#વિશ્વાસ_સાથે_આપણા_દિવસો_આવશે_જ
ઘણા સમયથી મને બરાબર યાદ છે જ્યારે સમીરભાઇ, રાજેનદ્રભાઇ અને હું સીઆરસી પ્રતિનિયુક્તિ રદ થઇ ને શાળામાં પરત જવાનું આવ્યું ત્યારે ત્રણે મિત્રોએ વિચારેલું કે આપણા અનુભવો શાળામાં કામ આવે અને સારી શાળાનું નિર્માણ કરવું. સમય આગળ વધતો ગયો અને નવા નવા કાર્યો કરવાની
પ્રેરણા
શક્તિ
પ્રોત્સાહન અને
ખાસ અનુકુળતાઓ મળતી રહી અને પ્રયોગો સફળ થતા રહ્યા. અમને સારી ટીમ મળી. વિરાભાઇ પટેલિયા અને અન્ય શિક્ષકો સતત શાળાને સારી બનાવવા નવા નવા વિચારો લઇ આવતા અને અમલ કરતાં કરતાં અમે ક્યાંક સારી દિશામાં આગળ વધી રહ્યા હોય તેવો આનંદ આજે થયો. હા સંતોષ તો હજુ કોઈને નથી કારણ ઘણું કરવાનું બાકી છે. મિત્રો સરકારી શાળા તરફ આજે સમાજની નજર બદલાઇ છે. કહેવાય છે કે વાલી વિચાર કરતા થયા છે. પણ અમે તો સૌ એકાવન એક બનીને ચાલવા પ્રયત્ન કરતા રહ્યા છીએ અને અમારા એકાવન સાથે આજે સેંકડો વાલી જોડાયા છે. સરકારી શાળામાં વાલીનો સહયોગ મળે તે ચોક્કસ કહી શકાય તેવો અનુભવ થયો છે. સંખ્યાની નજરે શાળામાં આજે વિશાળ સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. વાલી સાથે સતત વાત કરવાનું પરિણામ મળી રહ્યું છે. અમને વિસ્તારમાં કાર્યરત એનજીઓ સહયોગ નો સરસ સહયોગ મળી રહ્યો છે.
તે સતત શાળામાં બાળકો આવે,
વિસ્તારમાં એસએમસી જાગૃત થાય
મિશ્ર ભાષાવાળા બાળકો સારું શિક્ષણ મેળવે તે માટે અમારી સાથે રહી મદદ કરે છે.
આજે શાળામાં એક વાલી મીટીંગની સાથે વિસ્તારમાં વધારે ભણેલ અને ઘરે શાળા સમય પછી બાળકોને ભણાવનાર ટીનેજર ટીમ સાથે મુલાકાત કરવામાં આવી. પ્રથમ તેમની સાથે કુલ ૭૦ થી વધારે વાલી સાથે સંવાદ કરવામાં આવ્યો. તેમાં નીચે મુજબ ચર્ચા કરવામાં આવી.
પ્રથમ તો નવા વર્ષથી શૈક્ષણિક વર્ષ એપ્રેિલ માસથી શરૂ થનાર હોઇ વાલી પરીક્ષા પછી બાળકોને શાળાએ મોકલે તે અંગે ચર્ચા કરવામાં આવી.
નામાંકન અંતર્ગત ધોરણ ૧ થી ૮ માં એપ્રિલ મહિનાથી પ્રવેશ આપવામાં આવશે તો તે માટે નામાંકન તથા આસપાસ ના વિસ્તારમાં જાગૃતિ લાવવાની ચર્ચા કરવામાં આવી.
અભ્યાસ માટે થોડી શૈક્ષણિક ચર્ચા થઇ.
અનિયમિત બાળકો માટે વિશેષ કાળજી રાખવા વાત કરવામાં આવી.
એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા માટે સમજ આપવામાં આવી.
અભ્યાસમાં નબળા બાળકો માટે ઉપચારાત્મક કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી.
વિસ્તારના તમામ બાળકો શાળાએ ફરજિયાત લાવવા માટે વાત કરવામાં આવી.
સાથે સહયોગ સંસ્થા દ્વારા શાળાને આજે બાળકોને રમવા માટે
૫૦ દોરડા
૨૫ ચેસ
તથા પોસ્ટર આપવામાં આવ્યા.
