રાષ્ટ્ર વિકાસ કાજે આવનાર પેઢીને તૈયાર કરવાની જવાબદારી માતા-પિતા, સમાજ અને શાળાની કહી શકાય. આવનાર ભવિષ્યને નવી ઊંચાઇ અને ઊંડાણ આપવાનું કાર્ય સમાજે એ શાળા અને પરિવારના સહયોગથી કરવું જોઇએ. કોઇપણ રાષ્ટ્ર ભવિષ્યમાં કઇ દિશામાં આગળ વધશે તેની સમજ કોઇપણ સમજદાર માનવ તે વિસ્તારની શાળાની મુલાકાત કરીને કરી શકે.
મિત્રો આપણું રાષ્ટ્ર આજે સ્વતંત્ર અને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સન્માન લઇ રહ્યું છે. ચોક્કસ આપણે તે સન્માનના હકદાર છીએ. સાથે યાદ રાખવું જોઇએ કે આ સન્માન આપવાનાર અનેક શહીદોએ આ રાષ્ટ્ર માટે પોતાના સપનાઓને છોડી દીધા છે અને મારા તમારા સપના સજાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પોતાના રક્તની એક એક બુંદ તેમને આપણા ભવિષ્યને માટે ખર્ચી દીધી છે. મિત્રો પોતાનું અસ્તીત્વ સમાપ્ત કરીને એ આપણામાં અસ્મીતા ભરવાનું કાર્ય કરી રહ્યા છે. મારી વ્યક્તિગત ઓળખ ફક્ત તેમના બલિદાનોને કારણે શક્ય બની છે. મારા સ્વતંત્ર અસ્તીત્વની ઓળખ અનેક શહીદોના બલિદાન ઉપર નિર્ભળ છે. મારી ઇમારતનો પાયો તેમના દ્વારા ઘડવામાં આવ્યો છે.
સ્વતંત્રાની સુગંધ માણવી એ ખરેખર આનંદનો દિવસ છે. પ્રત્યેક ભારતીય માટે સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનનું અનેરૂ મહત્વ છે. આજે મારા દેશમાં મારૂ શાસન શરૂ થયેને આજે 71 વર્ષ પૂર્ણ થયા. ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. અમારા આમંત્રણને માન આપીને અમારા સુપરવાઇઝર સર શ્રી અશોકભાઇ પરમાર સર વિશેષ ઉપસ્થિત રહ્યા. અનેક વાલી તથી SMC સભ્યો હાજર રહ્યા.
સરકારના આદેશાનુસાર શાળામાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી શ્રી ગ્રિષ્મા કિરીટભાઇ સનેના ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. ખરેખર આ આનંદની વાત છે. સાથે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામામાં આવ્યું. ધોરણ 1 થી 8 ના બાળકોને શિક્ષકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર કરેલ. તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું.
શરૂઆતે શાળાને સજાવવા માટે 500 થી વધું ફુગ્ગા ફુલાવવામાં આવ્યા અને તેમને વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા. ધ્વજ ફરકાવ્યા બાદ સુપરવાઇઝર શ્રી અશોકસરના હસ્તે ફુગ્ગા હવામાં ખુલ્લા મુકવામાં આવ્યા. શાળાને સજાવવા માટે 10 કિલો ફુલ લાવીને ધ્વજ સ્તંભ અને તેનો વિસ્તાર સજાવવામાં આવેલ. જય હિન્દના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ધ્વજવંદન તથા સલામીનું તમામ આયોજન અને કાર્ય શાળાના શિક્ષક શ્રી વિક્રમસરની આગેવાની સાથે કરવામાં આવ્યું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધોરણ 1 અને 2 ના બાળકોએ વિવિધ બાળગીત રજૂ કર્યા. તે નાના છતાં મોટી જનમેદની સામે ઉભા રહી બોલી શક્યા તે અમારા માટે આનંદના વાત કહી શકાય. સાથે ધોરણ 3 ની એક દિકરી એ 26 જાન્યુઆરી વિશે અને ધોરણ 8 ની એક દિકરીએ બેટી બચાવો વિશે પોતાના વિચારો મુક્ત ભાષામાં ઉપસ્થિત સભા સમક્ષ કર્યા. ખરેખર આ સામાન્ય વાત નથી. ધોરણ 3 ના બાળકોએ ઉપસ્થિત સહુંને એક સુંદર ડાન્સ દ્વારા પિતાની યાદ અપાવી તો ધોરણ 4 ના બાળકોએ અભિનય ગીત રજૂ કર્યું. ધોરણ 5 ના બાળકોએ નાટકની રજૂઆત કરીને સ્વામી વિવેકાનંદના જીવનનો પરિચય આપવાનો સુંદર પ્રયાસ કર્યો. અપર પ્રાયમરી શાળાના બાળકોએ ગરબો તથા એક સુંદર રિમિક્ષ સાથે વિવિધ દેશભક્તિ ગીતનુ મેશપ તૈયાર કરીને ડાન્સ રજૂ કર્યો. વિક્રમસર ની આગેવાની હેઠળ બાળકોએ વિવિધ યોગ અને પિરામીડ રજૂ કર્યાં. ખરેખર તમામ કાર્યક્રમ ખુબ સુંદર રહ્યો. તમામ વાલી જે હાજર રહ્યા તેમને પોતાના બાળકો આટલી સરસ રજૂઆત કરે છે તે જોઇને આનંદ વ્યક્ત કર્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો શ્રી રોશનસર, હરેશભાઇ દ્વારા કરવામાં આવ્યું. બાળકોના વાલીની સારી હાજરીએ અમારા ઉત્સાહમાં વધારો કર્યો.
