બાળક તો બાળક છે
તેનું પોતાનું એક વિશ્વ છે
તેના નાનકડા પણ આ કાલ્પનિક વિશ્વમાં આપણા કરતાં વધારે વિચારો રહે છે.
નવું નવું કરવાની ઇચ્છાઓ રહે છે
તેનું મન તેને અમાપ કલ્પનાઓમાં લઇ જાય છે.
અમારી શાળા સતત બાળકના મને ને સમજવા પ્રયત્નો કરે છે. મિત્રો બાળકને રમવા મળે તો તેના માટે કોઇ પણ જગ્યા એ તેને મનગમતી જગ્યા બની રહે છે. શાળામાં બાળકોની સંખ્યા વધારે છે તો મોટા ભાગે ખો-ખો, પક્કડ દાવ, દેડકા દોડ, સંગીત ખુરશી જેવી રમતો જ રમી શકે. થોડા દિવસ પહેલા લોક સહયોગ દ્વારા શાળામાં ૨૫ નવી ચેસ મળી. ૨૫ એટલા માટે માંગેલી કે ૫૦ બાળકો એક સાથે ચેસ રમી શકે. તેવા આશય અનુસાર શાળામાં ચેસ આવી અને તેનો ઉપયોગ શરૂ કરવાનું આયોજન કરવું.
અમારા શિક્ષક શ્રી અશોક પંચાલ પોતાના ધોરણ ૩ થી ૫ ના બાળકોને ચેસ શીખવાડવાની શરૂઆત કરી. બાળકો નાના અને એ પણ એવા વાતાવરણમાંથી આવે કે તેમના ઘરે ચેસ વસાવવી કદાચ શક્ય નથી. અને લાવી શકે તો પણ થોડા બાળકો લાવી શકે. તો તમામ બાળકોને ચેસ રમવાની સમજ ન હોય તે સહજ અને સ્વાભાવિક છે.
અશોકભાઇ એ નવું આયોજન કર્યું. અપર પ્રાયમરી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે તો તેમાં
બાળકોને ચેસ રમવાના વિડીયો બતાવ્યા.
તેના નિયમોની સમજ આપી.
તેમાં આવતા પેંદા, હાથી, ઘોડા, ઊંટ,વજીર રાજા વગેરેનો પરિચય કરાવ્યો.
તમામ બાળકોને આ સમજ આપીને તેમને કયા પેંદાની ચાલ કંઇ હોય તે કંઇ રીતે કાર્ય કરે તેની સમજ આપી.
બાળકો સમજ્યા બાદ બીજા દિવસે તેમને શાળાના એમ્ફીથીયેટર માં લઇ ગયા. શાળાની આ અતિ રમણીય અને મુક્ત જગ્યા છે. વાંસની છત નીચે ખુલ્લા પવનમાં બેસવાની પણ અલગ મજા છે. મારે પણ વર્ગ બેસાડવા રૂમ નથી તો મારા બાળકોને મોટા ભાગે ત્યાં જ લઇ બેસુ. મને પણ મજા આવે અને બાળકોને તો જાણે પોતાનું નવું ઘર લાગે.
જવા દો એ વાત આજે કરવી નથી.
આજે તો અશોકભાઇએ ત્યાં તમામ બાળકોને ત્યાં તમામ વ્યવસ્થા કરી પોતે ચેસ રમી. નિદર્શન કર્યું અને બાળકોને પણ રમાડી.
ખરેખર બાળકોને તો મજા આવી. તેમને આ રમત રમવાની મજા માણી.
ચેસ દ્વારા બાળકોની એકાગ્રતા વધે.
ચિંતન વધે
મનન કરતા થશે.
તેના દ્વારા અભ્યાસમાં પણ સ્થિર થશે.
આવા પ્રયત્નો સતત અશોકભાઇ દ્વારા કરવામાં આવે છે. બાળકોને તેમની સાથે ભણાવાની અલગ મજા આવે. ક્યારેક એ નવી વાર્તા લઇ આવે તો ક્યારેક નવા વિડીયો. ખરેખર હવે તમામ બાળકો ચેસ માંગવા આવે અને રમતા થશે તો વધારે આનંદ થશે. આવનાર ખેલ મહાકૂંભ માં શાળાના બાળકો ચેસમાં પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવશે. તેમનો જીવન વિકાસ થશે.
શાળામાં વસાવવા માં આવેલ આવા સાધનો સાથે મજાકમાં ભવિષ્યમાં ૨૫ કેરમ લાવવાની યોજના પણ થઇ રહી છે.
આવા સુંદર પ્રયત્નો માટે અશોકભાઇનો આભાર
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.com












Comments
Post a Comment
Thanks A lots...