સાથે વાલી તથા સહયોગ સંસ્થા દ્વારા શાળાના તમામ શિક્ષકોનું એક ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. અમે ના જ કહેતા હતા પણ વાલી તથા સંસ્થા તરફથી આગ્રહ હતો તો સ્વીકાર કરવો પડ્યો. હા આ ભેટ વાલી તરફથી ન હતી. સહયોગ સંસ્થા દર વર્ષે વિસ્તારના સારી શાળાના શિક્ષકોનું સન્માન કરે છે.
વાલી સાથે મીટીંગ પૂર્ણ થઇ સાથે તે વિસ્તારમાંથી ૮ બાળકોનો નવા વર્ષ માટે પ્રવેશ નિશ્ચિત કરવી ગયા.
ત્યાર બાદ વિસ્તારની બાળાઓ કે જે શાળા સમય બાદ બાળકોને ભણાવવા પ્રયત્ન કરે છે તેમની શાળા મુલાકાત કરાવવામાં આવી. તેમને શાળાની તમામ શૈક્ષણિક અને ભૌતિક બાબતોથી પરિચિત કરાવવાનું કાર્ય કરવામાં આવ્યું. તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો. તેમને
પ્રજ્ઞા વર્ગો,
પર્યાવરણ પ્રયોગશાળા,
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
બાલા
ગાર્ડન
મધ્યાહનભોજન યોજના
આવનાર વર્ષમાં કરવાના આયોજન
વગેરે વિશે સમજ આપવામાં આવી.
તેમના સવાલોના જવાબો આપવામાં આવ્યા.
નામાંકન અને પ્રવેશ વિશે માહિતગાર કરવામાં આવ્યા.
તમામને શાળાના કાર્યથી સંતોષની લાગણી થઇ. પોતના વિસ્તારના બાળકો ભણે તે માટે અમે સૌ પ્રયત્ન કરીએ છીએ. તમામ બાળકોને શાળાએ લાવવાના પ્રયત્નો ની સાથે સૌ સારી રીતે ભણી શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. શાળાની શૈક્ષણિક અને ભૌતિક વિકાસયાત્રા અમારા માટે સફળ થઇ રહી છે.
વાલીઓમાં વિશ્વાસ વધી રહ્યો છે.
આજે તમામ વાલી એક અવાજે કહ્યું કે અમારા બાળકોને ભણાવવામાં શાળાના શિક્ષકો ચોક્કસ સતત પ્રયત્નો કરે છે. હા સાથે ક્યારેક અનિયમિત બાળકોનો શૈક્ષણિક વિકાસ થઇ શક્યો નથી તેની પણ તેમને ખબર છે. તેમનો મત એવો રહ્યો કે બાળકો નિયમિત શાળામાં આવે છે તે ચોક્કસ સારું ભણી રહ્યા છે. અમે પણ તેમને વિશ્વાસ આપી શક્યા કે અમારા પ્રયત્નો ક્યારેય ઓછા નહિ થાય. મિત્રો બાળકો ઘરે ઉર્દૂ મિશ્રિત હિન્દી ભાષા બોલે અને બાળકોને ગુજરાતી શાળામાં ભણાવે તેથી સમસ્યા રહે છે પણ ધીમે તે દિશામાં સફળતા મળશે જ. તમામ બાળકો સફળ થાય તે માટે અમે ચોક્કસ પ્રયત્નો કરીશું. હા હજુ થોડો સમય લાગશે. વાલીને પણ ખબર છે તે પ્રમાણે હવે ગુણવત્તાની દિશામાં પણ સફળ થઇ રહ્યા છે.
NMMS માં આ વર્ષે પણ ૭૦ બાળકોએ પરીક્ષા આપી.
નિબંધ સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ રહ્યા.
હવે ભાષાદીપ તથા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત સરસ કાર્ય કરી રહ્યા છીએ.
ચોક્કસ સફળ થઈશું. આજે આનંદ એ વાત નો છે કે વાલી સમાજમાં અમે વિશ્વાસ કેળવવામાં સફળ થઇ રહ્યા છીએ. આવનાર દિવસોમાં વધારે તીવ્રતાથી કાર્ય કરીશું અને તમામ બાળકો સફળ શિક્ષણ મેળવે તે માટે મથીશું.
વાલીઓના આભાર સાથે
સહયોગ સંસ્થાનો પણ આભાર
#IsanpurPublicSchool
Mo - 7567853006
@









































Comments
Post a Comment
Thanks A lots...