મિત્રો તમામ બાળકોને કાર્યક્રમ પૂર્ણ થયે ચવાણું અને લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવ્યાં. વાલીઓ દ્વારા બાળકોને અંદાજે 20000 ના ખર્ચે આ કાર્ય કરાવ્યું. SMC ના સદસ્યો શ્રી આરીફભાઇ, મુર્તુજાભાઇ, પપ્પુભાઇ, સઇદભાઇ, વહીદાબેન, બેબીબેન વગેરે ખાસ હાજર રહ્યાં. બાળકોના કાર્યક્રમો જોઇને વાલીઓ દ્વારા 3600 રૂપીયાનું દાન આપવામાં આવ્યું. શાળાના શિક્ષક શ્રી વિક્રમભાઇનો એક વિચાર હતો કે શાળામાં બાળકો માટે એક ફિટનેસ પોઇન્ટનું નિર્માણ કરવું. નાણાંના અભાવે તે શક્ય બનાવી શક્યા નથી તેથી તેમને પોતે તે માટે 5000 અને અસલાલી ગામના સરપંચ દ્વારા 5000 એમ કરી કુલ 10000 નું દાન લઇ આવ્યા. શાળાના શિક્ષકોએ પણ દાન આપ્યું. વિસ્તારમાં બાળકો માટે કાર્ય કરતી એનજીઓ દ્વારા ધોરણ 1 અને 2 ના બાળકો માટે 1000 ના ખર્ચે શૈક્ષણિક કીટ આપવામાં આવી. તેની સાથે તેમને શાળામાં બાળકોને રમવા માટે 25 ચેસ અને 50 દોરડા આપવાની વાત કરી. સાથે 25 કેરમ પણ આપશે. તેમની સાથે તેઓ એ શાળાને જરૂરી બેનર બનાવી આપવા માટે પણ તૈયારી બતાવી છે. આમ કુલ 82000 જેટલી રકમ વસ્તુ તથા રોકડ સ્વરૂપે દાન મળ્યું.
કાર્યક્રમનું આયોજન ખરેખર ખુબ સુંદર રહ્યું. સુપરવાઇઝર શ્રી દ્વારા શાળાના બાળકો માટે રોકડ દાન આપ્યું તથા તેમને શાળાને થઇ રહેલા કાર્યક્રમો તથા વિવિધ પ્રવૃત્તિઓ માટે પોતાની ખુશી વ્યક્ત કરી. તે સાથે થોડી સાઉન્ડની સમસ્યા થઇ અને અમારા શિક્ષકો શ્રી અશોકભાઇ અને ચંદુભાઇ સ્પીકર લેવા ગયા તે ભાઇ શાળામાં આવ્યા અને 1000 રૂ ભાડાથી સ્પીકર આપનાર રફીકભાઇએ બાળકોનો કાર્યક્રમ જોઇ કહ્યું કે હવે શાળાનો કોઇપણ કાર્યક્રમ હોય સાઉન્ડની તમામ વ્યવસ્થા તેઓ મફતમાં આપશે.
આમ સમગ્ર કાર્યક્રમમાં ખરેખર શાળાને આનંદ થયો. વિવિધ કાર્યક્મો અનુસાર પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક આયોજન બાબતે વાલી મીટીંગમાં વાલીઓએ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો. તેમની સાથે બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. અંદાજે 200 થી વધારે વાલી હાજર રહ્યા.
બાળકોએ ખુબ સુંદર કાર્યક્રમ રજૂ કર્યો તે માટે તેમનો આભાર.
અમારી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જોવા ફોલો કરશો.
#IsanpurPublicSchool
Mobile – 7567853006
Email Id – vaishwika@gmail.com















































Comments
Post a Comment
Thanks A lots...