વાલી સાથે સંવાદ... વિસ્તારમાં નામાંકન ગૃપમાં મીટીંગ

ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત વિદ્યાર્થી વાલી સાથે યોગ્ય સંવાદ થાય તે માટે સકારાત્મક દિશામાં નવીન પ્રયોગો સાથે પ્રયાસ કરે છે. પ્રયોગો પરિણામ પણ લઇ આવે તેમ હવે જણાઇ રહ્યું છે. સમાજને સાથે લઇ ચાલવું જ રહ્યું. શાળાએ સમાજનો અરીસો છે. તમામ રાષ્ટ્રનું ભાવિ તેની શાળામાં થઇ રહેલ કાર્ય પર નિર્ભર રહે છે.
અમે સમાજને સાથે લઇ ચાલવા નવી કેડી કંડાળી રહ્યા છીએ. અમને વિસ્તારમાં કાર્ય કરતી સહયોગ સંસ્થા પણ સતત મદદરૂપ રહે છે. ગઇ કાલે વિસ્તારમાં વાલી સાથે તેમને એક મીટીંગનું આયોજન કરેલ. અમારો વિસ્તાર એવો છે કે ત્યાં હજુ પણ બાળકો ધોરણ ૮ પછી આગળ ભણવા જતા નથી. છેલ્લા બે વર્ષમાં ઉચ્ચ પ્રાથમિક મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલિયા અને સ્ટાફ દ્વારા થોડી મહેનત કર્યા પછી ૯૦% કરતાં વધારે બાળકો ધોરણ ૯ માં પ્રવેશ મેળવી રહ્યા છે. હવે તેના પરિણામ દેખાઈ રહ્યા છે. સહયોગ સંસ્થા દ્વારા બાળકો સાથે કાર્ય કરતાં આવા ધોરણ ૧૦ પાસ કરીને આગળ વધેલા અને હાલ અભ્યાસ કરતા ૨૫ થી વધારે વિદ્યાર્થીઓ શોધ્યા અને તેમનું સન્માન કરવાનું આયોજન કર્યું. તમામ બાળકોને સંસ્થા દ્વારા એજ્યુકેશનલ કીટ આપવામાં આવી. તેમને બાળકોને સ્કૂલ બેગ આપી. મને ખરેખર આ કાર્યક્રમનો ભાગ બનવાનો આનંદ રહ્યો.
સંસ્થા દ્વારા બાળકોના સન્માન ની સાથે તેમની સાથે સંવાદ કરવાનું આયોજન કર્યું જે પ્રશંસનીય પ્રયાસ છે. આવા બાળકોને પ્રોત્સાહન મળતા તે આગળ ભણશે અને બીજા અમારી શાળામાં અભ્યાસ કરતા ૨૩૦૦ થી વધારે બાળકોને તેનો લાભ મળશે. આ બાળકો અભ્યાસ કરે અને આગળ વધે તે અમારા માટે આનંદની વાત છે.
આ કાર્યક્રમ અંતર્ગત મારે જવાનું થયું. સંસ્થા શાળામાં બાળકોને રમવા માટે ૫૦ દોરડા અને ૨૫ ચેસ આપવાની વાત કરી છે. 
ખાસ તો ત્યાં વિસ્તારમાંથી ૫૦ થી વધું વાલી ભેગા કરેલ. અને આવો અવસર ખુબ સારો છે. વાલીને તેમના બાળકોને શાળામાં મોકલવા માટે સમજાવવા તથા તેની સાથે અમે આ વર્ષે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦/૨૧ માટે પ્રવેશ શરૂ કર્યો છે. મિત્રો જૂન મહિનો અમારે પ્રવેશ કાર્યમાં જ પસાર થઇ જાય છે. અને તે મહિનામાં અભ્યાસ ઓછો થાય છે. તો આ વર્ષે મારુ આયોજન છે કે પ્રવેશ કાર્ય જૂન પહેલા જ પૂર્ણ કરી દેવું. તો જૂનના પ્રથમ સપ્તાહથી જ અભ્યાસ કાર્ય શરૂ કરી શકાય. વાલી સાથે વાત કરતાં અનુભવો શેર કર્યા.
ખાલી વધારાના સવાલો કરતાં પોતાના 
બાળકો આજે શાળામાં શું ભણ્યા તેવી વાત લઇ આવે.
ગૃહકાર્ય શું આપ્યું તે જાણે. 
શિક્ષક સાથે મળવાનું મહિને એક વાર આયોજન કરવાનું નક્કી થયું.
એસએમસી મજબૂત બનાવવા પ્રયત્નો કરવા.
શાળામાં સહભાગી થવા અપીલ કરી.
આ સાથે વધારેમાં વધારે બાળકો પ્રવેશ મેળવે તેમ કરવા સહકાર આપવા વિનંતી કરી.
હવે આવી નાની નાની મીટીંગ વિસ્તાર માં કરીશું. અમારા શિક્ષકો વિસ્તારમાં સર્વે કાર્ય કરી રહ્યા છે. આજ સુધી ૩૪ બાળકોએ પ્રવેશ પક્ષ લઇ લીધો છે. વિસ્તારના તમામ બાળકો શાળા સુધી આવે તો ચોક્કસ ભણશે જ એવો વિશ્વાસ અમારા તમામ શિક્ષકોનો છે તે સફળ થશે.
આવા આયોજન કરવા બદલ તથા શાળામાં વધારે નામાંકન માટે શાળાને મદદ કરવા બદલ સહયોગ સંસ્થાનો આભાર
તેમના ચેરમેન સાથે મળવાનું થયું. આવા સરસ આયોજન માટે શૈલેષભાઇ અભિનંદનને પાત્ર છે. અમે પહેલેથી માની રહ્યા છીએ કે સમાજ
શિક્ષક
અને બાળક
આ ત્રણ ભેગા થશે ત્યારે શિક્ષણનો ત્રિકોણ પૂર્ણ થશે. અમારા શિક્ષકો અને વાલીનો સાથ મળે છે જે અમારા માટે આનંદની વાત છે. ફરીથી હાજર રહેલ તમામ વાલીનો આભાર.
સતત આ પ્રયત્નો અમને આ વર્ષે ૨૪૦૦ બાળકોના લક્ષ્યાંક સુધી લઇ જવા મદદરૂપ થશે. 
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.com
Contact Us -7567853006























Comments