૧૨ જાન્યુઆરી ૧૮૬૩
આ દિવસ પ્રત્યેક ભારતીય માટે
જેને માનવતામાં વિશ્વાસ છે તેના માટે
સંસ્કૃતિ માટે કંઇ કરવાની તમન્ના છે તેના માટે
જેને પોતાનામાં વિશ્વાસ છે તેના માટે મહત્વનો જ નહિ પાયાનો દિવસ છે. હા મિત્રો ૧૨ જાન્યુઆરી એટલે નરેન્દ્રનાથ દત્તનો આ સૃષ્ટીમાં અવતરણ દિવસ...
વિશ્વમાં અનેક મહાનુભાવોના અવતરણે આ દુનિયાને જીવવા જેવી બનાવી છે. માનવને માનવ બનાવવા માટે તેમને કરેલા પ્રયત્નોનું ઋણ વિશ્વ ચૂકવી શકે તેમ નથી. તેમને કરેલા અનેક વંદન ઓછા પડે એટલું તે આપીને ગયા છે. ગયા છે શબ્દ ખાલી ભૌતિક રીતે જ લીધો છે. બાકી મારા મને તેમનું જવું માની શકાય તેમ નથી. મિત્રો અનેક લોકો આપણા જીવન પર અસર કરે છે. ખાસ મારા જીવનમાં જેનું ખાસ મહત્વ છે એવા ત્રણ મહાપુરુષો પૈકી એક એટલે સ્વામી વિવેકાનંદ. હા બાળપણનો આ નરેન્દ્રનાથ એ જ વિશ્વ માટે સ્વામી વિવેકાનંદ. ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ધર્મ જેવા અનેક વિષયમાં જેના જ્ઞાનની તુલના શક્ય નથી તેવો આ મહામાનવ. મારા જીવનને સ્વામી વિવેકાનંદના જીવને ખૂબ હિંમત આપી છે. બાળપણમાં પોતાના શરીર પરના અંગ પરનું અંતિમ વસ્ત્ર આપી દેનાર આ બાળક જ્યારે ધ્યાનમાં બેસે તો આસપાસની કોઇ ઘટનાનું તેને ધ્યાન ન હોય. બીજાની મદદ કરવાની ભાવના એવી કે કોઇપણ પરિસ્થિતિમાં પીઠ બતાવીને ભાગી જવાનો રસ્તો ન મળે. સત્ય એવું કે તેના પ્રત્યેક શબ્દ સત્ય જ હોય.
ઘરની ખરાબ પરિસ્થિતિના સમયે પોતાના ગુરુ પાસે જાય અને ગુરુના કહેવાથી માંગવા જાય મા પાસે અને મંદિરમાં જઇ ત્રણ વાર પરત આવે અને કહે તે હું ક્ષુલ્લક માંગણી કંઇ રીતે કરી શકું જ્યારે તે મા એ મને પહેલેથી જ ઘણું બધું આપી દીધું છે.
અનેક લોકોને શાશ્વત મૂર્તિપૂજા સમજાવનાર
વિશ્વને વિશ્વબંધુતાનો પાઠ આપનાર
ભારતીય તત્વજ્ઞાનને વિશ્વને સાચા અર્થમાં પાઠ ભણાવનાર
માનવને માનવ તરીકે જોવાની અને સ્વીકાર કરવાની શક્તિ ધરાવનાર
તમામ સવાલોના જવાબો શ્રીમદ ભગવદ ગીતામાં છે તે કહેનાર
બ્રહ્મચર્યનું પાલન કરનાર
એવા આ વિરાટ વ્યક્તિત્વને ન્યાય આપી શકાય એ કોઇ માનવ માટે શક્ય નથી. વિવેકાનદજીએ યુવાનોને તૈયાર કર્યા. તેમનામાં જીવવાની હિંમત આપવાનું કાર્ય કર્યું છે. તેમના જીવનના પ્રત્યેક પ્રસંગો માનવજીવનને પ્રેરણા આપે છે.
સ્વામી વિવેકાનંદની જયંતી ઊજવવાનું કાર્ય શાળામાં કરવામાં આવ્યું. શાળાના। શિક્ષકો શ્રી લીલાબેન, ચંદ્રિકાબેન, હંસાબેન ના આયોજન પ્રમાણે આજના દિવસની ઉજવણી કરવામાં આવી. શાળામાં નિશ્ચિત દિવસે તેનું આયોજન કરવામાં આવ્યું. ઉજવણી શાળાની પ્રાર્થના સભામાં કરવામાં આવી. સ્વામીજીના જીવન વિશે નાટક ભજવવામાં આવ્યા. બાળક સ્વામીજીના પરિવેશમાં આવીને તેમના જીવન વિશે સરસ માહિતી આપી રહ્યા. સાથે તેમના જીવન વિશે કેટલાક બાળકોએ વાત કરી. તેમના જીવનના પ્રસંગો બાળકોને સમજાવેલ. ખરેખર તેમના જીવન વિશે આપણે શું કહી શકીએ પણ ભારતની આવનાર નવી પેઢી તેમના વિશે જાણે તો પણ તે આનંદનો વિષય રહેશે. અમારા ત્રણે શિક્ષકોએ બરાબર પરિશ્રમ કરીને બાળકોને તૈયાર કર્યા. નાના નાના આ બાળકોને આવા સંસ્કારો આપવા માટેનું કાર્ય ખરેખર આનંદની વાત છે. તમામ વર્ગોમાં પણ શિક્ષકો દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી. તેમનો જન્મ એ રાષ્ટ્ર માટે તહેવાર છે. ખરેખર બાળકોને સાચા જીવનનું શિક્ષણ આપવાનું કાર્ય શિક્ષક જ કરી શકે. બાળકો સ્વામી વિવેકાનદના જીવન વિશે જાણે સમજે અને જીવનમાં તેનો ઉપયોગ કરે તો ખરેખર દેશને નવી તાકાત આપશે. આવા પ્રયાસો નવા રાષ્ટ્રનું નિર્માણ કરશે.
લીલાબેન પરમાર, ચંદ્રિકાબેન ડોડિયા અને હંસાબેન વાઘેલાના આભાર સાથે
ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો સતત બાળકોને સ્વ શિક્ષણ આપવા માટે પ્રયત્નો કરી રહેલ છે. નવી નવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે. અમારી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જોવા માટે
Follow Us For More Update
#IsanpurPublicSchool
Mail - vaishwika@gmail.com
Twitter - @AmcIps2
No - 7567853006











Comments
Post a Comment
Thanks A lots...