ષણ થકી ગામને સારી દિશામાં લઇ જવા પોતાની રીતે પ્રયત્નો કરી રહેલા છે.
આજે હું આપની મુલાકાત અમદાવાદ જિલ્લાની એક સારી સરકારી શાળા RopadaRps ની મુલાકાત કરાવવા જઇ રહ્યો છું. સમયના અભાવે થોડા સમય બાદ આપ સમક્ષ શાળાની વાત મુકી રહ્યો છું. પણ મિત્રો આ ખરેખર જોવા જેવી શાળા છે. અમે ઇસનપુર પબ્લિક સ્કૂલને સારી શાળા બનાવવા માટે તથા અન્ય શાળામાં થઇ રહેલ સારી વાતનો અમલ અમારી શાળામાં કરવાનો પ્રયત્ન કરી શકીએ તેમ વિચારી શીખવા અને અધ્યયન કરવા જઇ રહ્યા છીએ. અમે ૬ શિક્ષકો શાળા જોવા ગયા અને તે શાળામાંથી ઘણું શીખી આવ્યા પણ પહેલા આ શાળા વિશે થોડી વાત કરી લઇ.
અમદાવાદ જિલ્લાની સારી શાળાઓમાંથી એક શાળા કહી શકાય તેવી શિસ્ત વાળી શાળા.
સુંદર અને રમણીય પરિસર
તમામ શાળામાં શૈક્ષણિક વાતાવરણ
સ્કેટીંગમાં સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાને હંફાવે એવા સ્કેટર્સ
એક એનજીઓ સાથે મળીને શાળાનો ભૌતિક વિકાસ કરવાની સુંદર તૈયારી અને આયોજન
વર્ગોમાં તથા બહાર સુંદર મજાના ચિત્રોની રમઝટ
તમામ વર્ગમાં માં ગણી ન શકાય એટલા શૈક્ષણિક સાધનો
વર્ગોમાં બાળકો માટે બચત બેંક અને તે પણ ગેરહાજર રહેનાર વિદ્યાર્થી તેમાં સજા રૂપે પૈસા મુકે અને વર્ષના અંતિમ દિવસે ઘરે લઇ જાય તેનાથી ગેરહાજરીનું પ્રમાણ તો ઘટ્યું જ પણ સાથે બાળકોના ખોટા ખર્ચ ઘટ્યા અને બચતના ગુણ જીવનમાં શીખ્યા
તમામ શિક્ષકો નિયમિત પોતાનું કાર્ય કરતા જણાય
તમામ શૈક્ષણિક મુલાકાત બાળકોને કરાવવા માં આવે
નિયમિત તમામ વર્ગમાં રંગોળી પુરાય
દિવ્યાંગ બાળકો નું ખાસ ધ્યાન રખાય
તમામ વર્ગના બાળકોની પોત પોતાની અલગ વિશેષતા જોવા મળી
કોઇ એન્જીનીયર બનાવાના સપના સમજાવતા એવા કાર્ય જોઇ શક્યા
વિજ્ઞાન અંતર્ગત બાળકો જાતે પ્રયોગ કરી શકે તથા તેની સમજ પણ ખરી
સ્વચ્છતા માટે તમામ બાળકો સાથે વાલી સાથે સુંદર જોડાણ
ગામમાં સોલર લાઇટ લાવવામાં શાળાનો ફાળો
ઉત્સાહી અને કાર્યક્ષમ નેતૃત્વ એવા નિશિત આચાર્ય ના વખાણ કરીએ એટલા ઓછા
ઉપયારાત્મક કાર્યની સતત થતી સમીક્ષા
બાળકો ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણે ભાષા વાંચી શકે
વિવિધ સંસ્થા દ્વારા બાળકો માટે ક્વિઝનું આયોજન કરાય
તમામ બાળકો સાંસ્કૃતિક કાર્ય કરી શકે
બાળકો સાથે સરસ ચર્ચા થઇ
આ સિવાય પણ લખી શકાય એવું ઘણું છે પણ મને પણ યાદ નથી એટલી વિશેષતા શાળામાં જોવા મળે છે. નિશિત આચાર્ય એ ખરેખર આ સર્જન સખત પરિશ્રમ દ્વારા કર્યું છે. આટલી મહેનત સામાન્ય નથી. એક સરકારી શિક્ષક પોતાની રીતે આટલી મહેનત કરે અને તે પ્રમાણે કાર્ય કરે તે વંદનીય પ્રયાસ છે. અનેક નમન કરી શકાય એવું કાર્ય આ શાળામાં થયું છે.
હવે વાત એ કરૂ કે અમે શાળામાંથી અમારી શાળા માટે શું શીખીને આવ્યા એ વાત કરૂ.
બાળકોની સંખ્યા આધારે તમામ વર્ગોમાં આયોજનયુક્ત કાર્ય કરી શકાય.
બચત બેંકનો વિચાર અમલમાં મુકી શકાય એવો છે.
રમતના। ક્ષેત્રમાં શાળાનું કાર્ય અમલમાં મુકી શકાય એમ છે.
વિવિધ વિષયોના મંડળોનું નિર્માણ કરવું જરૂરી લાગે છે. ખરેખર આવી શાળાની મુલાકાત નવા વિચારો અને કાર્ય શીખવાની પ્રેરણા બને છે. અમે અમારી શાળામાં નવા કાર્યો કરવા માટે ઉત્સાહ લઇ આવ્યા અને નવા વર્ષે નવા કાર્ય કરીને સરકારી શાળાને આજના સ્પર્ધાયુક્ત વાતાવરણમાં ફક્ત ટકી રહેવા જ નહિ પરંતુ આગળ વધાવા માટે પણ નવી શક્તિ આપશે.
ખાસ આભાર નિશીતભાઇ આપનો આપે અમારું સરસ સ્વાગત કર્યું અને આપવા શૈક્ષણિક અનુભવો શેર કર્યા. આવી સુંદર શાળા જોઇને ચોક્કસ લાગે છે કે આપણા દિવસો આવશે જ.
ટીમ રોપડા ના આભાર સાથે
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.com
Contact Us - 7567853006/8780468062












































Comments
Post a Comment
Thanks A lots...