નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત વિદ્યાર્થીઓને શીખતા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. વિષય શિક્ષણની સાથે ચોક્કસ કાર્ય વર્ગમાં થાય એમ આયોજન કરવાનું શિક્ષકો કાર્ય કરે છે.
પર્યાવરણ એવો વિષય છે કે જેમાં અનુભવો આધારે શિક્ષણ કરાવવામાં આવે તો તેના પરિણામો ચોક્કસ જોવા મળે છે. પર્યાવરણ અંતર્ગત માટીની મજા અને આપણું ઘર આ બે એકમ છેલ્લા બે સપ્તાહથી ભણાવવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓને સતત નવીન પ્રવૃત્તિઓ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું. આમ તો શાળા શહેર વિસ્તારમાં આવે તો ખેતી સંબંધી મુલાકાત શક્ય નથી. પણ શાળામાં જ આવું વાતાવરણ નિર્માણ કરવા પ્રયત્નો કર્યા છે. સ્ટીલના નકામા ડબ્બાઓમાં શાકભાજી અને અનાજ વાવીને તેનું અવલોકન કરાવી રહ્યા છીએ.
આપણું ઘર અંતર્ગત વર્ગમાં બાળકોને કેટલાક પ્રોજેક્ટ આપવામાં આવેલ તેમાં વિવિધ વિચારો કરવા તથા શિક્ષણ મેળવવા માટે શિક્ષકો દ્વારા આયોજન કરેલ.
બાળકો પોતાનું ઘર કેવું છે ?
શામાંથી બનાવવામાં આવ્યું છે ?
કેટલા રૂમ છે ?
સેનીટેશન છે કે નહિ ?
છતમાં પતરા છે નળિયા છે કે ધાબું છે ?
ચોગાન છે કે નહિ ?
વિવિધ આયોજન પ્રમાણે તેમને સમજ આપીને તેમના ઘરની પ્રતિકૃતિ બનાવવા જણાવેલ. અનેક બાળકો પૂંઠાનો ઉપયોગ કરીને વિવિધ ઘર બનાવી લાવ્યા. તેમની કલ્પના પ્રમાણે ની આ રચનાઓ જોવી ગમશે.
સાથે માટીની મજા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરાવવાની સાથે વિદ્યાર્થીઓને વિવિધ માટીના નમૂના બતાવવામાં આવેલ. તેના ઉપયોગો સમજાવવામાં આવ્યા. તેમાં હવા ભેજ વગેરે હોય તેની સમજ આપવાની સાથે તેમને તેના ઉપયોગો સમજાવવામાં આવ્યા. ઘર બનાવવા, માટીના વાસણ બનાવવા જેવા ઉપયોગ સમજાવવાની સાથે તે નમૂના બતાવવામાં આવ્યા. બાળકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમને વિવિધ માટી દ્વારા તથા ક્લેનો ઉપયોગ કરીને વિવિધ નમૂના તેમને જાતે બનાવ્યા. બાળકો દ્વારા કરેલ આ કાર્ય ખરેખર શિક્ષણની નવી દિશા આપે છે.
કોઇ ખાનગી શાળા આવા પ્રત્યક્ષ અનુભવ બાળકોને આપી શકે નહિ. ત્યાં પ્રોજેક્ટ થાય પણ એ મા બાપે કરવાના
તૈયાર લાવવાના
ખર્ચ કરવાનો પણ તેમાં શિક્ષણ જોવા મળે નહિ. સરકારી શિક્ષક કોરણ પ્રવૃત્તિ સાથે શિક્ષણને જોડી શકે છે. એટલે જ મોંઘી ફી ભરવી એના કરતાં બાળક શીખતું થાય તે જોવું વધારે જરૂરી છે. સરકારી શાળાના બાળકો સાથે શિક્ષકોના આવા પ્રયત્નો ચોક્કસ સફળ થશે.
શિક્ષકોના આભાર સાથે
#IsanpurPublicSchool
No - 7567853006 - 8780468062
















Comments
Post a Comment
Thanks A lots...