નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સતત બાળક વિકાસ માટે નવીન આયોજન કરે છે. શતાબ્દી વર્ષ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરીને બાળકોના શિક્ષણ માટે કાર્ય કરે છે.
વિવિધ આયોજન અંતર્ગત ઇસનપુર પબ્લિક સ્કૂલના બાળકોને બે દિવસ પ્રત્યક્ષ શિક્ષણ માટે #Scince_City અમદાવાદ ખાતે મુલાકાત માટે લઇ જવામાં આવ્યા. બે દિવસ આવવા જવા સાથે જમવાની વ્યવસ્થા સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવી. વિદ્યાર્થીઓને
વિજ્ઞાનની દુનિયા,
પ્રયોગોનું વિશ્વ
જોવાની, નજીકની તેને માણવાની તક મળી.
સાયન્સ સીટી એટલે જ્ઞાનનો ભંડાર,
બાળકોને નવા અનુભવ આપી શકે તેવું બેસ્ટ ડેસ્ટીનેશન.
જાતે પ્રયોગ કરવાની તક આપતું સેન્ટર
3D મુવી જોવા માટે આઇમેક્ષ થીયેટર
હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સ
વિવિધ રાઇડ
વિશ્વને જોવાનું સ્થળ
સરસ બગીચો
વર્ણન પણ શક્ય નથી તેવા અનુભવ ત્યાં કરી શકાય. અમારા બાળકો સામાન્ય વર્ગમાંથી આવે તેમના માટે આ અનુભવ કરવો સરળ નથી. પણ શિક્ષણ સમિતિ સતત દર વર્ષે બાળકોને આ અનુભવો પુરા પાડવાનું કાર્ય કરે છે. છેલ્લા બે દિવસથી અમારા બાળકોને આ અનુભવ મળ્યા. સૌએ મજા કરી. શિક્ષકોએ તેમને સમજ આપી. બાળકોને અનુભવનું સીધું શિક્ષણ મળ્યું. મુવી જોઇ. આનંદ કર્યો. નવું શીખવા મળ્યું. એક પણ પૈસાના ખર્ચ વગર. બાળકોને આવી મુલાકાત કરાવવા માટે સ્કૂલ બોર્ડ નો આભાર.
અમારા બાળકો સાથે શિક્ષકો રહ્યા. ત્યાં તેમને તમામ વાતની સમજ આપવાનો પુરો પ્રયત્ન કર્યો. બાળકો પરત આવીને ખુશ જોવા મળ્યા. નવું શીખવાનો તેમની પાસે આનંદ હતો. બાળકોએ ત્યાં અવનવા પ્રયોગો કર્યા. વિજ્ઞાનની નવી અને આવનાર ભવિષ્યની શોધ અને વિશ્વના વિકાસમાં વિજ્ઞાનનો ફાળો સમજી શક્યા. વિજ્ઞાને માનવ જીવનને સરળ બનાવ્યું અને વિજ્ઞાનની શોધોએ આપણા કાર્યો સરળ કર્યા. તમામ વાતો જોવાની અને માણવાની તેમને મજા લીધી.
આવા પ્રત્યક્ષ અનુભવ આપવા માટે સ્કૂલ બોર્ડનો આભાર
સાથે બાળકોને ત્યાં લઇ જવાની વ્યવસ્થા કરનાર અમારા એ તમામ શિક્ષકોને પણ આભાર. ખરેખર બાળકો માટે આવા શૈક્ષણિક અનુભવો જ્ઞાનના નવા દ્વાર ખોલે છે. સરકારી શાળાના બાળકને આવા અનુભવ આપવા બદલ અમે કૃતજ્ઞ ભાવે નમન કરીએ છીએ....
અમારી શાળાની પ્રવૃત્તિઓ જોવા તથા આપના અનુભવો અંગે આપના પ્રતિભાનો આપશો....
From
Hemant Panchal
#IshanpurPublicSchool
MSB
Mobile - 7567853006
Mail Id - vaishwika@gmail.com






























Comments
Post a Comment
Thanks A lots...