બાપુ સ્કૂલ મે_IITE નો સફળ પ્રયત્ન

બાપુની ૧૫૦ મી જયંતી નિમિત્તે IITE ગાંધીનગર દ્વારા ગાંધી વિચારને શાળામાં લઇ જવાનો એક સુંદર  અભિગમ અમલામાં મૂકેલ છે. IITE ના કુલપતિ ડો. હર્ષદભાઇ પટેલ મારા આદર્શ છે. તેમને સાંભળવાનું સતત મન થાય. સતત નવીન વિચાર અને નવીન આયોજન કરે અને એ પણ સંપૂર્ણ ચોક્કસાઇપૂર્વક. મિત્રો IITE નું નિર્માણ ઘણા વર્ષથી થયું છે. સમાજમાં સારા શિક્ષકોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ભારતના વડાપ્રધાન કહે છે કે ભારત વિશ્વમાં શિક્ષકો નિકાસ કરશે. અર્થ એ પણ કરી શકાય કે જ્ઞાન આ દેશમાં એટલું છે અને એવું છે કે તે વિશ્વને માર્ગદર્શન કરી શકે.
હું પોતે બુનિયાદી શિક્ષણ લઇને આવ્યો છું.
ત્યાં કચરો અમારે સાફ કરવાનો,
સેનીટેશન સફાઈ પણ કરવાની
ખાદી પહેરવાની
એક કલાક શ્રમ કરવાનો
પુસ્તકાલયના પુસ્તકો ફરજિયાત વાંચવાના
નિયમિત નયી તાલીમ મેળવવાની
શાળા સંચાલન બાળકો કરે
સંપૂર્ણ લોકશાહી
શિક્ષકો દ્વારા સતત જીવન વિકાસના પાઠ મળે
આવું શિક્ષણ આજના સમયની જરૂરીયાત છે. મને પણ મન થાય કે મારી શાળા બુનિયાદી શાળા જેવી બને બાળકોને વિષય શિક્ષણની સાથે જીવન જીવવાનું શિક્ષણ મળે. આવા વિચારોનો અમલ કરવા માટે IITE ના પ્રયત્નો ખરેખર પ્રશંસાને પાત્ર છે.
IITE ના ઉપક્રમે બાપુ સ્કૂલ મે કાર્યક્રમ અંતર્ગત તમામ શાળામાં બાપુના વિચારોનો વિસ્તાર કરવાનું કાર્ય અસરકારક રીતે કરી રહ્યા છે. બાપુએ નયી તાલીમ અંતર્ગત શિક્ષણની નવી રીત આપી છે. સમાજના અનેક પ્રશ્નોનું સમાધાન ગાંધી વિચારથી મળે છે. ગાંધી વિચારે સમગ્ર દેશ આઝાદ થયો અને એ જ વિચારે વિશ્વના અન્ય દેશો પણ સ્વતંત્રતા મેળવવામાં સફળ રહ્યા છે. ખાદી ઉપયોગ થકી રોજગારી નિર્માણ અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બને છે. બુનિયાદી શિક્ષણની તાલીમ પ્રત્યેકને જવાબદાર નાગરિક બનાવવા સમર્થ છે. સફાઈ કરવાની રીત તેમની અનોખી રહી. ભલે ઉપભોગ હજાર હોય પણ મારે ખપ પૂરતો જ તેનો ઉપયોગ કરવો જોઇએ તેમ સમજાવી સંયમનું શિક્ષણ આપ્યું છે.
મિત્રો બાપુના વિચારો આજે પણ સમાજને ઘડવાનું કાર્ય કરે છે.
IITE ગાંધીનગર દ્વારા
બાપુ સ્કૂલ મે
કાર્યક્રમ અંતર્ગત તેમના તાલીમાર્થીઓ દ્વારા આજે શાળામાં આવ્યા. શિવાંગીની કુશ્વાહ, ઇશીકા પંડ્યા, નિધિ પટેલ, નંદીની પટેલ અને હિતીશા જેવા તજજ્ઞ તાલીમાર્થીઓ એ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલની મુલાકાત કરી. તેઓ પોતાની સાથે બાપુ વિચારનો ભંડાર લઇને આવેલ હતા. વિવિધ વિડીયો તથા સાહિત્ય તેમની સાથે હતું. તેઓ એ શાળાના વિદ્યાર્થીઓને બાપુના વિચારો વિશે સુંદર સમજ આપી. 
બાપુની ૧૫૦ મી જન્મ જયંતી એ આ કાર્યક્રમ બાળકો સાથે શિક્ષકો માટે પ્રેરણાદાયી રહ્યો. આમ તો આજે વસંત પંચમીના અવસરે સારા વિચારોનું શિક્ષણ મળે તેવો સંજોગ સામાન્ય નથી. IITE ના તજજ્ઞો એ બાળકો સાથે, શિક્ષકો સાથે સંવાદ કર્યા. શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હોવાથી તેઓ લઇ આવેલ તમામ વિડીયો બાળકોને બતાવવામાં આવ્યા. આનંદની વાત એ હતી કે બાળકો અને શિક્ષકોને આનંદ એટલો થયો કે તેમને ફરી તમામ વિડીયો જોયા. તમામ બહેનોએ ઉત્સાહ પૂર્વક અમારી લાગણી સ્વીકારીને ફરી સમજ આપી. તેમની સાથે ચર્ચા કરવામાં આવી. અમારા શિક્ષકોએ પણ ચર્ચામાં ભાગ લીધો. તેમને તમામ બાળકોને બ્રોશર આપ્યા. શાળાને પણ આપ્યા. IITE દ્વારા આપવામાં આવેલ સાહિત્ય શાળાને આપ્યું.
મિત્રો બાળકો બાપુની ૧૫૦ મી જયંતીએ તેમના વિચારોથી પરિચિત થાય તે માટે હું તમામ બહેનોનો આભાર માનું છું. 
IITE ના કુલપતિ અને તમામ ટીમ આવા કાર્ય માટે ખરેખર અભિનંદનના હકદાર છે. IITE ના કુલપતિ એવા ડો. હર્ષદભાઇ પટેલ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના ચેરમેન રહ્યા છે. અમને સતત સીધું તેમનું માર્ગદર્શન મળ્યું છે. તેમના વિચાર સદૈવ પ્રેરણા આપે છે. આજે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી તો મને વ્યક્તિગત ઘણું દુ:ખ થયું. આવા વિચારો તમામ વિદ્યાર્થીઓને મળવા જ જોઇએ. આ સાચું શિક્ષણ છે. અમારા તમામ બાળકોને આ લાભ મળે સાથે તમામ શાળાના બાળકોને પણ લાભ મળે તે ખરેખર જરૂરી છે. બાળપણથી જ સત્ય, અહિંસા, પ્રેમ, સદ્દભાવના ના બાપુની વિચારો બાળકોને મળે તો રાષ્ટ્રની આવતી કાલ ચોક્કસ સફળ હશે. બાપુની ૧૫૦ મી જયંતીએ આવા કાર્યક્રમ કરવા બદલ હું અને ઇસનપુર પબ્લિક સ્કૂલ IITE અને કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ સરનો આભારી છું. અમારી શાળાને ફરી આવી તક મળે એવા આશાવાદ સાથે
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.com
Contact Us - 7567853006


















Comments