પર્યાવરણ_પ્રયોગશાળા_સિંચાઇની_પદ્ધતિઓ

ર્યાવરણ પ્રયોગશાળા સરકાર દ્વારા બાળકોમાં બાળપણથી વિદ્યાર્થીઓમાં ગુણોનો વિકાસ થાય તેવા હેતુસર વિવિધ શૈક્ષણિક બાબતો શીખવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત શિક્ષકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ આયોજન સાથે અમારી શાળાએ અલગ રીતે પોતાનું આયોજન બનાવ્યું અને કોતરણી પ્રવૃત્તિ શા માટે કરવી તે નક્કી કરી કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘણા દિવસોથી આ કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. તે અંતર્ગત એક એક પ્રવૃત્તિ આપ સાથે શેર કરતાં આનંદની લાગણીનો અનુભવ થાય છે.
કોઇ પણ શૈક્ષણિક કાર્યમાં જ્યાં સુધી #Lerning_outcome ( અધ્યયન નિષ્પત્તિ ) ને જોડવામાં ન આવે ત્યાં સુધી તે કાર્ય પ્રવૃત્તિ બની શકે જ નહિ. અમે બરાબર તે સમજીને વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો અમારી શાળા શહેરી વિસ્તારમાં આવે છે. સ્વાભાવિક છે કે ખેતીની સમજ અમારા બાળકો પાસે ન જ હોય. એવા સમયે અને એવા માહોલ અમે પરિસ્થિતિ વચ્ચે પણ નવું શીખવવાનો પ્રયાસ કરવો સામાન્ય નથી. આપ સૌ જ્યારે આ જોઇ રહ્યા છો ત્યારે ખાસ ધ્યાને લેશો કે જેને ખેતી શું તેની સમજ નથી તેવા બાળકો સાથે આ કાર્ય કરવું કેટલું સરળ કે મુશ્કેલ છે.
શાળાના શિક્ષક વર્ષાબેન ધોરણ ૩ થી ૫ માં ગુજરાતી ભણાવે. પણ શિક્ષણ તમામ બાળકોને મળે તેવા હેતુથી તેમને વિદ્યાર્થીઓને 
સિંચાઇની પદ્ધતિઓ
વિષય અંતર્ગત સમજ આપવા પ્રયત્ન કર્યો. મિત્રો આ શરૂઆત ઘણા સમયથી કરવામાં આવેલ. આજે આપ સમક્ષ મુકી રહ્યો છું. બાળકોને વર્ગમાં વિવિધ મુદ્દાઓ સમજાવવામાં આવેલ. ખેડુત પાક વાવે અને આપણે સીધો ખોરાકમાં તેનો ઉપયોગ કરીએ. પરંતું તે પાછળ થતો પરિશ્રમ અમારા બાળકો માટે નવું શિક્ષણ છે. વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં તથા વર્ગોમાં સમજાવવામાં અને શીખવવામાં આવેલ. ખેડુતો પાકને પાણી આપવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમ કે
પાળી પદ્ધતિ
માટલા પિયત પદ્ધતિ
ફુવારા પદ્ધતિ 
ટપક સિંચાઈ પદ્ધતિ
મોટ પિયત પદ્ધતિ
ચેનપંપ પદ્ધતિ
ઢેકલી પદ્ધતિ
રહેંટ પદ્ધતિ
વિવિધ નહેરોમાંથી પાણી મેળવવું
બોર દ્વારા પાણી મેળવવું
તળાવમાંથી પાણી મેળવવું
મશીન દ્વારા પાણી મેળવવું
વગેરે વિશે સમજ આપવામાં આવી. બાળકને માટે તો આ તમામ વિષય નવા છે. તેમને તો અંદાજ પણ ન હતો કે ખેડુતો આવા કાર્યો કરે છે. તમામ પદ્ધતિઓ વિશે માહિતી આપ્યા બાદ તેમને તેની સમજ આપવા માટે ખેતરની મુલાકાત પણ કરાવવામાં આવી. બાળકો શાળામાં બગીચો જુએ. અને તેમાં પાણી આપવા માટે ઉપરની પદ્ધતિઓ પૈકી માટલા પિયતની સમજ આપવા માટે વર્ષાબેન માટલા લઇ આવ્યા. તેને કાણા પાડીને બગીચામાં ખાડો ગોડી જમીનમાં લગાવ્યું અને તેમાં પાણી રેડી સમજ આપી કે આ માટલામાં મુકેલ પાણી સીધું છોડને મૂળમાં મળે. જેમ જેમ તે પાણીનો ઉપયોગ થાય તેમ તેમ પાણી ઓછું થાય છે. બાળકોને તો આમાં મજા આવે અને તે જોઈને આનંદ લઇ રહ્યા હતા. પોતે તેમાં પાણી ભરે અને ખાલી થાય તે જોવાનો આનંદ સાથે તેઓ સમજી શક્યા કે બગીચામાં બે છોડની વચ્ચે આવું કરવાથી સીધું પાણી મૂળને આપી શકાય. સાથે વનસ્પતિને વિકસવા માટે પાણી એક અગત્યનું પરિબળ છે તેની સમજ પણ મળી. ઓછા બગાડ સાથે પાણીની બચત વિશે પણ સમજી શકે તેવા હેતું સફળ થશે. અમારા બાળકોએ ક્યારેય ખેતરમાં થતા કામ જોયા નથી તેથી તેમને સમજતાં સમય લાગે પણ તેમની સંકલ્પનાઓ ચોક્કસ પૂર્ણ થશે. આગામી દિવસોમાં વિવિધ અન્ય પદ્ધતિની સમજ આપવામાં આવશે.
વર્ષાબેન દ્વારા કરવામાં આવેલ આ પ્રત્યક્ષ શિક્ષણનો સારો પ્રયોગ કહી શકાય. સાથે તમામ શિક્ષકો વિવિધ વિષય અનુસંધાને કાર્ય કરી રહ્યા છે. આપ સૌ ચોક્કસ પોતાના પ્રતિભાવ આપશો. વર્ષાબેનના આભાર સાથે.....
#IsanpurPublicSchool
Email - vaishwika@gmail.con
Facebook - @ઇસનપુર પબ્લિક સ્કૂલ
Mobile No -












Comments

  1. ઇશનપુર પબ્લિક સ્કૂલ ખૂબ સુંદર કામ કરી રહ્યા છો...Keep it up👍

    ReplyDelete
  2. વર્ષાબેન તેમજ તમામ સ્ટાફને અભિનંદન

    ReplyDelete
  3. સુંદર કાર્ય સાહેબ 🙏
    R.o. સિસ્ટમ ની સફેદ જૂની પાઇપમાં યોગ્ય અંતરે કાણા પાડી ટપક સિંચાઈ પદ્ધતિ નો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકાય.

    ReplyDelete

Post a Comment

Thanks A lots...