શાળા મુલાકાત_સરોડી પ્રાથમિક શાળા_થાનગઢ

આખુ જીવન યાદ રાખવું શક્ય નથી પરંતું કેટલીક ક્ષણો એવી હોય કે તે અવિસ્મરણિય બની રહે છે. તેવા દિવસો જીવન માટે એક પ્રેરણા બની રહે છે.
મિત્રો આજે હું આપની મુલાકાત એવા સર્જેન સાથે કરાવવા જઇ રહ્યો છું કે તે રણમાં મીઠી વીરડી સમાન છે. ઘણા દિવસે આજે હું મારી શાળામાં આખો દિવસ હાજર રહ્યો નથી. મારા ખાસ મિત્ર ધર્મેન્દ્ર સાથે આજે સવારથી જ રાજકોટ જવા નીકળેલ. અમારું ત્યાં કાર્ય પૂર્ણ થયું. સવારથી જ મારા મિત્ર અને એક સફળ સર્જક શ્રી કેતનભાઇ ગદાણી સાથે વાત થયેલી કે સમયની અનુકુળતા રહેશે તો ચોક્કસ આપના ઉપવન એટલે કે
સરોડી પ્રાથમિક શાળા, થાનગઢ માં આવીને ધન્યતાનો અનુભવ કરવો છે. સંજોગો અનુકુળ રહ્યા ને સાંજે ૩:૦૦ વાગે રાજકોટથી અમે કેતનભાઇને વાત કરી તેમની શાળા તરફ જવા નીકળ્યા.
રસ્તો સાવ ખાલી
ઘર જોવા મળે પણ ઓછા
જતાં જતા વાત કરતા હતા કે અહીં તો ઘર જ નથી તો શાળામાં બાળકો કંઇ રીતે આવતા હશે ?
જ્યારે શાળામાં ૪૨૩ બાળકો અભ્યાસ કરે છે, અરે માફ કરશો અભ્યાસ નહિ જીવન વિકાસના પાઠ ભણે છે. સાચા અર્થમાં કેળવણી મેળવી રહ્યા છે. પોતાના જીવનમાં સંસ્કારોનું સર્જન કરી રહ્યા છે. મારા શબ્દોમાં કહું તો સરોડી પ્રાથમિક શાળા આવનાર ભવિષ્ય માટે, રાષ્ટ્રનિર્માણ કરવા નવા અને યોગ્ય નાગરિકોનું ઘડતર કરી રહ્યા છે.
થોડી સામાન્ય વાત કરૂ તો શાળાનો પ્રવેશદ્વાર આકર્ષક લાગે
સાવ નીરસ રણમાં સુંદર હળિયાળું ઉપવન લાગે.. સુંદર વૃક્ષોનું વાવેતર કરીને તેની યોગ્ય માવજત કરવામાં આવી છે. ઔષધિનું વાવેતર એવું કે શાળામાં અરડૂસી, તુલસી, કુવરપાઠું, પર્ણકુટી સાથે વિવિધ ઔષધિ જોવા મળે. સુંદર મજાના ફલો લગાવવામાં આવ્યા છે. કોથમીર, બીટ, મરચા જેવી શાકભાજી ઉગાડી અને વેસ્ટ પાણીનો સદઉપયોગ તેમાં થઇ રહ્યો છે. આ સારસ બેલડીએ કરેલ કાર્યનું આકલન કરવું સરળ નથી. 
પ્રાણ રેડ્યો છે
પરસેવો પાડ્યો છે
સમય આપ્યો છે
ગામનો પ્રેમ કેળવ્યો છે
સમાજને શિક્ષણ માટે તૈયાર કર્યા છે.
જ્યારે આ સારસ બેલડી શાળામાં આવી ત્યારે બે રૂમ હતા તો બાળકો કેટલા હશે તે સમજી શકાય અને આજે આઠ શિક્ષકો હાલ કાર્ય કરે અને તેમાં પણ ખૂટે એ તો કહેવું જરૂરી નથી. મને જોઇને જ એવું લાગ્યું કે આ વિસ્તારમાં શિક્ષણકાર્ય કરવું સરળ નથી.
શાળાની સ્વચ્છતા વખાણવા લાયક છે.
બાળકોના ચપ્પલ વર્ગની બહાર લાઇનમાં મુકેલા જોવા મળ્યા.
વર્ગમાં તમામ બાળકો શિસ્તમાં જોવા મળે.
તમામ વર્ગોમાં શૈક્ષણિક સાધનો તો ખૂબ જોવા મળે.
આજની મુલાકાત મારા માટે એક શિષ્ય તરીકે રહી છે. શાળામાં પ્રવેશ કર્યો તો કંકુ તિલકથી સ્વાગત કર્યું. ખરેખર અમે તે સન્માન મેળવી રહ્યા હતા જેની વાવણી આ શિક્ષક દંપત્તિએ વર્ષેોની મહેનતે શાળામાં ઉભી કરી છે.
