દિન વિશેષ_સેના દિવસ ઉજવણી 2020

સેના દિવસ ઉજવણી
ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 સતત બાળકો સાથે નવીન પ્રવૃત્તિઓ કરાવવાનું આયોજન કરે છે. સરકાર દ્વારા સતત બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તમામ આયોજન બાળકો સારી રીતે શીખે તે માટે કરવામાં આવે છે. બાળકોના જ્ઞાનમાં વધારો થાય, નવું શીખવાની પ્રેરણા મળે અને તેનો જીવનમાં ઉપયોગ કરતા થાય તેવા હેતુથી સતત બાળકો સાથે કાર્ય કરીને આવનાર પેઢીનું ઘડતર કરવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના જીવનમાં ગુણો ખિલવવાનું કાર્ય કરીને તેમના જીવન વિકાસ દ્વારા રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરવામાં આવે છે.
ઇસનપુર પબ્લિક સ્કૂલ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા રાજ્ય સરકારના આદેશાનુસાર દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે. સોમવારે રજા આપવામાં આવેલ હોવાથી સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણીનો અહેવાલ એક દિવસ બાદ મુકીશું. આજે શાળામાં ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવી. નક્કી કરેલ આયોજન પ્રમાણે શાળાના શિક્ષકોને વિવિધ દિવસ ઉજવણીનું આયોજન આપવામાં આવેલ. ભારતીય સેના દિવસની ઉજવણીની તમામ જવાબદારી શાળાના શિક્ષકો શ્રી સમીર દેસાઇ, અમીતાબેન પટેલ અને પાર્વતીબેન પાંડવના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવી. ઉજવણીનું આયોજન અગાઉથી તૈયાર કરવામાં આવેલ. દિન વિશેષ ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.
તમામ વર્ગમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તમામ બાળકોએ સેના અંગે પોતાની આગવી સમજ પ્રમાણે અને શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે ચિત્રો દોર્યા તેમાં રંગ પૂર્યા. ચિત્ર સ્પર્ધામાં અરૂષા અન્સારી, સમરીન શાહ, સમરીન લુહાર, તહેરીન શેખ, દરકશા શેખ, શેરઅલી અંસારી તથા આયશા પઠાણ દ્વારા સુંદર રીતે ત્રિરંગાના ચિત્રો દોરવામાં આવ્યા. તેમના ચિત્રો જોઇ ખરેખર આનંદ થાય. 
તમામ વર્ગોમાંથી બાળકો પસંદ કરીને નક્કી કરેલ બાળકો પૈકી બાળકો સાથે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તમામ વર્ગોમાં બાળકો સાથે આયોજન કરીને તે પ્રમાણે કાર્ય કરવામાં આવ્યું. વકૃત્વ સ્પર્ધા અંતર્ગત પસંદ કરેલા વિદ્યાર્થીઓને જાહેરમાં બોલાવવામાં આવ્યા. જેમાં જૈનબ રાજપૂત, શહેનાજ અંસારી, શેખ જમીલ, નિયાઝ પઠાણ, ડામોર વિદ્યા, પઠાણ ઇમરાનખાન જેવા 6 વિદ્યાર્થીઓએ સેના દિવસ અંતર્ગત પોતાની ભાષામાં વક્તવ્ય આપ્યું. બાળકોના શબ્દો ખરેખર સેના ના શૌર્યને વખાણતા હતા સાથે બાળકોમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરેલ.
ઉપરોક્ત સ્પર્ધા સાથે વિવિધ અભિનય પણ કરાવવામાં આવ્યા. બાળકોએ સેનાના શૌર્યને આનંદ અપાવે તેવા અભિનય કર્યા. તેમાં શાળાના વિદ્યાર્થીઓ અરમાન પઠાણ, ફૈજાન પઠાણ, સિરીનબીબી અંસારી, ડામોર વિદ્યા, નિલગર યાસર, શેખ જુનેદ બસીરઆલમ તથા જુનેદ સલીમખાન જેવા બાળકો દ્વારા અભિનય કરવામાં આવ્યા. શાળા શિક્ષક સમીરભાઇ, અમીતાબેન તથા પાર્વતીબેન દ્વારા બાળકોને વિવિધ આયોજન કરવા માટે તૈયારી કરાવી.  72 મા સેના દિવસની ઉજવણી એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આનંદની વાત છે. સેનાના જવાનોના શૌર્ય અને બલિદાનને કારણે સમગ્ર દેશ આજે એક સાથે શાંતિથી જીવન જીવી શકે છે. ખરેખર સેનાનું સન્માન કરવાની ગુણો બાળકોમાં બાળપણથી વિકાસ પામે તેવા પ્રયત્નો ખરેખર આનંદને લાયક છે. 15 ઓગસ્ટ 1947 માં ભારત સ્વતંત્ર થયો. 15 જાન્યુઆરી 1949 માં ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા ભારતના પ્રથમ સેના પ્રમુખ હતા. ત્યારે સેનામાં કુલ 2 લાખ સૈનિકો હતા.  ત્યારથી 15 જાન્યુઆરીના દિવસને દેશમાં સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સેના દિવસની યાદમાં દરેક વર્ષે દિલ્લીના પરેડ ગ્રાઉન્ડમાં પરેડ કરવામાં આવે છે. અને તેની સલામી થલસેનાઅધ્યક્ષ લે છે.
શાળામાં વિદ્યાર્થીઓને ઉપરોક્ત માહિતી આપવામાં આવી સાથે સૈના દેશની રક્ષા માટે કેવા કાર્ય કરે છે. તેની ચર્ચા કરવામાં આવી. બાળકોમાં સેનાના જવાનો પ્રત્યે ભાવ અને આદરની ભાવના કેળવાય તેવો હેતું આવા દિવસની ઉજવણી કરવાથી કેળવી શકાય છે. શાળા પરિવાર દ્વારા આવી સમજ આપવાથી બાળકોમાં શૌર્ય અને બલિદાનના ભાવોની સમજ કેળવી શકાશે. આવા સુંદ આયોજન બદલ શાળા પરિવાર ઉપરોક્ત ત્રણે શિક્ષકનો આભાર માને છે. ચોક્કસ આ જોઇ આપને પણ આનંદનો અનુભવ થશે.















































Comments