દિવ્યાંગ બાળકો સાથે ભવ્ય પતંગોત્સવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમારી #IsanpurPublicSchool માં દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ ચલાવવામાં આવે છે. આ બાળકો સાથે કાર્ય કરતા શિક્ષકો શ્રી સોનલબેન તથા ભાવનાબેનથી આપ પરિચિત જ હશો.  સતત બાળકો સાથે નવીન પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ક્યારેક બાળકો સાથે નાતાલ તો ક્યારેક ઉત્તરાયણ જેવા ઉત્સવોની ઉજવણી કરીને બાળકોને શિક્ષણ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. તેવા પ્રયત્નોથી શાળામાં દિવ્યાંગ બાળકો આવતા થયા છે. તેમનો શૈક્ષણિક વિકાસ થઇ રહ્યો છે. શક્ય છે કે ઇચ્છા પ્રમાણે ન થઇ શકે પણ તે દિશામાં અમારા પ્રયત્નો ચોક્કસ નવી સફરે કાર્યરત છે તેનો આનંદ અમને છે.
આજે આ બાળકો સાથે ઉત્તરાયણ ઉજવવાનુ આયોજન કરવામાં આવેલ. આયોજન તો ગયા સપ્તાહે કરેલ. નક્કી કરેલ આયોજન પ્રમાણે વધારેમાં વધારે બાળકોને લાભ આપી શકાય તે માટે પ્રયત્નો કરવાનું કરેલ. આજે 20 બાળકો હાજર રહ્યા. આયોજન પ્રમાણે તમામ બાળકો સાથે સારી રીતે ઉજવણી કરી શકાય તેમ કાર્ય કરવામાં આવ્યું. તમામ બાળકો માટે પતંગ અને દોરી પહેલેથી લાવવામાં આવેલ. 
આજે તમામ બાળકોને જરૂરી પતંગ અને દોરી આપવામાં આવ્યાં.
ઉત્તરાયણના પર્વને ધ્યાને લઇ ચીકી પણ આપવામાં આવી.
બાળકો માટે અવાજ કરવા જુદા જુદા ભૂંગળા લાવવામાં આવેલ.
તે પોતાની જાતે વગાડીને બાળકો ખુબ આનંદિત થયા.
સરસ આયોજન સાથે નાસ્તો કરાવવામાં આવ્યો.
તમામ બાળકોને આનંદ આવે તેમ કરવામાં બાળકો સાથે પતંગ ઉડાવવાની મજા પણ લીધી. તમામ બાળકો અને સાથે આવેલ તેમના વાલી પણ ખૂશ જણાયા. તેમની સાથે ચર્ચા કરતાં સમજમાં આવે કે આ બાળકો સાથે બન્ને બહેનો જે કાર્ય કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. ઘરે ધમાલ મસ્તી કરતા આ બાળકો શાળામાં શિસ્ત સાથે વર્તન કરતા થયા છે અને તેના પરીણામ પણ ઘરે જોવા મળે છે. કેટલાક કિસ્સામાં તેઓ પોતાનું નામ લખતા શીખી ગયા તો કેટલાક ગણતરી પણ કરવા લાગ્યા છે. ખરેખર આ સમાન્ય વાત નથી પણ જો પ્રયત્ન કરવામા આવે તો પરિવર્તન શક્ય છે તેની સમજ મળી જ શકે.
આવા પ્રયત્નો ખરેખર સામાન્ય નથી. વાલી જ્યારે આખો દિવસ અમારી સાથે રહે અને પોતાના સંતાનોને માતૃતુલ્ય પ્રેમ મળતો જુએ ત્યારે ખરેખર તેમની આંખોમાં હર્ષની લાગણી જોઇ શકાય છે. સતત સમાજ તરફથી ઉપેક્ષિત થયેલ આ બાળ માનસ જ્યારે પ્રેમ અને વાત્સલ્ય પામે છે ત્યારે આનંદ તમામ સીમાઓ વટાવી જાય છે. ખરેખર આનંદ થાય. આપ જોઇ શકશો કે પતંગ ઉડાડવા માટે ખુલ્લું મેદાન મળવાથી તેમના ચહેરા પર કેટલો આનંદ છે. આપણે સૌ તેમના પ્રત્યે પ્રેમનો ભાવ લાવીને તેમને શ્રેષ્ઠ જીવન આપવા માટે પ્રયત્ન કરતા રહીએ.
ઇશ્વર તમામ બાળકોને તેના આશીર્વાદ આપે અને તેમના જીવનમાં તે સફળ થાય તેવી પ્રાર્થના અને બન્ને બહેનોના આભાર સાથે....
#IsanpurPublicSchool
mo 7567853006

















Comments