રમીશું ને ભણીશું_લીંબુ ચમચી

પ્રયત્નો કરવામાં આવે તો વિદ્યાર્થીઓના મન પર નવી છાપ નિર્માણ કરી શકાય. ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત શિક્ષકો દ્વારા બાળકોને આનંદ સાથે ભણાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મારુ માનવું અને મારો વિશ્વાસ રહ્યો છે કે બાળક, શાળા અને સમાજ ત્રણ સાથે મળી કાર્ય કરે તો પરિણામ સરળતાથી લાવી શકાય છે અને એ પણ સકારાત્મક દિશામાં. અમે શાળામાં ત્રણે સ્તંભ ભેગા કરવા પ્રયત્નશીલ રહ્યા છીએ અને તેમાં ધીરે ધીરે સફળ પણ થઇ રહ્યા છીએ.
મારું માનવું રહ્યું છે કે
પહેલા બાળકને ગમે તેવી શાળાનું નિર્માણ કરવું જોઈએ. 
બાળકને ગમે તેવું વાતાવરણ આપવું જોઈએ
બાળકને ખુલ્લા મનથી વાત રજૂ કરી શકે તે માટે તક આપવી જોઈએ
બાળકોના વાલીનો વિશ્વાસ વધે તેવું કાર્ય કરવું જોઈએ
બાળક સ્વતંત્ર બનીને મુક્તમને કાર્ય કરી શકે તેવું કાર્ય કરવું જોઈએ.
મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષના અમારા પ્રયત્નો હવે પરિવર્તન લાવી રહ્યા છે અને વિશ્વાસનું સર્જન કરી રહ્યા છે. અમારા કેટલાક શિક્ષકો આ કાર્યને વધારે અસરકારક બનાવવા માટે સતત પ્રયત્નો કરે છે. બાળકે સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. બની શકે કેટલાકનો આ બાબતે ભિન્ન હોઇ શકે. પણ નોકરી કરવી અને ફરજ પર પ્રામાણિક રહીને પોતાનું કાર્ય સતત કરતા રહેવું બન્નેમાં ફરક છે. મે એવા શિક્ષકો પણ જોયા છે કે જે પોતાની જવાબદારીની સમજ કેળવી શક્યા નથી અને એમ માની રહ્યા છે કે બધા આવું જ કરે છે ને... આવા વિચારોમાં અકબરનો હોઝ દૂધથી કેવી રીતે ભરી શકાય...??? મિત્રો સરકારી શાળાએ ક્યાંક પોતાની છાપ ગુમાવી છે તો તેમાં હું ( શિક્ષક ) પણ જવાબદાર છું. હવે કેટલાક શિક્ષકો પોતાના પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે. અમારા શિક્ષકો પણ હોઝમાં દૂધનો લોટો જ રેડે છે. અને તેના કારણે હવે પરિણામ જોઇ રહ્યો છું. પ્રજાસત્તાક દિન માટે વિસ્તારમાં ગયો અને સામાન્ય વાતમાં તો વાલીઓએ ૨૦૦૦૦ ની મિઠાઇ બાળકોને આપી. આ વિશ્વાસનું સર્જન છે. તેમના બાળકોને શાળામાં પ્રવેશ મેળવવા આવી રહ્યા છે આ વિશ્વાસનું સર્જન છે.
જવા દો આ વાત
મિત્રો મારે કહેવું છે કે શિક્ષકો જો પોતાનો પ્રયત્ન કરે તો આપણા દિવસો આવશે જ. અમારા પ્રાથમિક શિક્ષકો બાળકો સાથે સતત વિવિધ પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. જે આપ સૌ નિયમિત જોઇને તેને પ્રોત્સાહન આપી રહેલ છો.
મિત્રો ઉપરની વાત પર આવું તો બાળકને ગમે તેવી શાળા બન્યા પછી તેને મોકળું મન આપી શકે એવા કાર્યો શિક્ષકોએ કરવા જોઇએ. આજે ધોરણ ૧ અને ૨ ના ડ વર્ગમાં અલ્પાબેન દ્વારા બાળકોને લીંબુ ચમચીની રમત રમાડી. આમ તો સામાન્ય છે પણ એક શિક્ષક રજા પર છે તેવા સમયે બાળકો શાળાએ આવવા નું ઓછું ન કરે તે માટે રમત શ્રેષ્ઠ ઇલાજ છે. બાળકો માટે ઘરેથી ચમચી લીંબુ લઇ આવ્યા અને ૧૦૦ થી વધારે બાળકોને એક સાથે કાર્ય કરાવી શકાય તેવું સરસ આયોજન. બાળકોને તો મજા આવી જ જાય ને. બધા પોત પોતાના રંગ માં આવી ગયા. રમવાનું એટલે મજ્જા જ મજ્જા. પાછળ હાથ અને મો માં ચમચી અને સૌથી પહેલા આવવાની ઇચ્છા... આમ પણ રમતમાં તો આ વિજેતા થવાનો આનંદ હોય જ ને... પણ શિક્ષકોને ખબર રમત પરિણામ માટે નહિ પણ આનંદ માટે છે તેનું ધ્યાન રાખીને આનંદ મળે તેમ રમાડ્યા બાદ વિજેતા નક્કી કરવામાં આવ્યા.
વિજેતા બન્યા એ અભ્યાસમાં નબળા હોઇ શકે પણ રમતમાં તો રાજા..
કન્યા નાયદા,નાઝમીન,અલશીફા
કુમાર - જૈદ,અબ્દુલ વહાબ,હસનૈન
મિત્રો રમત આનંદ માટે છે
મજા કરવા માટે છે પણ તેમાં શિક્ષણ જોડી શકાય કારણ લીંબુ ચમચી ચપળતા સાથે સંયમ અને નક્કી કાર્યમાં એકાગ્રતા શીખવે છે. આવા આયોજનો શિક્ષકો સતત કરે છે. અલ્પાબેન દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ બાળકો માટે આનંદ તો લઇ જ આવ્યો હશે. એ બાળકોના હસતા ચહેરા જોઇ આપ સમજી શકશો.
અલ્પાબેનના આભાર સાથે....
શાળાની વિવિધ માહિતી જોવા Follow કરશો.
પુરો લેખ વાંચવા નીચે ક્લિક કરો.
#IsanpurPublicSchool
Call/WhatsApp - 7567853006

















Comments