વાલી સાથે સંવાદ 2

શિક્ષણને જો કારણ ત્રિકોણ સમજુ તો વાલી, શિક્ષક અને બાળક ત્રણે ભેગા કરૂ ત્યારે એ ત્રિકોણ પૂર્ણ થાય. જયા સુધી આ ત્રણ એક સાથે ન આવે ત્યાં સુધી શિક્ષણની સંકલ્પના પૂર્ણ કરી શકાય નહિ એવો મત અમારી ટીમનો છે. અમે સૌ સતત આ પ્રક્રિયાને પૂર્ણ કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ. એ દિશામાં આગળ વધવા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારા આ પ્રયાસો નાના હશે પણ મક્કમ છે.
બાળકને શાળા સાથે
શાળાને શૈક્ષણિક વાતાવરણ સાથે
શૈક્ષણિક વાતાવરણને સમાજ સાથે
સમાજને શિક્ષક સાથે જોડવાના પ્રયાસો સતત શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે. સફળતાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી સાથે બધુ જ યોગ્ય રહે એ કહેવું શક્ય નથી. હા એટલું ચોક્કસ કહી શકાય કે આવા પ્રયત્નો કેળવણીની નવી રાહ નિર્માણ કરી શકશે. આજે શાળામાં કેટલાક હેતુ સર એક વાલી બીજી વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું.
વર્ષ ૨૦૨૦/૨૧ માટે વધારેમાં વધારે નામાંકન માટે
બાળકોના સર્વેમાં વાલીની ભાગીદારી નક્કિ કરવા
શાળાની ભૌતિક સુવિધાઓ અંગે ચર્ચા કરવા
બાળકોની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા
બાળકના વાલીની શિક્ષક સાથે મુલાકાત કરવા માટે
શિક્ષક સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક વાતો અને સફળતા તથા કચાશ અંગે માહિતી આપવા
બાળકોના વાલી માટે બનાવેલ સોશિયલ મિડીયા ગૃપ અંગે માહિતી આપવા
નિયમિતતા સંદર્ભે ચર્ચા કરવા અંગે
એસએમસી સજાક કરવા અંગે
જેવા હેતુ સર કરેલ મિટીંગમાં ૨૦૦ થી વધારે વાલી હાજર રહ્યા. શાળાની સામાન્ય ચર્ચા કર્યા બાદ તેમને બાળકોના શૈક્ષણિક વિકાસથી માહિતગાર કરવામાં આવ્યા. અગાઉ સત્રાંત કસોટીના પેપર બતાવવામાં આવેલ આજે એકમ કસોટી અંગે ચર્ચા કરવામાં આવી. વાલીઓ પણ શાળાના કાર્યથી ખુશ છે. કેટલાક સંજોગોમાં તેમના પ્રશ્નોનું સમાધાન કરવા આયોજન કર્યું. વર્ષ ૨૦૨૦/૨૧ માટે નવીન પ્રયત્નો કરવા સૌના સૂચનો લેવામાં આવ્યા. તેમના આધારે યોગ્ય કાર્યક્રમ ઘડીને નવા વર્ષનું આયોજન કરવામાં આવ્યું. 
પર્યાવરણ પ્રયોગશાળા, 
પરિવહન, 
શાળાને મળેલ સ્વમાન
કાકરિયા મુલાકાત
સાયન્સ સીટી ની શૈક્ષણિક મુલાકાત
પતંગોત્સવ ૨૦૨૦ મા પ્રથમ વાર ૧૨૦ બાળકોની ભાગીદારી 
બાળકોને નિયમિત શાળાએ મોકલવા તથા તેમને શાળામાં આપવામાં આવતા મધ્યાહ્ન ભોજન વગેરે મુદ્દા પર યોગ્ય ચર્ચા કરવામા આવી. 
વાલી સાથે આ સંવાદ સફળ રહ્યો. હવે ધોરણ પ્રમાણે મહિને એક વાર વાલી શિક્ષકોને મળી શકે તેમ આયોજન કર્યું. નવા વર્ષમાં સારા નામાંકન સાથે ગુણવત્તા માટે કાર્ય કરવા મક્કમ રહ્યા.
#IsanpurPublicSchool



























Comments

Post a Comment

Thanks A lots...