દિપ્તીબેનનું કાર્ય તો ખરેખર શિક્ષકની છાપ વધારી દે તેવું રહ્યું. ધોરણ ૫ માં તેમના વર્ગમાં બાળકો સરસ અંગ્રેજી બોલી શકે. તમામ બાળકો સડસડાટ વાંચી શકે. એક બાળકી તો આખી તારણ કન્યા બોલી ગઇ. પ્રજ્ઞા વર્ગોમાં પણ તેમના જ પ્રયત્નોની સફળતા જોવા મળી. તેમનું શિક્ષણ કાર્ય જોઇ મને વ્યક્તિગત આનંદ થયો. તેમને તો એટલી તૈયારી કરી છે કે તે અશક્ય જ લાગે. બન્નેનું અનેકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું છે.  વર્ગમાં ગયા કે લાવ બાળકોને મળીએ અને શાળાને જોઇએ. અનેક સમસ્યાઓનું સમાધાન ત્યાં સરળ મળ્યું. દિપ્તીબેન એ મોટી સમસ્યાનું સમાધાન લાવી રહ્યા છે. બાળકોની નોટ જોઇને કોઇપણ નતમસ્તક થઇ રહે. તેમના બનાવેલા શૈક્ષણિક સાધનો અનેક શિક્ષકોને નવી પ્રેરણા આપી શકે તેમ છે.
ઓનલાઇન હાજરી મોટી સમસ્યા છે ત્યાં તેમને વર્ગમાં બાળકોને એવી ટેવ વિકસાવી છે કે પ્રથમ પોતાના અંગ્રેજોમાં નામ લખેલ કેન્ડી ઉપાડે અને પોતાની હાજરી નોંધાવે. વર્ગમાં બાળકો વહેલા આવી ને પાટિયા પર રોલ નંબર લખી રાખે અને જે હાજર રહે એ પોતાનો નંબર મિટાવી દે. કેટલી અદ્ભુત વાત. શિક્ષકે તે પાટિયા માં જોવાનું કે આજે શ્યામ ફલક પર જે નંબર બાકી રહ્યા તે ઓનલાઇન અને ઓફલાઇન ગેરહાજર.... સરળતાથી હાજરી કાર્ય પૂર્ણ
બાળકોની અક્ષરો તેમની એકમ કસોટી અને વર્ગ કાર્યની નોટ જોઇ તો એક એક પાનું તારીખ સાથે ચકાસેલું. તારીખ સાથે સહી. સાથે પ્રોત્સાહન આપવા માટે વિવિધ સિમ્બોલ બનેલા દેખાય. 
કાવ્યો તો તમામને મુખપાઠ
અંગ્રેજી વાંચી શકે
મૂલ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ સાર્થક જણાયી. મે આડકતરી રીતે બાળકો સાથે સંવાદ કર્યા તો સમજમાં આવ્યું.
ગણિતના દાખલા ગણી શકે
પ્રશ્નોના જવાબ આપી શકે
ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપી શકાય તેમ છે.
અલગ પ્રાર્થના ખંડ
ગામ સાથે એવો સંબંધ કે માંગે એ તરત મદદ મળે પણ મદદ એને મળે કે જે પોતે કંઇ કરી શકે તેમને પોતાના ખર્ચે ગામ ના જ કાનજી ભાઈ ને છેલ્લા  વર્ષ થી શાળા ના જ આચાર્ય કેતનભાઇ તથા દિપ્તીબેન એ પોતાના પગારે નોકરી રાખ્યા છે. 
એસએમસી અધ્યક્ષ પણ શાળામાં તરત હાજર રહ્યા. પર્યાવરણ પ્રયોગશાળાનું નિર્માણ કરવા માટે અલગ જગ્યા મળી તો તેમાં માટી નંખાવીને ખેડ કરી તૈયાર કર્યું છે. ચોક્કસ બાળકોને અસરકારક શાળા જોવા મળશે.
ખરેખર વંદન છે સમગ્ર શાળા પરિવારને
ખાસ કેતનભાઇ અને તેમની પત્નીને કે જે પોતાના બાળકોને આ જ શાળામાં ભણાવે છે. આવા શિક્ષકો ખરેખર શાળાના જ નહિ મારા માટે શિક્ષણ સમાજના સિતારા છે.
મિત્રો સમય મળે તો ચોક્કસ મુલાકાત કરશો. નવું શીખવા મળેશે અને ખાસ તો ઉત્સાહ મળશે. જે આપની શાળાના બાળકો માટે કામ આવશે. 
ખરેખર હું સમગ્ર શાળા પરિવારનો આભાર માનું છું. મને નવી ઊર્જા આપી છે. ખૂબ ખુબ આભાર....








































Comments

  1. Adbhut
    Shixanna sitara
    Bhavishya hamara

    ReplyDelete
  2. શૂન્ય માંથી સર્જન કરનાર મારા પરમ મિત્ર ને સલામ

    ReplyDelete

Post a Comment

Thanks A lots...