ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત બાળ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાલીએ મુકેલ વિશ્વાસને સાર્થક કરવા માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. આ પ્રયત્નો પરિણામ પણ લાવી રહેલા છે. વિદ્યાર્થીઓ સાથે તેમને સમજ આવે તેવી રીતો અપનાવીને શિક્ષણ કાર્ય કરવા મથી રહ્યા છીએ. મિત્રો સરકારી શાળા માટે સમાજમાં અનેક માન્યતાઓ ખોટી રીતે પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે અને બીજી તરફ અનેક સમસ્યાઓ વચ્ચે પણ સરકારી શાળાના શિક્ષકો સતત પ્રયત્ન કરે છે અને તેમાં સફળ પણ થઇ રહ્યા છે. બની શકે સમાજનો એક વર્ગ આ વાત સ્વીકારી શકે તેવી હાલતમાં નથી. પણ સાથે સરકારી સિવાયની કોઇ શાળા બાળકોને પ્રત્યક્ષ અનુભવ આપીને શિક્ષણ આપવાનું કાર્ય કરી શકે નહિ. આ મારો અંગત મત છે.
જવા દો મિત્રો મારે શાળા વિશે વધારે ચર્ચા કરવી નથી. મિત્રો શિક્ષણ એ અનુભવનો વિષય જ છે. પ્રત્યક્ષ અનુભવ વગર શિક્ષણ કાર્ય એ ફક્ત નોટો ભરાવવાનું અને લેસન ડાયરીમાં સહી કરવાનું જ કાર્ય છે. અમારા શિક્ષકો તમામ વિષયમાં જ્યાં જરૂર પડે ત્યાં વિવિધ આયોજન કરીને બાળકોને જાતે શીખતા કરવા માટે સફળ પ્રયત્નો કરી રહ્યા છે.
મિત્રો પર્યાવરણ પ્રયોગશાળા એટલે શું ?
જ્યારે આ વિષય પર વાત આવી ત્યારે મનમાં હતું કે છોડ વાવવાના અને ઉછેરવાના....
તેની માવજત કરવાની....
સ્વચ્છતા રાખવાની... વગેરે વગેરે
પણ સરકાર દ્વારા તેની સમજ આપવામાં આવી અને આમ પણ અમે અલગ આયોજન કરીને આગળ વધવાનું કાર્ય કરીએ છીએ. અમે વિવિધ પ્રવૃત્તિઓ સમજ સાથે કરવાનું નક્કી કર્યું. કારણ ખાલી છોડ વાવવા એ જ પર્યાવરણ કહી શકાય નહિ.
બાળકો સાથે કાર્ય કરવાનું આયોજન કરતાં કરતા નાના નાના બાળકો પાસે અમારા શિક્ષક અલ્પાબેન દ્વારા વિવિધ સૂત્રોનું નિર્માણ કરવાનું કાર્ય કરાવવાનું આયોજન કર્યું.
આપ જોશો કે આ બાળકો નાના છે મતલબ ધોરણ ૧/૨ માં અભ્યાસ કરે છે પણ તમામ બીજા બાળકો કાર્ય કરે અને આ નાના બાળકો પાછળ રહે એ કેમ ચાલે ? ખાસ શિક્ષકનો પ્રયત્ન પ્રશંસાને પાત્ર છે. બાળકોને પહેલા વિવિધ ટેવો શીખવવી પડે.
પાણી કેમ બચાવવું
કચરો ક્યાં નાખવો
શરીર સ્વચ્છ કેમ કરી રાખવું
પોતાના નખ અને વાળની સફાઈ કરવી
સ્વચ્છ કપડા પહેરવા
ઘર, શાળા અને સોસાયટી સાફ રાખવી
વૃક્ષો ઉછેરવા તેનું જતન કરવું
પાણીનો બગાડ અટકાવવો
હાથ નિયમિત ધોવા
અન્નનો બગાડ ન કરવો
જરૂર કરતાં વધારે થાળીમાં લેવું નહિ
વીજળીનો ઉપયોગ જરૂર પ્રમાણે કરવો
લાઇટ પંખા જરૂર ન હોય તો બંધ રાખવા
આવી અનેક વાત તેમને શીખવવી પડે. મોટા બાળકો કરે તે જોઇ નાના શીખે. આ જ તો શિક્ષણનું સાચું સ્વરૂપ છે. હવે આ બાળકોને શાળામાં ઉપરોક્ત ટેવ વલણ બને અને એ વલણ સંસ્કાર બંને તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે.
ખાસ વાત એ છે કે બાળકોના વાલી પણ ક્યારેક વાત કરૂ તો કહે કે સર હવે અમારા બાળકો સ્નાન કર્યા વગર શાળામાં આવવા તૈયાર થતા નથી. નિયમિત બ્રશ કરે છે. જમવાની થાળી ચોખ્ખી કરે છે. ખરેખર આ જ તો કેળવણી છે.
આ બાળકો પાસે તેમને ન ખબર પડતાં શૈક્ષણિક કાર્ય કરાવવા સફળ પ્રયત્નો પરિણામ લાવશે જ.
અલ્પાબેન દ્વારા આ નાના બાળકોને વિવિધ પોસ્ટર અને સુત્રોનું નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું. બાળકોએ કેટલું સરસ કાર્ય કર્યું છે તો ખરેખર જોઇ ને વ્યક્તિગત મને ખૂબ આનંદ છે. તેમને રંગો પૂર્યા. આ સુત્રો અને પોસ્ટર અમારા માટે કિમતી છે. ચોક્કસ આપ સૌને જોવા ગમશે.
બાળકોની આ કલાનો વિકાસ થયો
ચિત્ર દોરતા શીખ્યા
રંગ પૂરણી શીખ્યા
ચોક્કસાઇ ના ગુણો આવશે
પર્યાવરણની સમજ કેળવાશે
અલ્પાબેન અને તેમની આ નાની નાની સેનાના આભાર સાથે
આપના સૂચનો, માર્ગદર્શન અને પ્રોત્સાહન અમારા બાળકોને મળશે એવા #વિશ્વાસ_સાથે_ચોક્કસ_આપણા_દિવસો_આવશે_જ
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.com
Twitter _ @AmcIps2
Contect Us - 7567853006 _ 8780468062



























































Comments
Post a Comment
Thanks A lots...