દેશનું અણમૂલ રત્ન
સ્વતંત્રતાના દિવાના
આઝાદીના લડવૈયા
આઝાદ હિન્દ ફોજના રચયિતા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન અને વંદન કરવાનો દિવસ એટલે ૨૩ જાન્યુઆરી
હા આજે સુભાષચંદ્ર બોઝનો જન્મ આજે એટલે કે ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ કટક ખાતે થયો હતો. નેતાજીના નામથી આજે પણ ઓળખાય એવા આ વિરલ વ્યક્તિત્વને વંદન કરવાનું કાર્ય કરવાનો આનંદ અનેરો છે. આ દેશને અંગ્રેજોથી મુક્ત કરાવવા માટે જાપાનના સહયોગથી તેમને આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. કોલકત્તા વિશ્વ વિદ્યાલયથી તેમને અભ્યાસ કર્યો. નેતાજીનું વ્યક્તિત્વ એટલું મહાન હતું કે મહાત્મા ગાંધીજીએ પણ તેમને દેશભક્તોના દેશભક્ત કહ્યા હતા. પિતા જાનકીનાથ અને માતા પ્રભાવતી દેવી સાથે સમગ્ર દેશને માન અપાવનાર આ ભારતવીરને આજે પણ સમગ્ર દેશ આદર અને સન્માનના ભાવથી જુએ છે. સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમના જીવનમાં એવો હતો કે તેમને સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ માન્યા હતા. આજની #UPSC ની જેવી તે સમયની સિવિલ સર્વિસની પરીક્ષા ૧૯૨૧ માં પાસ કરી હતી. પણ આ સ્વતંત્ર મનનો માનવ એ લોકો માટે પોતાના જ્ઞાન અને આવડતનો ઉપયોગ કરે એ શક્ય બને ખરું ? તેમને અંગ્રેજ સરકારની નોકરી કરવાની ના પાડી કારણ તે તો અંગેજોને જ અહીંથી કાઢી મૂકવાની પેરવીમાં જ જીવન જીવ્યા છે. ૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મેયર બન્યા. અનેક વાર જેલયાત્રા કરી. ૧૯૩૩ થી ૩૬ સુધી યુરોપ પ્રવાસ કર્યો.
તુમ મુજે ખુન દો મૈ તુમ્હે આઝાદી દૂંગા
જય હિન્દ જેવા તેમના સુત્રો યુવાનો માટે આદર્શ બની ગયા હતા. ૨૩ એગસ્ટ ૧૯૪૫ ના રોજ તેમને અંતિમ શ્વાસ લીધા તેમ માનવામાં આવે છે. આવા વીર કે જેમને વિદેશમાં રહીને પણ દેશની આઝાદી માટે સતત પ્રયત્નો કર્યા તેવા મહામનવ અને દેશભક્તના જન્મ દિવસની ઉજવણી કરીને કૃતજ્ઞતાપૂર્વક નમન કર્યા.
શાળાના શિક્ષકો શ્રી વર્ષાબેન પટેલ, આશાબેન પટે અને અશોકભાઇ પંચાલના માર્ગદર્શન સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રર્થના સંમેલનમાં નક્કી કરેલ આયોજન પ્રમાણે આજના દિવસની ઉજવણી કરવામાં આવી. ધોરણ ૩ થી ૫ માં બાળકોને સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી આપવાનું કાર્ય શિક્ષકોએ કર્યું. તેમના જીવન પ્રસંગો બાળકોને સમજાવવામાં આવ્યા. દેશને સ્વતંત્ર કરવા માટે તેમને કરેલ યોગદાનની સમજ બાળકોને આપવામાં આવી. વિદ્યાર્થીઓમાં તેમના જેવો દેશપ્રેમ અને હિંદ માટે સતત આદર અને સન્માનની સાથે પ્રેમ રહે તેમ આયોજન કરાયું. શાળાના પ્રાર્થના સભામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ તૈયારી કરી હતી તે પ્રમાણે તેમને પોતાની રજૂઆત કરી અને તમામ બાળકોએ તેને શાંતિથી સાંભળી. નેતાજીના સુત્ર જય હિંદ ના નારા લગાવ્યા. બાળકો દ્વારા એક નાનું નાટક રજુ કરવામાં આવ્યું. ખરેખર બાળકોએ પોતાની રીતે સરસ કાર્ય કર્યું. તેનો આનંદ છે.
ખરો આનંદ તો ત્યારે થાય કે આ નાના નાના ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને શિક્ષકો તૈયાર કરે અને તે તૈયારી મુજબ તેઓ કાર્ય કરે. મિત્રો શાળામાં પ્રાર્થના સભામાં ૧૦૦૦ બાળકો સામે હોય. વાલી પણ કોટ બહાર ઉભા રહી જોતા હોય એવા સમયે નીડર બની આ નાના બાળકો પોતાને વ્યક્ત કરે તે ખરેખર પ્રશંસનીય વાત છે. આ બાળકો આગળ ચોક્કસ પ્રગતિ કરે તેવી પ્રાર્થના. અમારા બાળકો ઘરે ઉર્દૂ મિશ્રિત હિન્દી બોલે અને ભણે ગુજરાતી ભાષામાં. તેમના વિસ્તારમાં જઈએ એટલે સમજ આવે કે વિપરીત પરિસ્થિતિમાં પણ આ બાળકોને ભણાવવાના શિક્ષકોના પ્રયત્નો પરિણામ લાવી રહ્યા છે.
નાના આ બાળકોને આટલી સુંદર તૈયારી કરાવવા તથા નેતાજી ને સાચી શ્રદ્ધાંજલિ આપવા બદલ શાળાના શિક્ષકો શ્રી વર્ષાબેન પટેલ, શ્રી આશાબેન પટેલ તથા અશોકભાઇ પંચાલ અભિનંદનના હકદાર છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝને અનેક વંદન કરતા શાળા પરિવાર આનંદની લાગણીનો અનુભવ કરે છે. શિક્ષકોના આભાર સાથે...
આપના માર્ગદર્શક સૂચનો અમારા આયોજન અને ઉત્સાહમાં વધારો કરશે....
#IsanpurPublicSchool
Email Is - vaishwika@gmail.com
Contact - 7567853006
Twiter - @AmcIps2







Comments
Post a Comment
Thanks A lots...