નાના બાળકો સાથે કાર્ય કરવું એટલે શિક્ષકે તેના મનને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને ગમતી પ્રવૃત્તિ કરવી જોઇએ. તેને આનંદ આવે એવા કાર્યો કરવા જોઇએ. અમારી શાળાના બાળકો માટે શિક્ષકો નવીન પ્રવૃત્તિઓ સાથે શિક્ષણને સાંકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના પ્રયત્નોમાં કચાશ નથી હા બની શકે પરિણામ અપેક્ષા પ્રમાણે ન હોઇ શકે.
મિત્રો મારો સ્પષ્ટ અને વિશ્વાસ સાથે મત છે કે બાળકને શિક્ષણ આપવાની પદ્ધતિ અને રીત જે સરકારી શિક્ષક પાસે છે તે અન્ય પાસે હોય તે શક્ય નથી અને નથી જ.
હા મોંઘી ફી લેનાર શાળા સારી રીતે પાઠ ભણાવી શકે
તેમાં આવેલ સવાલ જવાબ તૈયાર કરાવી શકે
એસાઇમેન્ટ કરાવી શકે અને
પરીક્ષામાં માર્ક્સ આપી શકે
એક બે ખોખા વાલી પાસે મંગાવીને તેના પ્રોજેક્ટ આપણી પાસે તૈયાર કરાવીને એક બે ફોટા મોકલી શકે
પણ
હા પણ
કોઇપણ પ્રવૃત્તિને શૈક્ષણિક બનાવવાની સમજ કેળવવી શક્ય નથી. તે તો આપણો શિક્ષક જ કરી શકે. આજની વાત કરૂ તો આજે હું રજા પર રહ્યો. પણ શિક્ષકો તો એમનું કાર્ય સુંદર રીતે કરી જ રહ્યા છે. ધોરણ ૧ અને ૨ અ ના ગણિતના શિક્ષક આશાબેન પટેલ દ્વારા બાળકોને One Munite Game રમાડવામાં આવી. તેમને બાળકોને દોરીમાં મણકા ભરાવવાની પ્રવૃત્તિ કરાવી. આમ તો સામાન્ય છે પણ શૈક્ષણિક રીતે જોવા જઇએ તો
બાળકો ગણતરી કરતા થાય
શીખેલ ગણતરીનું પુનરાવર્તન થાય
દ્રઢિકરણ કરી શકાય
સ્પર્ધાનો માહોલ ઉભો કરીને શીખવા માટેની જિજ્ઞાસા જગાડી શકાય
કોના વધારે થયા અને કોના ઓછા એ સમજીને સરખામણી કરતા શીખી શકે
આમ ખરેખર સામાન્ય લાગતી પ્રવૃત્તિ કે રમત બાળકોને પહેલા તો વર્ગની એક ની એક દિવાલોમાંથી બહાર લાવી શકે. સાથે રમતનો આનંદ લાવી શકે અને રમત બાદ તેની ચર્ચા બાળકોમાં થાય તેથી શૈક્ષણિક હેતુ સફળ કરી શકાય. શિક્ષક દ્વારા પૂર્વ તૈયારી કરીને આવા આયોજન દ્વારા આનંદદાયી શિક્ષણની અલખ જગાની શકાય. રમતા બીજા લાભ એવા પણ છે કે નિયમિતતામાં વધારો કરી શકાય અને બાળક તથા શિક્ષક વચ્ચે સમાવેશી સંકલ્પના સિદ્ધ કરી શકાય. મિત્રો અમારા શિક્ષકો નિયમિત આવા આયોજન કરીને બાળકોને શીખતા કરવા માટે મથી રહ્યા છે. તેના પરિણામ પણ ધીરે ધીરે આવી રહ્યા છે. આવા કાર્યો મારો વિશ્વાસ વધારે છે કે આપણે આપણા દિવસો લઇ આવીશું.
આશાબેનના આભાર સાથે
શાળાની વિવિધ પ્રવૃત્તિ જોવા અમારા બ્લોગને ફોલો કરશો.
#IsanpurPublicSchool
Contact - 7567853006
Email US - vaishwika@gmail.com





વાહ ખુબ સરસ
ReplyDeleteThanks a lots sir
Delete