આપણો અધિકાર પુરુષાર્થ કરવામાં છે. અને આ વિષયમાં અમારા શિક્ષકો અભિનંદનને પાત્ર છે. મિત્રો રાજ્ય સરકાર દર વર્ષે NMMS ની પરીક્ષા લઇ સફળ બાળકોને શિષ્યવૃત્તિ આપે છે. અમારી શાળા ગયા વર્ષથી તેમાં પોતાની આગવી છાપ ઉભી કરવામાં સફળ થઇ રહી છે.
ચાલુ વર્ષે આવતી કાલે ૭૨ બાળકો પરીક્ષા આપશે કદાચ સમગ્ર રાજ્યમાં આ સૌથી વધુ હોય તો નવાઇ નહિ. ઇસનપુર પબ્લિક સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત સૌથી વધુ નામાંકન કરનાર શાળા છે. તે તમામ પ્રયત્નોથી આપ સૌ જાણકાર છો.
આજે મારે વાત કરવી છે શૈક્ષણિક ગુણવત્તાની. સતત શિક્ષકો પ્રયત્ન કરી રહ્યા છે અને પરીણામ મળી પણ રહ્યા છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે મોટા ભાગના બાળકો ઘરે હિન્દી ભાષામાં વાત કરે અને શિક્ષણ ગુજરાતી ભાષામાં લે તો સમસ્યા સમજી શકાય તેવી છે. છતા પણ વિપરીત પરિસ્થિતિમાં શિક્ષકો ઓછા હોવા છતા શૈક્ષણિક દિશામાં બાળકોને આગળ વધારવા માટે સફળ પ્રયત્ન થઇ રહ્યા છે.
NMMS મા ફક્ત ફોર્મ ભરીને કે નામાંકન કરીને અટકવાથી ચાલે જ નહિ. તો તમામ બાળકો સારુ પરીણામ લાવે તે માટે મથવું તો પડે ને !!! નામાંકન કર્યા બાદ જે કાર્ય કરવામાં આવે તે સફળતાના નવા રસ્તા નિર્માણ કરે છે. મિત્રો છેલ્લા એક મહિનાથી અમારા શિક્ષકો
શ્રી સંજય ભગોરા, શ્રી રોશનભાઇ તથા શ્રી રવિભાઇ
અને ઉચ્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ ના સહિયારા પ્રયાસે આ બાળકો માટે અધ્યયન કાર્ય માટેની શરૂઆત કરવામાં આવી. તમામ બાળકોના ફોર્મ ભરવામાં યોગેશભાઇ, અશોકભાઇ દ્વારા ખુબ આયોજન પૂર્વક કાર્ય કરવામાં આવ્યું .
સંજય, રવિ અને રોશન છેલ્લા ૩૦/૩૫ દિવસથી સવારે શાળામાં આવે અને સાંજે ૪ વાગ્યા સુધી રોકાય. સવારે આ બાળકો પોતાના વર્ગમાં અધ્યયન કાર્ય તો કરે છે. બપોરના સમયમાં આ બાળકો શાળામાં આવે અને પરીક્ષાની તૈયારી કરે. પ્રથમ સૌના વાલી પાસેથી મંજૂરી લેવાની થાય તે પ્રક્રિયા પૂર્ણ કરી તમામ બાળકોને શાળામાં રોકીને અભ્યાસ કરાવવાનુ આયોજન શરૂ થયું. આ ત્રણે શિક્ષકો રોજ રોકાય અને બાળકોને ભણાવે. તૈયારી કરાવે. મને યાદ છે મમરાના કે સેવના પડીકા ખાઇને તેમને આ કાર્ય કર્યું છે. મારી પાસે તેમના વખાણ કરવા શબ્દો નથી બસ કૃતજ્ઞતાપૂર્વક હું તેમને વંદન કરૂ છું. પરીણામ શુ આવશે તેની મને ખબર નથી સાથે વિશ્વાસ પણ છે કે આ વર્ષે તમામ રેકર્ડ તોડીને શાળાના બાળકો શાળાનું નામ અને તેમના આ ૩ શિક્ષકોના પરિશ્રમને ચાર ચાંદ લગાવશે.
મિત્રો
આ ૩ એ મિત્રોએ
કોઇ પણ થાક વગર
રાત દિવસ જોયા વગર
પરીણામની ચિંતા કર્યા વગર
શરીરનો વિચાર કર્યા વગર
ભૂખની પરવા કર્યા વગર
અવિરત શિક્ષણ યજ્ઞ કર્યો છે. પોતાના ઘરનું ખાધું નથી. મો પર જરા પણ ફરિયાદ કે બોજ મે કદી જોયો નથી. દરેક બાળકને તેમને ખરા ભાવથી ભણાવ્યું છે. આ બાળકો માટે રાતે પેપર તૈયાર કર્યા, કોર્સ નક્કિ કર્યા, ઉજાગરા કર્યા અને તમામ બાળકો સારૂ પરીણામ લાવે તે માટે પુરુષાર્થ કર્યો છે. ચોક્કસ પરીણામ સારૂ જ આવશે. પણ શાળા પરિવાર તેમનો સદૈવ ઋણી રહેશે. પોતાની શાળા માટે આટલો સમય આપવો સામાન્ય નથી આ ત્યારે શક્ય છે જ્યારે શાળા મારી લાગે. બાળકો મારા લાગે બાકી નોકરી કરનાર તો ૨૦ વર્ષમાં અનેક જોયા છે.
આ ૩ મિત્રો એ સ્વ નો વિચાર, સ્વાર્થનો વિચાર છોડીને સહિત માટે કાર્ય કર્યું છે. આવો પ્રામાણિક પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે. નિયમિત એક પણ દિવસ રજા રાખ્યા વગર અરે અમે તો રવિવારે પણ બાળકોના ક્લાસ લીધા છે. તેમના વાલીનો સહયોગ પણ સારો રહ્યો. આ શિક્ષકોની સાથે વિરાભાઇ પણ રવિવારે શાળામાં હાજર રહ્યા છે. તેમનો આભાર પણ માનવો રહ્યો.
રોશન, રવિ અને સંજય હું આજે તમારો આભાર માનીશ નહિ કારણ હું સદૈવ યાદ રાખીશ કે આપે અસામાન્ય કાર્ય કર્યું છે. તમારો આભાર માની હું આ ઉપકાર ભૂલવા માંગતો નથી. ચોક્કસ મિત્રો તમારો પરિશ્રમ સફળ થશે. બાળકો માટે આવા પ્રયત્નો કરનાર શિક્ષકો સરકારી શાળામાં જ જોવા મળે. આ કાર્ય માટે તેમને કોઇ ઓવરટાઇમ મળવાનો નથી ના એવી અપેક્ષા જણાઇ છે. મિત્રો સરકારી શિક્ષકોના પગાર તરફ જ નજર કરનાર ટોળા માટે આ અસરકારક જવાબ છે.
ચોક્કસ સફળ થઇશું.
#IsanpurPublicSchool




























વંદન સહ શુભેચ્છાઓ
ReplyDeleteThanks A lots sir... આપના આશીર્વાદ રહે ચોક્કસ સારી ગતિ કરીશું
ReplyDelete